Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતનકલી આધાર કાર્ડ, વિઝિટિંગ કાર્ડ પર પણ હિંદુ નામ: સુરતમાં અર્જુન સિંઘ...

    નકલી આધાર કાર્ડ, વિઝિટિંગ કાર્ડ પર પણ હિંદુ નામ: સુરતમાં અર્જુન સિંઘ બનીને વેપાર કરતા ઓઝૈર આલમની ધરપકડ, VHP કાર્યકર્તાની ફરિયાદ બાદ નોંધાઈ હતી FIR

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા નરેન્દ્ર ચૌધરીએ સુરત પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ઓઝૈર આલમ અનવર નામના શખ્સ સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    સુરત શહેરમાં હિંદુ આઈડી રાખીને વેપાર કરવા બદલ એક મુસ્લિમ યુવક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઓઝૈર આલમ નામના આ શખ્સને થોડા દિવસ પહેલાં શહેરના વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તેની દુકાનમાંથી પકડી પાડ્યો હતો. 

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા નરેન્દ્ર ચૌધરીએ સુરત પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ઓઝૈર આલમ અનવર નામના શખ્સ સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    ફરિયાદમાં VHP કાર્યકર્તાએ જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ તેમને જાણવા મળ્યું હતું કે સુરતના પુણા વિસ્તારમાં સ્થિત અવધ માર્કેટમાં એક મુસ્લિમ યુવક ખોટી ઓળખ ધારણ કરીને ‘રૂહી ફેશન’ નામની દુકાન ચલાવે છે. આ બાતમીના આધારે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ ગત 10 જુલાઈ, 2023ના રોજ માર્કેટમાં પહોંચી ગયા હતા, જ્યાં આરોપી યુવક પોતે હાજર હતો. 

    - Advertisement -

    હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ તેને પૂછતાં પોતાનું નામ અર્જુન સિંઘ જણાવ્યું હતું. તેમણે સ્ટાફની પૂછપરછ કરતાં તેમણે પણ દુકાનના માલિકનું નામ અર્જુનસિંઘ હોવાની જાણકારી આપી હતી. તેણે દુકાનનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું, જેમાં પણ અર્જુન સિંઘ નામ લખવામાં આવ્યું હતું. દરમ્યાન VHP કાર્યકર્તાઓને શંકા જતાં તેમણે યુવક પાસે ઓળખપત્ર માંગ્યું હતું, જ્યાં તેની પાસે બબ્બે આધાર કાર્ડ મળી આવ્યાં હતાં. બેમાંથી એક આધાર કાર્ડ ઉપર નામ અર્જુન સિંઘ લાભુ સિંઘ અને સરનામું પાલી, રાજસ્થાનનું લખવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક આધાર કાર્ડમાં તેની જ તસ્વીર સાથે નામ ઓઝૈર આલમ લખવામાં આવ્યું હતું અને તેની ઉપર સરનામું પશ્ચિમ ચંપારણ, બિહારનું લખેલું જોવા મળ્યું હતું. એક જ વ્યક્તિનાં બે જુદાં-જુદાં આધાર કાર્ડના કાર્યકર્તાઓએ ફોટા પાડી લીધા હતા અને પોલીસ મથકે ફરિયાદ કરી હતી. 

    ફરિયાદના આધારે પોલીસે ઓઝૈર આલમ સામે IPCની કલમ 419, 465 અને 468 હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રાથમિક પોલીસ તપાસમાં ઓઝૈરે જણાવ્યું હતું કે તેણે કોમ્પ્યુટરમાં ફોટોશોપની મદદથી અર્જુન સિંઘના નામે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. તેણે નામ બદલીને અન્ય કોઈ કૃત્યો કર્યાં છે કે કેમ તે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં