ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક ગેરકાયદેસર મદરેસા હટાવવામાં આવતાં મુસ્લિમ ટોળાએ સ્થાનિક તંત્રની ટીમ અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો તો અમુક ઠેકાણે આગચંપી કરીને વાહનો પણ ફૂંકી મારવામાં આવ્યાં. જેમાં અમુક પોલીસ અધિકારીઓને ઈજા પણ પહોંચી છે. આ તોફાનોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રાજ્યની પુષ્કર સિંઘ ધામી સરકાર ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. આ જ ક્રમમાં હલ્દ્વાની નગરપાલિકા અને પોલીસની ટીમ નગરમાં આવેલ એક બગીચામાં ગેરકાયદેસર મદરેસા અને નમાજ સ્થળ હટાવવા માટે પહોંચી હતી. જેવી બુલડોઝર વડે કાર્યવાહી શરૂ કરવામાં આવી તેવો મુસ્લિમ ભીડે હુમલો કરી દીધો હતો.
#BREAKING: Violence breaks out in Uttarakhand’s Haldwani after a Madrasa was demolished in the area… reports of stone pelting and arson by an angry mob pic.twitter.com/biz2nlA2DW
— Akshita Nandagopal (@Akshita_N) February 8, 2024
કટ્ટરપંથી અને અરાજક ટોળાએ પોલીસ અને નગરપાલિકાની ટીમ પર પથ્થરો ફેંક્યા હતા, જેમાં SDM સહિતના અધિકારીઓ અને અમુક પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. બુલડોઝર પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાનું અહેવાલો મારફતે જાણવા મળ્યું છે. ટોળાંએ એક ટ્રાન્સફોર્મરમાં આગ પણ લગાવી દીધી હતી, જેના કારણે વિસ્તારની વીજળી ઠપ થઈ ગઈ.
પથ્થરમારા બાદ પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે આંસુગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી. બીજી તરફ સ્થિતિ વિકટ થતી જોઈને વધારાની પોલીસ ફોર્સ બોલાવી લેવામાં આવી હતી. અધિકારીઓએ ઉપદ્રવીઓને સમજાવવાના પણ પ્રયાસ કર્યા, પરંતુ ત્યારબાદ પણ પથ્થરમારો ચાલુ જ રહ્યો હતો. આ હુમલામાં અધિકારીઓ અને નાગરિકો તથા મીડિયાકર્મીઓ મળીને કુલ 100થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું કહેવાય છે.
દેખાય ત્યાં ઉપદ્રવીઓને ગોળી મારવાના CM ધામીના આદેશ
આ મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને જેમ અરાજક તત્વો સાથે કડકાઈથી કામ લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CM ધામીએ ઉપદ્રવીઓને દેખાય ત્યાં જ ગોળી મારવાના આદેશ આપી દીધા છે અને વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. પેરામિલિટરી ફોર્સ પણ તહેનાત કરવામાં આવી રહી છે. તોફાનીઓ વિરુદ્ધ UAPA હેઠળ કાર્યવાહી કરવા માટે પણ સરકાર તૈયારી કરી રહી છે.
Uttarakhand CM Pushkar Singh Dhami called a high level meeting in the Haldwani case. Reviewed the situation with the Chief Secretary and Director General of Police. The Chief Minister appealed to the people to maintain peace and gave instructions to deal strictly with the… pic.twitter.com/j0lT2uRY6H
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 8, 2024
ઉપદ્રવીઓને પકડવામાં આવી રહ્યા છે
આ મામલે સિટી કમિશનર પંકજ ઉપાધ્યાયે જણાવ્યું કે, મદરેસા અને નમાજવાળું સ્થળ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. તેની પાસે ત્રણ એકર જમીન પર નગરપાલિકાએ ભૂતકાળમાં કબજો મેળવ્યો હતો અને ગેરકાયદેસર મદરેસા અને નમાજસ્થળને સીલ કરી દેવામાં આવ્યાં હતાં. આજે તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે. કાર્યવાહી દરમિયાન પથ્થરમારો કરનારા અરાજક તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.