Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમવાજિદે ઈન્સ્ટાગ્રામથી હિંદુ સગીરાને ફસાવી, મિત્રના ઘરે લઈ જઈને રેપ કર્યો, સાથે...

    વાજિદે ઈન્સ્ટાગ્રામથી હિંદુ સગીરાને ફસાવી, મિત્રના ઘરે લઈ જઈને રેપ કર્યો, સાથે ગરબા રમવા જવા ટોર્ચર કરતો: ભાયલીની ઘટના ભૂલી નથી શક્યું વડોદરા, ત્યાં હવે માંજલપુરમાંથી આવ્યો આ કેસ

    ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મકરપુરાની છે. આરોપી વાજિદશા ઈદ્રીશશા દીવાન મૂળ કરજણ પાસેના એક ગામનો રહેવાસી છે અને તે હાલ મકરપુરા મેઈન બજાર ખાતે આવેલી ESI હોસ્પિટલની બાજુમાં રહે છે. આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે હિંદુ સગીરાને ફસાવીને મિત્રતા કરી હતી.

    - Advertisement -

    વડોદરાના (Vadodara) ભાયલીમાં હિંદુ સગીરા સાથે ત્રણ મુસ્લિમ શખ્સોએ દુષ્કર્મ આચરવાનો મામલો તાજો જ છે ત્યાં હવે શહેરના માંજલપુર વિસ્તારમાં એક હિંદુ સગીરા દ્વારા પોતાની સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે એક વાજિદ દીવાન નામના ઈસમની ધરપકડ કરીને તેની સામે પોક્સો એક્ટ અને BNSની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદ છે કે વાજિદે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બાળકીને ફસાવી હતી અને તેની સાથે ફોટા પડાવવા અને ગરબા રમવા માટે પણ પ્રતાડિત કરતો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મકરપુરાની છે. આરોપી વાજિદશા ઈદ્રીશશા દીવાન મૂળ કરજણ પાસેના એક ગામનો રહેવાસી છે અને તે હાલ મકરપુરા મેઈન બજાર ખાતે આવેલી ESI હોસ્પિટલની બાજુમાં રહે છે. આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે હિંદુ સગીરાને ફસાવીને મિત્રતા કરી હતી. તે લગભગ છેલ્લા એક મહિનાથી તેની સાથે વાત કરતો હતો. દરમ્યાન ગત મહિને હિંદુ સગીરાને બે વખત મિત્રના ઘરે લઈ જઈને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

    બાળકી પોલીસ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

    આ મામલે સગીરાની માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વાજિદ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સતત તેમની દીકરીને હેરાન કરી રહ્યો હતો. નવરાત્રિ હોવાથી બાળકી માંજલપુર ખાતે ગરબા રમવા જતી તો વાજિદ ત્યાં પણ પહોંચી જતો અને બાળકીને ફોટા પડાવવા અને સાથે ગરબામાં જવા દબાણ કરતો હતો. આ મામલે પોલીસે બાળકીનું નિવેદન પણ નોંધ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જ્યારે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવી રહી હતી ત્યારે તે પોક મૂકીને રડવા માંડી હતી.

    - Advertisement -

    આ મામલે એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, પીડિત બાળકીના માતા તરફથી મળેલી ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ BNSની કલમ 64(2) (M), 87, 137 તથા પોક્સોની કલમ 4, 5 (L) અને 6 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. 24 કલાક બાદ તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

    આ પહેલાં ભાયલી રોડ પાસે ચૂંથાઈ હતી હિંદુ બાળકી

    નોંધનીય છે કે આ પહેલાં ભાયલી ખાતેથી એક ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં પણ પીડિતા સગીર વયની છે. ગત 4 ઑક્ટોબર, 2024ના રોજ 16 વર્ષની અને 11માં ધોરણમાં ભણતી હિંદુ સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સૂમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેવામાં ત્યાં અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા અને અન્ય 2 આરોપીઓ તેમને ઘેરી લે છે. થોડી હેરાનગતિ બાદ એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે જણાએ બાળકીને નજીકમાં ઢસડી જઈને તેના પર ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ ડઘાયેલા બંને બાળકોએ પોતાના પરિવારને આ વિશે જાણ કરતાં તેઓ તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યા હતા.

    આ સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જોકે તેમને ગુરુવારે (10 ઑક્ટોબર) ફરી કોર્ટમાં રજૂ કરીને વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, આખરે કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી. 2 દિવસીય રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કેસને ઘણા બધા ખુલાસા કર્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વધુ તપાસ જરૂરી હોઈ પોલીસે આગળના રિમાન્ડની માંગ કરી હતી. જેને માન્ય રાખીને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    પાંચ આરોપીઓમાંથી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા મુખ્ય આરોપીઓ છે, જેમણે પીડિતાનો ગેંગરેપ કર્યો હતો. જ્યારે બાકીના બે પણ ઘટના પહેલાં તેમની સાથે હતા અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા. તેમની ઓળખ અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદીહસન તરીકે થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં