હવે 57 બુદ્ધિજીવીઓએ બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહાર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકાર પાસે મદદની વિનંતી કરી છે. હિંદુઓ પર થતી હિંસા પર ચિંતા વ્યક્ત કરતા આ બૌદ્ધિકોએ લખ્યું છે કે, હિંદુઓને નિશાન બનાવતી આ હિંસાએ એક નવી પેટર્ન તરફ દુનિયાનું ધ્યાન દોર્યું છે. આ પત્રમાં મહેરપુરમાં ઇસ્કોન મંદિરને સળગાવવાના વિડીયો અને હિંદુઓની મોબ લિંચિંગની ઉજવણીનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, આ ચિંતાજનક ઘટનાઓ છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, એવું નથી કે હિંદુઓ પર હુમલાની માત્ર એક-બે ઘટના જ બની છે અને તેવું પણ નથી કે હિંદુઓ પર હિંસાની ઘટના આ પ્રથમવાર બની છે. પત્રમાં જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓનો લાંબો અને કાળો ઇતિહાસ રહ્યો છે. જે વર્તમાનમાં રાજકીય અસ્થિરતા દરમિયાન વધુ તીવ્ર બની રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું ત્યારે પાકિસ્તાની સેનાએ 25 લાખ હિંદુઓને મારી નાખ્યા હતા, આ ઘટના પણ પત્રમાં યાદ અપાવવામાં આવી છે. 2013થી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની 3600થી વધુ ઘટનાઓ બની છે.
With great anguish & concern, several of us authors, scholars, scientists & other members of civil society signed this Open Letter to immediately stopongoing #HindusHouseAttack & genocide in #Bangladesh & protect lives, properties & temples of Hindus & other minorities there.… https://t.co/Ek4pUtL8mz pic.twitter.com/gvJkRmPg4W
— Dr. Vikram Sampath, FRHistS (@vikramsampath) August 12, 2024
બાંગ્લાદેશમાંથી હિંદુઓના દુ:ખદ પલાયનને યાદ કરીને પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે, હિંદુઓની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવવા જોઈએ. ભારતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતપોતાના સ્તરે આ મુદ્દાઓ ઉઠાવવા અને ભારત સરકારને ઉચ્ચ કક્ષાએ તેના ઉકેલ માટે પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. તેમજ ભારતીય સંસદને તેની વિરુદ્ધ ઠરાવ પસાર કરવા માટે કહેવામાં આવ્યું છે. પત્રમાં અપીલ કરવામાં આવી છે કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને હિંદુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે અને પીડિતોને સહાય આપવાથી લઈને આશ્રય આપવા સુધીના વિકલ્પો પર વિચાર કરવામાં આવે.
આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં લેખક વિક્રમ સંપત, અભિનવ અગ્રવાલ, અરુણ કૃષ્ણન, હર્ષ ગુપ્તા મધુસુદન, સ્મિતા બરુઆ, વૈજ્ઞાનિક આનંદ રંગનાથન અને એન્જિનિયર યોગિની દેશપાંડેનો સમાવેશ થાય છે. તમામ 57 બૌદ્ધિકોએ એક અવાજે પુનરોચ્ચાર કર્યો છે કે, આ હિંસાને ભારતીય સંસદ દ્વારા ‘હિંદુઓ વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસા’ તરીકે માન્યતા આપવી જોઈએ. આ ઉપરાંત એવા સમાચારોનો હવાલો પણ આપવામાં આવ્યો છે, જેમાં હિંદુઓ પર હુમલાની વાત કરવામાં આવી છે. ભારતનું ઇસ્લામિક-વામપંથી જૂથ આ હુમલાઓને સતત નકારી રહ્યું છે.