Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત સરકાર, ફાયર વિભાગ અને NDRF પર ભરોસો એટલો કે ધસમસતા પ્રવાહ...

    ગુજરાત સરકાર, ફાયર વિભાગ અને NDRF પર ભરોસો એટલો કે ધસમસતા પ્રવાહ વચ્ચે તણાતી ગાડી પર બેસીને દંપતિ કરી રહ્યું છે અલક-મલકની વાતો: સાબરકાંઠાનો વિડીયો વાયરલ

    વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ધસમસતા પૂરના પાણીમાં એક ગાડી ફસાઈ ગઈ છે. આ ગાડી પર એક દંપતી બેઠું છે. ગાડીની ચારો તરફ એટલું પાણી છે કે ભલભલા માણસના હાંજા ગગડી જાય. પાણીનો પ્રવાહ પણ એટલો છે કે આ ગાડી ગમે ત્યારે તણાઈ જાય અને આ બંને વ્યક્તિ પણ પાણીમાં ગરકાવ થઇ જાય.

    - Advertisement -

    સોશિયલ મીડિયામાં તમે અનેક દંપતીઓના વિડીયો જોયા હશે. પરંતુ હાલ સાબરકાંઠાના એક પતિ-પત્નીનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ યુગલ વિડીયોમાં એક બીજા સાથે વાત કરી રહ્યું છે, પરંતુ આ વિડીયો ખાસ એટલા માટે છે કે, આ લોકો ધસમસતા પૂરના પ્રવાહમાં ગાડી પર ફસાયા છે અને સાવ સામાન્ય જણાઈ રહ્યા છે. તેમનું આ વર્તન તેમને તેમની સરકાર, ફાયર અને NDRF જેવી ફોર્સ પરનો ભરોસો દર્શાવે છે. બીજી તરફ લોકો પણ આ વિડીયોને ધડાધડ શેર કરી રહ્યા છે અને આશ્વર્યચકિત થઈ રહ્યા છે.

    વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ધસમસતા પૂરના પાણીમાં એક ગાડી ફસાઈ ગઈ છે. આ ગાડી પર એક દંપતી બેઠું છે. ગાડીની ચારો તરફ એટલું પાણી છે કે, ભલભલા માણસના હાંજા ગગડી જાય. પાણીનો પ્રવાહ પણ એટલો છે કે આ ગાડી ગમે ત્યારે તણાઈ જાય અને આ બંને વ્યક્તિ પણ પાણીમાં ગરકાવ થઇ જાય. પરંતુ તેમ છતાં બેમાંથી એકેયના ચહેરા પર લેશમાત્ર ડર કે ચિંતા નથી. બંને જાણે પોતાના ઘરમાં બેઠા હોય એટલી હળવાશથી વાતો કરી રહ્યા છે. વચ્ચે એકાદ વાર મહિલા કિનારે ઉભેલા લોકોને હાથ હલાવીને પ્રતિક્રિયા આપતા પણ નજરે પડે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ દંપતી ઇડરના રહેવાસી છે. તેઓ વડીયાવીરથી કડીયાદરા તરફ જઈ રહ્યા હતા. તેવામાં કરોલ નદી પરના કોઝવે પર સામાન્ય પાણી દેખાતા પુરુષે ગાડી ઉતારી દીધી હતી. જોકે, અચાનક પાણીનો પ્રવાહ વધતા ગાડી તણાવા લાગી હતી. જોતજોતામાં આખી ગાડી પાણીમાં ગરકાવ થઇ ગઈ. દંપતિ જીવ બચાવવા ગાડીની રૂફ પર ચઢી ગયા હતા. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા. પ્રશાસન પણ તરત હરકતમાં આવ્યું હતું. પોલીસ, ફાયર, અને NDRF પણ રેસ્ક્યુ માટે દોડી આવ્યા.

    - Advertisement -

    કોઈએ વિડીયો બનાવ્યો ને સોશિયલ મીડિયા પર થયો વાયરલ

    બીજી તરફ આ સમગ્ર ઘટના કેમેરે કંડારાઈ ગઈ હતી. જોતજોતામાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. અનેક લોકોએ ઘટના વિશે માહિતી આપીને વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

    લોકોને વિડીયો એટલા માટે પસંદ આવી રહ્યો છે કે, ધસમતા પૂરના પ્રવાહ વચ્ચે દંપતિના ચહેરા પણ જરા પણ ચિંતા નથી દેખાઈ રહી. લોકો જોઇને જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે જીવ જોખમમાં હોવા છતાં બંને લોકો કેટલા શાંત છે.

    લોકો એક જ વાતની ચર્ચા કરી રહ્યા છે કે, આ પતિ-પત્ની આવી કપરી સ્થિતિમાં આટલા શાંત કઈ રીતે રહી શકે?

    તાત્કાલિક દંપતિનું રેસ્ક્યુ કરાવાયું, પ્રશાસનનો માન્યો આભાર

    જેવી પ્રશાસનને જાણ થઈ કે સ્થાનિક ફાયર વિભાગ સહિત પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ બંનેને સકુશળ ધસમસતા પ્રવાહમાંથી બહાર સહીસલામત કાઢી લેવામાં આવ્યા હતા. બહાર આવતાની સાથે જ દંપતિએ ફાયર વિભાગ અને પ્રશાસનનો અભાર પણ માન્યો હતો. બહાર આવ્યા બાદ તેમની પ્રાથમિક મેડિકલ તપાસ કરવામાં આવી અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં બંનેને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ પ્રશાસને જ લીધી હતી.

    શાંતિ પાછળનું કારણ પ્રશાસન પર ભરોસો

    એક તરફ લોકો ચર્ચા કરી રહ્ય છે કે આ યુગલ આટલું શાંત કઈ રીતે છે. તો તેની પાછળનું કારણ છે ગુજરાત સરકાર અને તેનું પ્રશાસન. છેલ્લા કટલાક વર્ષોમાં આવી અઢળક ઘટનાઓ ઘટી હશે કે, જેમાં ગુજરાતના અલગ-અલગ ભૂભાગ પર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોય. માત્ર પૂર જ નહીં, વાવાઝોડું અને અન્ય કુદરતી અપદાઓ સામે ગુજરાત પ્રશાસન અડીખમ ઉભું રહ્યું છે.

    તાજેતરની જ વાત કરીએ તો વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં પૂરે તારાજી સર્જી છે. પરંતુ ગુજરાત સરકાર, ગુજરાતનું ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, NDRF સહિતના વિભાગો એક્શનમાં આવ્યા હતા અને વિપરીત પરિસ્થિતિને સંભાળી લીધી હતી. તેથી સરકાર અને રેસ્ક્યૂ ટીમ પરના ભરોસાના કારણે દંપતી આટલા ભયાનક માહોલ વચ્ચે પણ સહજ અને શાંતિમય રીતે વાર્તાલાપ કરી શક્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં