Monday, July 1, 2024
More
    હોમપેજગુજરાતજુનવાણી બંદૂકો, ચાંદીના સૈનિકો, હાથી ને મોરલા...: ભુજની સરકારી કચેરીમાં પડેલા પટારામાંથી...

    જુનવાણી બંદૂકો, ચાંદીના સૈનિકો, હાથી ને મોરલા…: ભુજની સરકારી કચેરીમાં પડેલા પટારામાંથી મળી આવ્યો રાજાશાહી વખતનો ખજાનો

    ભુજમાં મહાદેવ ગેટ ખાતે જ્યાં ઘણા વર્ષો પહેલા મામલતદાર કચેરી હતી, ત્યાં વર્તમાન સમયમાં હોમગાર્ડ કચેરી ચલાવવામાં આવે છે. અહીં મનીષ બારોટ હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે મીડિયાને આપેલી માહિતી અનુસાર જે પટારામાંથી ખજાનો મળ્યો છે, તે પટારાનો અહીં ટેબલ તરીકે વપરાશ કરવામાં આવતો હતો.

    - Advertisement -

    અચરજ પમાડે તેવા સમાચાર કચ્છથી આવી રહ્યા છે. કચ્છના ભુજમાં હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી વખતનો ખજાનો મળી આવ્યો છે. આ ખજાનામાં લાંબા નાળચાવાળી બંદૂકોથી લઈને ચાંદી અને મિશ્ર ધાતુની અવનવી વસ્તુઓ મળી આવી છે. આ તમામ વસ્તુઓ ઘણા વર્ષોથી કચેરીમાં બંધ પડેલા એક પટારામાં હતી. અત્યાર સુધી આ પટારાનો ઉપયોગ હોમગાર્ડ યુનિટની ઓફિસમાં સામાન્ય ટેબલ તરીકે થતો હતો. હાલ આ તમામ સરસામાન તંત્ર દ્વારા કબજામાં લઈ લેવામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર, ભુજમાં મહાદેવ ગેટ ખાતે જ્યાં ઘણાં વર્ષો પહેલાં મામલતદાર કચેરી હતી, ત્યાં વર્તમાન સમયમાં હોમગાર્ડ કચેરી ચલાવવામાં આવે છે. અહીં મનીષ બારોટ હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે મીડિયાને આપેલી માહિતી અનુસાર જે પટારામાંથી ખજાનો મળ્યો છે, તે પટારાનો અહીં ટેબલ તરીકે વપરાશ કરવામાં આવતો હતો. આ પટારા પર હંમેશા એ જૂનું તાળું લાગેલું રહેતું.

    વર્ષોથી જેને ટેબલની જેમ વાપર્યો, તે પટારો નીકળ્યો ખજાનો

    મનીષ બારોટના જણાવ્યા અનુસાર બુધવારની રાત્રે (26 જૂન, 2024) ધ્યાનમાં આવ્યું હતું કે ટેબલ તરીકે વપરાતા પટારાનું તાળું તૂટેલું છે. તેમણે તાત્કાલિક પોતાની કચેરીના કર્મચારીઓને બોલાવીને વિડીયોગ્રાફી સાથે પટારો ખોલતા તેમાંથી હથિયાર સહિતની જૂની વસ્તુઓ મળી આવી હતી. જૂની વસ્તુઓ જોઇને મનીષ બારોટે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવને આ વિશે માહિતી આપી હતી. માહિતી મળતાંની સાથે જ મામલતદાર તેમજ જાગીર શાખાને આ વિષયમાં તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

    - Advertisement -

    નિર્દેશ મળતાં જ મામલતદાર ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બધાની સામે જ પટારાની તપાસ કરી તો તેમાંથી જૂનો અને કિંમતી સામાન મળી આવ્યો હતો. દાયકાઓ જૂનો સમાન જોઈ કચેરીમાં હાજર સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાદમાં આ મામલે તંત્ર દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ પટારો વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ સમયે જાગીર શાખા દ્વારા કચેરીમાં જમા કરવામાં આવ્યો હતો. તે સમયથી પટારાની અંદરની ચાંદીની જૂની વસ્તુઓ તેમની તેમ જ પડી હતી. આ કિંમતી રાજાશાહી સમયની હોવાનું માનવા આવી રહ્યું છે. હાલ આ તમામ સરસામાનને તંત્ર દ્વારા પોતાના કબજામાં લઈને સ્થળને સીલ મારી દેવામાં અવાયું છે.

    શું શું મળ્યું ખજાનામાં?

    ઉલ્લેખનીય છે કે આ કચ્છમાં મળેલા આ ખજાનામાં ચાંદી અને મિશ્ર ધાતુની અનેક કિંમતી વસ્તુઓ મળી આવી હતી. તેમાં 2 ખૂબ જૂની લાંબા નાળચાવાળી બંદૂકો, 1 ઘંટ, 4 નંગ ચાંદીના પતરાં ચઢાવેલા ઝૂલાના પાઈપ, ઝૂલાના 2 સ્તંભ અને ચાંદીના પતરાંનું સુંદર રીતે મઢેલો ઝૂલો, ચાંદીના પતરાં મઢેલા 2 હાથી, ચાંદી ચઢાવેલું જોડિયું તેમજ 2 ચાંદીની અંબાડી, ચાંદીના પતરાવાળું ચોકઠું, હાથીના મોઢાવાળી 4 આકૃતિઓ, ચાંદીના પતરાંથી મઢેલા ઢોલી, સેવક, વાદક મળીને કૂલ 8 રમકડાં,મિશ્ર ધાતુના 2 મોર, પાંખ સહિતની મિશ્ર ધાતુની ઢેલ, 7 જેટલા નાના કળશ, 12 જેટલાં સ્ટેન્ડ અને 4 શંકુ આકારના કળશનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં