ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ (6 ફેબ્રુઆરી 2024) વિધાનસભાના વિશેષ સત્રમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું હતું. આ બિલ પર ઉત્તરાખંડ વિધાનસભામાં ચર્ચા થઈ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ રાજ્યના તમામ ધર્મના નાગરિકોને સમાન કાયદા લાગુ પડશે. જેમાં લગ્ન- નિકાહ સંબંધિત જોગવાઈઓ અંગે પણ સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.
UCC હેઠળ કયા સંબંધો વચ્ચે લગ્ન કાયદેસર રીતે પ્રતિબંધિત છે તે તમે અહિયાં આપેલ યાદી દ્વારા સમજી શકો છો. આ યાદીમાં દર્શાવ્યું છે કે, રાજ્યમાં UCC લાગુ થયા બાદ પુરુષ કઈ સ્ત્રીઓ સાથે અને સ્ત્રી કયા પુરુષો સાથે લગ્ન કે નિકાહ નહિ કરી શકે.
કોઈપણ પુરુષ આ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકશે નહીં | કોઈપણ સ્ત્રી આ પુરુષો સાથે લગ્ન કરી શકશે નહીં |
બહેન | ભાઈ |
ભાણી | ભાણા |
ભત્રીજી | ભત્રીજા |
માસી | કાકા/તાઉ |
ફોઈ | પિતરાઈ ભાઈ (કાકાના પુત્ર) |
પિતરાઈ બહેન (કાકાની પુત્રી) | પિતરાઈ ભાઈ (ફોઈના પુત્ર) |
પિતરાઈ બહેન (ફોઈની પુત્રી) | પિતરાઈ ભાઈ (માસીના પુત્ર) |
પિતરાઈ બહેન (માસીની પુત્રી) | માતાના પિતરાઈ ભાઈ (મામાના પુત્ર) |
પિતરાઈ બહેન (મામાની પુત્રી) | પૌત્રીના જમાઈ |
માતા | પિતા |
સાવકી મા | સાવકા પિતા |
નાની | દાદા |
સાવકી નાની | સાવકા દાદા |
પરનાની | પરદાદા |
સાવકી પરનાની | સાવકા પરદાદા |
માતાની દાદી | પરનાના (પિતાના નાના) |
માતાની પરદાદી | સાવકા પરનાના |
દાદીમા | નાના |
સાવકી દાદી | સાવકા નાના |
પિતાની નાની | પરનાના (માતાના નાના) |
પિતાની સાવકી નાની | સાવકા પરનાના (માતાના સાવકા પરનાના) |
પિતાની પરનાની | માતાના દાદા |
પિતાની સાવકી પરનાની | માતાના સાવકા દાદા |
પરદાદી | પુત્ર |
સાવકી પરદાદી | જમાઈ |
દીકરી | પૌત્ર |
પુત્રવધૂ (વિધવા) | પુત્રનો જમાઈ |
પૌત્રી (પુત્રીની પુત્રી) | પપૌત્ર (પુત્રીનો પુત્ર) |
પૌત્રી | પુત્રીનો જમાઈ |
પૌત્રની વિધવા પુત્રવધૂ | પ્રપૌત્ર |
પપૌત્રી | પૌત્રનો જમાઈ |
પૌત્રની વિધવા | પુત્રનો પૌત્ર (પુત્રની પુત્રીનો પુત્ર) |
પુત્રીના પૌત્રની વિધવા | પૌત્રીના જમાઈ |
દીકરાની પૌત્રી (પુત્રની પુત્રીની પુત્રી) | પુત્રીનો પૌત્ર |
પપૌત્રી | પૌત્રનો જમાઈ (પુત્રની પુત્રીનો જમાઈ) |
પરપૌત્રની વિધવા | પૌત્રીનો પુત્ર (પુત્રની પુત્રીનો પુત્ર) |
ઉત્તરાખંડ રાજ્યમાં UCC લાગુ થયા બાદ આ તમામ સંબંધોમાં કરાયેલા લગ્ન કે નિકાહને માન્ય ગણવામાં આવશે નહીં. નોંધનીય છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ, આ લગ્ન વિષયક પ્રતિબંધો દેશની બહુમતી વસ્તી પર પહેલાથી જ લાગુ હતા. જયારે હવે આ પ્રતિબંધ ઉત્તરાખંડમાં રહેતા તમામ નાગરિકો પર લાગુ પડશે.
ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય હશે જ્યાં UCC લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી UCC દેશમાં માત્ર ગોવામાં જ લાગુ હતું જે પોર્ટુગીઝ યુગથી અસ્તિત્વમાં છે. ઉત્તરાખંડનો આ UCC કાયદો 5 સભ્યોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને 2 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ પછી, તેને 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ કેબિનેટની મંજૂરી પણ મળી.