Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણશાબાશ હર્ષ સંઘવી! તમે ગુજરાતના હિંદુઓમાં એક નવો વિશ્વાસ જગાડ્યો છે, હવે...

    શાબાશ હર્ષ સંઘવી! તમે ગુજરાતના હિંદુઓમાં એક નવો વિશ્વાસ જગાડ્યો છે, હવે એ ટકાવી રાખજો!

    આ કાર્યવાહી ઉદાહરણરૂપ છે. આ કાર્યવાહી હવે સમયની માંગ છે. ગુજરાતમાં જ્યાં-જ્યાં પણ શાંતિપ્રિય હિંદુઓને જેહાદી ઈસ્લામીઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે, તેમના ધૈર્યની પરીક્ષા લેવાતી રહી છે, ત્યાં-ત્યાં આવી કાર્યવાહીઓ કરવામાં આવે એ જ ગુજરાત સરકાર પાસે અને ગૃહ રાજ્યમંત્રી પાસે હવે આશા છે.

    - Advertisement -

    સુરતમાં ગણેશજીના જે મંડપ પર મુસ્લિમ સગીરોએ પથ્થરમારો કર્યો ત્યાં જ મધ્ય રાત્રિએ જઈને આરતી ઉતારીને શ્રીજીની આરાધના કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માત્ર પૂજા-પ્રાર્થના નથી કરી પણ છાશવારે જેહાદી હુમલાઓ અને પ્રતાડનાનો ભોગ બનતા હિંદુઓમાં એક વિશ્વાસ પેદા કર્યો છે.

    રવિવારે (8 સપ્ટેમ્બર) રાત્રે જે પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ સુરત પોલીસે જે કાર્યવાહી કરી એ પ્રશંસાને પાત્ર છે. સાથે ધન્યવાદ આપવા પડે ગૃહ રાજ્યમંત્રી અને સુરતના જ સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવીને. એ માણસ રાત્રે જ સ્થળ પર ઉતર્યો, જાતે કાર્યવાહીની સમીક્ષા કરી, બાપાની આરતી ઉતારીને તેમનાં ચરણોમાં વંદન કરીને પ્રતિજ્ઞા કરી કે સૂરજનું પહેલું કિરણ સુરત પર પડે ત્યાં સુધીમાં પથ્થરમારો કરનારાઓ પોલીસના કબજામાં હશે. આખરે તે પાળી પણ બતાવ્યું.

    પોલીસે પકડી લીધા બાદ કસ્ટડીમાં પથ્થર ફેંકનારાઓના વિડીયો સામે આવ્યા છે. પોલીસ વાહનમાંથી સ્ટેશને જવામાં પણ ચાલવાનાં ફાંફાં પડે છે. બીજા બે-ચાર વિડીયોમાં પોલીસ તાળાં તોડીને તેમને બહાર કાઢતી જોવા મળે છે. હર્ષ સંઘવીએ જાહેરમાં કહ્યું હતું કે, તાળાં ગમે તેટલાં લગાવાશે, પથ્થર માર્યા હશે તો તોડીને પણ બહાર કાઢીશું અને સજા અપાવીશું. ગૃહ રાજ્યમંત્રી કક્ષાના વ્યક્તિ આટલું કડક વલણ અપનાવે એ વખાણવા જેવી અને રાહત અનુભવવા જેવી વાત છે.

    - Advertisement -

    તાજા ભૂતકાળમાં ગુજરાતમાં અમુક ઘટનાઓ બની તેમાં પોલીસ સ્પષ્ટ ઢાંકતી હોય તેવું જણાતું હતું પણ સુરત પોલીસ ધન્યવાદને પાત્ર છે. કોઇ ઢાંકપિછોડો નહીં, કોઇ ઠાલાં વચનો નહીં, ન આડીઅવળી વાતો અને ન કોઈ નકામા વાયદા. તાબડતોબ કાર્યવાહી થઈ, તાત્કાલિક કાર્યવાહી થઈ અને 24 કલાક પહેલાં જે વિસ્તારમાં પથ્થરો ફેંકાયા ત્યાં બુલડોઝર પણ પહોંચી ગયાં. જેમણે-જેમણે પથ્થર માર્યા હતા તે બધાને પણ પકડી લેવામાં આવ્યા. આ બધું થયું 24 કલાકમાં.

    આ કાર્યવાહી ઉદાહરણરૂપ છે. આ કાર્યવાહી હવે સમયની માંગ છે. ગુજરાતમાં જ્યાં-જ્યાં પણ શાંતિપ્રિય હિંદુઓને જેહાદી ઈસ્લામીઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે, તેમના ધૈર્યની પરીક્ષા લેવાતી રહી છે, ત્યાં-ત્યાં આવી કાર્યવાહીઓ કરવામાં આવે એ જ ગુજરાત સરકાર પાસે અને ગૃહ રાજ્યમંત્રી પાસે હવે આશા છે.

    ત્રીસ વર્ષના શાસન પછી પણ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ન ભૂતો ન ભવિષ્યતિ જેવું પરિણામ આપીને 156 બેઠકો આપી તેનું કારણ પણ આ જ છે. કારણ કે આ રાજ્ય શાંતિ ઇચ્છે છે. શાંતિમાં ખલેલ પહોંચાડનારાઓને ઉગતા જ ડામી દેવાનું કામ નરેન્દ્ર મોદી જેવા મહાપુરુષોએ આરંભ્યું હતું. હર્ષ સંઘવી જેવા નેતાઓ તેને આગળ ધપાવશે એવો વિશ્વાસ છે.

    રોડ-રસ્તા, શાળાઓ અને હોસ્પિટલો બંધાતી રહેશે, ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું થતું રહેશે, નવસર્જન થતું રહેશે. પણ ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા એ જ આપની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમાં ઘણુખરું કામ સમાજનું છે અને બાકીનું સરકારનું. સરકારના કડક વલણથી સમાજને પણ જુસ્સો આવશે. ગુજરાતમાં સરકાર પક્ષેથી જે ટેકો મળવો જોઈતો હતો તેમાં કચાશ દેખાતી હતી, પણ આ ઘટનાએ એક નવો વિશ્વાસ પેદા કર્યો છે.

    ગૃહમંત્રીએ રાત્રે જઈને જે ગણેશજીની મૂર્તિને ખંડિત કરવાના પ્રયાસ થાય તેમની જ આરતી ઉતારીને માત્ર શ્રીજીની આરાધના નથી કરી પણ હિંદુઓમાં એક વિશ્વાસ જગાડ્યો છે. આ વિશ્વાસ ટકી રહે તેની જવાબદારી હર્ષ સંઘવીના અને સરકારના ખભે છે. આ કાર્યવાહીમાં તેમની પડખે મજબૂતીથી ઉભા રહેવાની જવાબદારી આપણી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં