સુરત બાદ કચ્છના નખત્રાણાના એક ગામમાં ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અહીં પણ સુરતની જેમ જ કાવતરાને અંજામ આપવા માટે સગીર મુસ્લિમ બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પથ્થરમારાના કારણે ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ હતી. બીજી તરફ, મંડપથી થોડાં જ ડગલાં દૂર એક હિંદુ મંદિર પર ઇસ્લામી ઝંડો પણ ફરકાવી દેવાયો હતો. ઘટનાને લઈને ગામમાં માહોલ તણાવપૂર્ણ છે અને હાલ પોલીસે ગુનો દાખલ કરીને સાત ઇસમોની ધરપકડ કરી લીધી છે.
ઘટના નખત્રાણાના કોટડા જરોદાર ગામમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં પથ્થરમારો કરીને ગણેશજીની પ્રતિમા ખંડિત કરી નાખવામાં આવી હતી. જેના વિડીયો પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં મૂર્તિ ખંડિત થયેલી સ્પષ્ટપણે જોવા મળે છે.
સુરત બાદ હવે કચ્છના નખત્રાણામાં એ જ મોડસ ઓપરેન્ડીથી હિંદુ આસ્થા પર હુમલો
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 11, 2024
કોટડા જરોદાર ગામે પથ્થરમારો કરીને ગણેશજીની પ્રતિમા ખંડિત કરાઈ. મંડપથી થોડે જ દૂર એક મંદિર પર ફરકાવી દેવાયો લીલો ઝંડો.
પથ્થરો ફેંકનારા મુસ્લિમ સગીરો, એકનો બાપ મૌલાના.
પોલીસે ગુનો નોંધીને ત્રણ સગીરો સહિત… pic.twitter.com/Yrwl4TeqU5
વિડીયો ઉતારનાર વ્યક્તિ જણાવે છે કે પથ્થરમારો કરવાના કારણે ગણેશજીની પ્રતિમાને નુકસાન પહોંચ્યું હતું અને સૂંઢના ભાગેથી મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. વિડીયો 1૦ સપ્ટેમ્બર, 2024ના રોજ ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વિડીયોમાં તેઓ પોલીસ પર પણ આરોપ લગાવે છે અને કહે છે કે, તેમણે ‘ભાઈચારો’ નિભાવતાં પહેલાં કોઇ કાર્યવાહી કરી ન હતી અને 2 દિવસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી હતી.
અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક મંદિર ઉપર લીલા રંગનો ઝંડો પણ જોવા મળે છે. આ કારસ્તાન પર મુસ્લિમ યુવકોનું હોવાનું સામે આવ્યું છે. જ્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યાંથી આ મંદિર થોડાં જ ડગલાં દૂર છે. અહીં ધજાના સ્થાને લીલો ઝંડો લગાવી દેવામાં આવ્યો હતો.
7ની અટકાયત, ત્રણ સગીરો
ઘટના સામે આવ્યા બાદ નખત્રાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને કુલ 7ની અટકાયત કરી લીધી છે. જેમાંથી 3 મુસ્લિમ બાળકો છે, જેમણે પથ્થર ફેંક્યા હતા અને બાકીના 4 વયસ્કો છે. જેમાંથી અમુક મંદિર પર ઝંડા લગાવવામાં પણ સામેલ હતા. પોલીસે આ તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યા અનુસાર, પકડાયેલાં મુસ્લિમ બાળકોમાંથી એકનો બાપ મૌલાના છે. તેની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ મૌલાના ગુલામ હુસૈન જાફર, આસિફ સુમરા પઢિયાર, સાહિલ રમજાન અને હનીફ જુસન તરીકે થઈ છે.
કચ્છ-પૂર્વ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન પોલીસ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, “મૂર્તિ ખંડિત થઈ હતી તેમાં ત્રણ સગીર બાળકો સામેલ હતાં. ત્રણેય બાળકો અને સાથે ચાર લોકો, જેઓ બાજુમાં મંદિરમાં ઝંડો લગાવવામાં પણ સામેલ હતા, આ સાતેયને પોલીસે પકડી લીધા છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં શાંતિ છે. હાલ કાર્યવાહી ચાલી રહી છે.”
કચ્છમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારાને લઈ સાગર બાગમારનું નિવેદન… #kutch #gaanpatifestival #Enemies @SP_EastKutch@sanghaviharsh @GujaratPolice @SagarBagmar#Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/TZQveQ92qW
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) September 11, 2024
તેમણે આગળ જણાવ્યું કે, “ત્રણ બાળકો સામેલ હતાં, તેમાંથી એકનો પિતા મૌલાના છે, જેની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે, તેમાંથી જે વિગતો મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
સુરતમાં પણ સગીર મુસ્લિમોએ જ કર્યો હતો ગણેશજીના મંડપ પર પથ્થરમારો
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતના વરિયાળી બજાર વિસ્તારમાં પણ એક ગણેશજીના મંડપ પર પથ્થરમારો થયો હતો. આ મામલે સગીર મુસ્લિમ બાળકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેમણે એક રિક્ષામાં આવીને મંડપ પર પથ્થરો ફેંક્યા હતા. જેના કારણે પછીથી હજારો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ પણ મુસ્લિમ વિસ્તારોમાંથી પથ્થર ફેંકાયા હતા અને પોલીસ પર પણ હુમલો થયો હતો.
આ મામલે પોલીસે કુલ 27 આરોપીઓ અને સગીરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ, નજીકના સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યાં હતાં. સુરતની જેમ જ કચ્છમાં પણ એક જ મોડસ ઓપરેન્ડીથી ગણેશજીની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.