Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'જુહાપુરા, જમાલપુર, પટવાશેરીમાં છે ડ્રગના મોટા ખેલાડીઓ': હોટેલોમાં ચેકિંગ માટે નીકળેલ VHPના...

    ‘જુહાપુરા, જમાલપુર, પટવાશેરીમાં છે ડ્રગના મોટા ખેલાડીઓ’: હોટેલોમાં ચેકિંગ માટે નીકળેલ VHPના હાથે લાગ્યું ડ્રગ રેકેટ, સપ્લાયર સલમાન ખાને કર્યા મોટા ખુલાસાઓ

    સલમાન ખાને કહ્યું કે તે તો નાનો પ્યાદો છે. આ ડ્રગ રેકેટમાં તો મોટા મોટા ખેલાડીઓ છે. તેણે વધુમાં જણાવ્યું કે તે ધંધો કરવા માટે આ ડ્રગ જુહાપુરા, જમાલપુર, શાહપુર અને પટવાશેરીમાંથી લાવે છે. તેણે એ પણ કહ્યું કે આ જગ્યાઓએ MD ડ્રગનો વેપાર કરતા મોટા મોટા ખેલાડીઓ છે.

    - Advertisement -

    વડોદરામાં ઈરફાન દ્વારા ખોરું નામ આપીને રૂમ રાખીને હિંદુ યુવતી સાથે કરાયેલા લવ જેહાદના કિસ્સા બાદ વિશ્વ હિન્દૂ પરિષદ (VHP), બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો રોષે ભરાયા હતા. VHP એ અલ્ટીમેટમ આપ્યું હતું કે હવે સંગઠન પોતે જ તમામ હોટેલોમાં જઈને આ બાબતે ચેકીંગ હાથ ધરશે. અમદાવાદમાં બાતમીને આધારે આમ ચેકીંગ કરવા નીકળેલ VHP, બજરંગ દળના કાર્યકરોના હાથે એક MD ડ્રગ રેકેટનો ભાંડાફોડ થયો હતો.

    અહેવાલો અનુસાર અમદાવાદમાં VHP પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતને બુધવારે સાંજના 4 વાગ્યા આસપાસ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, બિન-હિંદુ યુવક હિંદુ યુવતીને લઈને નહેરુનગર પાસેની એક હોટલમાં આવ્યો છે. બાતમી મળતા જ VHP, બજરંગ દળના કાર્યકર્તાઓ તે સ્થળે પહોંચી ગયા હતા.

    ત્યાં તેઓએ તે યુવક અને યુવતીને પકડી પાડ્યા હતા. પરંતુ યુવતી કોઈ નશામાં હોય તેમ અયોગ્ય રીતે તેમની સાથે જીભાજોડી કરવા લાગી અને મોકો જોઈને તેની સાથેનો યુવક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અને બાદમાં યુવતી એકલી હોવાથી કાર્યકર્તાઓએ તેને પણ જવા દીધી હતી. જોકે તે યુવક ત્યાંથી ભાગી જાય એ પહેલા એનો ફોન કોઈક રીતે બજરંગ દળના કાર્યકર્તાઓના હાથમાં આવી ગયો હતો.

    - Advertisement -

    થોડીવારમાં તેના નંબર પર એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ કહ્યું કે, ‘અમે માલ લેવા આવી ગયા છીએ.’ આટલું સાંભળતા જ VHP, બજરંગ દળના કાર્યકરો સમજી ગયા કે તે કોઈ નશાકારક વસ્તુની વાત કરી રહ્યો છે. આથી તેઓએ સમયસૂચકતા વાપરીને ડ્રગ રેકેટને ખુલ્લું પાડવા એક પ્લાન ઘડી કાઢ્યો.

    સૌ પહેલા તો VHP, બજરંગ દળના કાર્યકરોએ જે યુવકનો માલ લેવા માટે કોલ આવ્યો હતો તેને છટકું ગોઠવીને તેને અને તેની સાથે આવેલા અન્ય એક યુવકને પકડી પાડ્યા. બાદમાં તેના ફોનથી ડ્રગ સપ્લાયરને ફોન કરીને માલની જરૂર હોવાની વાત કરીને ડ્રગ આપવા બોલાવ્યો. ફોન ઉપર નક્કી થયું કે ડ્રગ સપ્લાયર ડ્રગ આપવા પાલડી ચારરસ્તા પાસે આવશે.

    નક્કી કરેલા સમય પહેલા VHP, બજરંગ દળના કાર્યકર્તાઓ પાલડી પહોંચી ગયા હતા અને ત્યાં ડ્રગ સપ્લાયર ને કઈ રીતે પકડવો તેની આખી ગોઠવણ કરી દીધી હતી. થોડીવાર બાદ રિક્ષામાં ડ્રગ સપ્લાયર સલમાન ખાન આવ્યો અને જે વ્યક્તિએ ફોન કર્યો હતો, તેની સાથે વાત કરતા બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તેને પકડતા તેની પાસેથી MD ડ્રગ મળી આવ્યું હતું.

    આ બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસ અને અન્ય એજન્સીના અધિકારીઓ પાલડી પાસે પહોંચી ગયા હતા. આ સંદર્ભે તપાસ કરતા પંચોને સાક્ષીની હાજરીમાં ચાર ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે આ કેસમાં એક વ્યક્તિ વોન્ટેડ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

    સલમાને કહ્યું, ‘હું નાનો પ્યાદો છું. જુહાપુરા, જમાલપુર અને પટવાશેરીમાં ડ્રગના મોટા ખેલાડીઓ છે’

    VHP, બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા MD ડ્રગના સપ્લાયર સલમાન ખાનને પહેલા પકડવામાં આવ્યો અને બાદમાં તેની પુછપરછ કરી તો તેણે ઘણી અગત્યની જાણકારીઓ આપી હતી.

    સલમાન ખાને કહ્યું કે તે તો નાનો પ્યાદો છે. આ ડ્રગ રેકેટમાં તો મોટા મોટા ખેલાડીઓ છે. તેણે વધુમાં જણાવ્યું કે તે ધંધો કરવા માટે આ ડ્રગ જુહાપુરા, જમાલપુર, શાહપુર અને પટવાશેરીમાંથી લાવે છે. તેણે એ પણ કહ્યું કે આ જગ્યાઓએ MD ડ્રગનો વેપાર કરતા મોટા મોટા ખેલાડીઓ છે.

    જયારે VHP, બજરંગ દળના કાર્યકર્તાઓએ તેને પૂછ્યું કે તે આ MD ડ્રગ કોની પાસેથી લાવે છે તો તેને જણાવ્યું હતું કે તે જુહાપુરાના રઈસ અને રજ્જબ નામના ડ્રગ સપ્લાયર પાસેથી અને પટવાશેરીના શોએબ પાસેથી આવ્યો છે. તેને એમ પણ જણાવ્યું કે શાહપુરમાં પણ મોટા ડ્રગના સપ્લાયર રહે છે.

    ‘VHP, બજરંગ દળની આ ઝુંબેશ ચાલુ જ રહેશે’- VHP પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત

    આ વિષયમાં ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં VHP પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે હિંદુ સમાજની દીકરીઓને જેહાદીઓના ચંગુલમાંથી અને લવ જેહાદની યાતનાઓથી બચાવવા માટે આ રીતે હોટેલોમાં ચેકીંગ કરવાની આ ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે.

    તેઓએ વધુમાં જણાવ્યું કે, “અમે પકડેલા MD ડ્રગના સપ્લાયર સલમાન ખાને જે જે વિસ્તારો અને જે જે લોકોના નામ આપ્યા છે, પોલીસે ગંભીરતા દાખવીને તેમની તપાસ પણ કરવી જોઈએ. જો પોલીસ એમ કરશે તો શક્ય છે કે રાજ્યવ્યાપી મોટી ડ્રગ રેકેટ પકડાઈ જાય.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં