Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘આપણે દરગાહ બચાવવાની છે’: સોમનાથમાં બુલડોઝર પહોંચ્યાં તો કોંગ્રેસી MLAએ મુસ્લિમોને કહ્યું-...

    ‘આપણે દરગાહ બચાવવાની છે’: સોમનાથમાં બુલડોઝર પહોંચ્યાં તો કોંગ્રેસી MLAએ મુસ્લિમોને કહ્યું- મોબાઇલ ચાલુ કરીને રસ્તા પર સૂઈ જજો; અમિત ચાવડાને પણ કાર્યવાહીથી તકલીફ

    સોમનાથની આ મેગા ડિમોલિશન ડ્રાઈવથી કોંગ્રેસ નેતાઓને પેટમાં તેલ રેડાયું છે. વિમલ ચુડાસમાં એ લોકોને બુલડોઝર આગળ સૂઈ જવા માટે કહ્યું તો અમિત ચાવડાએ કાર્યવાહીને ગેરકાયદેસર ઠેરવવાનો પ્રયાસ કર્યો.

    - Advertisement -

    તાજેતરમાં જ ગુજરાત સરકારે પવિત્ર ભૂમિ સોમનાથમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવીને કરોડો રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવી. અહીં મસ્જિદો, દરગાહો સહિતના મઝહબી બાંધકામો કરીને સરકારી જમીન કબજે કરી લેવામાં આવી હતી. લગભગ એક મહિનાના ઊંડા સરવે બાદ કાયદેસર રીતે આ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ સોમનાથની આ મેગા ડિમોલિશન ડ્રાઈવથી કોંગ્રેસ નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. વૉટબેન્કના રાજકારણ કે પછી બીજા અન્ય કોઈ પણ કારણોસર તેઓ આ ડિમોલિશનનો વિરોધ કરી રહ્યા છે અને સરકારી જમીન ખાલી કરાવનાર તંત્રને જ દોષ આપી રહ્યા છે.

    સોમનાથની મેગા ડિમોલિશન ડ્રાઈવથી કોંગ્રેસ નેતાઓએ પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ ધારાસભ્ય અમિત ચાવડાએ આ કાર્યવાહી વિરુદ્ધ તેમના X હેન્ડલ પર પોસ્ટ કરી હતી. તેમણે કાયદેસરની કાર્યવાહીને’ ગેરકાનૂની’ ઠેરવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા લખ્યું કે, “વિકાસના નામે બુલડોઝરની રાજનીતિ દુર્ભાગ્યપૂર્ણ છે. વેરાવળમાં સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં શાસકો દ્વારા ધાર્મિક સ્થાનો, ઘરો પર બુલડોઝર ચલાવીને ડર-ભયનું શાસન પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાસકો દ્વારા સંવિધાનને તાર-તાર કરીને મનમાની કરવામાં આવી રહી છે.”

    અહીં નોંધવું જોઈએ કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અને વર્તમાન કાર્યવાહીને કશું જ લાગતું વળગતું નથી. અમિત ચાવડા જે બંધારણનો હવાલો આપીને અન્યાય-અત્યાચાર થયો હોવાના રોદણાં રડી રહ્યા છે, તે બંધારણના નિયમાનુસાર જ ધારાધોરણો મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ઘણાં વર્ષોથી કરોડો રૂપિયાની સરકારી જમીનો પર પાકાં બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યાં હતાં. પ્રશાસન પોતે જણાવી રહ્યું છે કે તેમણે એક મહિનાથી વધુના સમય સુધી તો માત્ર સરવે જ કર્યો અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ. આ કાર્યવાહી પણ કાયદાકીય જોગવાઈઓ અનુસાર જ કરવામાં આવી છે. અહીં સ્પષ્ટપણે કોંગ્રેસ નેતા અમિત ચાવડા જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.

    - Advertisement -

    બીજું, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જે ટિપ્પણી કરી હતી તેને પણ આ કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી. કોર્ટ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનાં બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવે છે તે મામલે સુનાવણી કરી રહી છે. જ્યારે નિયમો અનુસાર, જ્યાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોય ત્યાં કાયદા અનુસાર તંત્ર કે સરકાર કાર્યવાહી કરી જ શકે છે.

    કોંગ્રેસી MLA વિમલ ચુડાસમાએ મુસ્લિમોને કહ્યું- બુલડોઝર આવે તો મોબાઈલ લઈને સૂઈ જજો

    કોંગ્રેસના આવા જ એક નેતા છે, વિમલ ચુડાસમા. તેઓ અમિત ચાવડા કરતા એક ડગલું આગળ નીકળી ગયા. કોંગ્રેસી MLA વિમલ ચુડાસમા ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવેલા મઝહબી બાંધકામ હટાવવાની કાર્યવાહીથી નારાજ મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે રાત્રે જ પહોંચી ગયા હતા. તેમણે તેમને વધુ ઉશ્કેરવાનો પ્રયાસ કરતાં હાજર લોકોને કહ્યું કે, “આપણી પાસે એક જ લડાઈ છે, કોઈ પણ બુલડોઝર લઈને આવે ત્યારે પોતાનો મોબાઈલ ચાલુ કરીને જ્યાં પાડવા આવે ત્યાં સામે બધાએ સૂઈ જવાનું.” તેમની આ વાત સાંભળીને હાજર મુસ્લિમ સમુદાયના લોકોએ ચિચિયારીઓ કરી મૂકી અને તાળીઓના ગડગડાટ સાથે તેમની વાત વધાવી લીધી.

    તેમણે કહ્યું કે, મંદિર હોય, મસ્જિદ હોય કે દરગાહ હોય….આ લોકોને તે શું નડે છે? આ રસ્તાની બાજુ પર છે. વર્ષોથી અહીં છે. તેઓ આગળ ગાંધીચીંધ્યા માર્ગે લડાઈ લડવાની વાત કરે છે, પણ સાથે મોબાઇલ ચાલુ કરીને સૂઈ જવા પણ કહે છે અને કહે છે કે, સૂતેલા લોકો પર બુલડોઝર ફેરવવાનો કોઈને અધિકાર નથી. 

    આગળ તેઓ કહે છે કે, “આપણે શું બચાવવાનું છે?” તો સામેથી ટોળું ‘દરગાહ..’ જવાબ આપતું સંભળાય છે. ત્યારબાદ તેઓ પણ કહે છે કે, આપણે દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનાં છે.

    તેઓ આગળ હિંદુઓને પણ ઉલ્લેખીને કહે છે કે તેઓ પણ મુસ્લિમો સાથે ડિમોલિશન કાર્યવાહીના વિરોધમાં જોડાય અને દાવો કરે છે કે આજે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું તો કાલે મંદિર પણ તોડવામાં આવશે. પરંતુ હકીકત એ છે કે હિંદુઓએ મંદિરો ગેરકાયદેસર જમીન પર તાણી બાંધ્યાં નથી. વિડીયોમાં તેઓ ‘હિંદુ-મુસ્લિમ ભાઈચારા’ની પણ વાત કરતા સંભળાય છે. 

    લોકોને ભડકાવવા મામલે વિમલ ચુડાસમા કુખ્યાત

    જોકે વિમલ ચુડાસમાએ પ્રથમવાર આવી કોઈ વાત નથી કરી કે જેમાં તેમણે કાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલાં સોમનાથમાં ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી ત્યારે પણ તેમણે એક વિશાળ જનસમૂહને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે સોમનાથ મંદિરના મુખ્ય રસ્તા અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને વિમલ ચુડાસમાએ પ્રશાસનને ‘રિવર્સમાં’ નખાવી દેવાની ધમકી આપી હતી.

    કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી સમાજના સમૂહ લગ્નમાં જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, “જે ડિમોલિશનની વાત થઇ છે અને કહ્યું છે કે તમને બીજી જગ્યા આપશું એમાં કશો વાંધો નથી. મેં કાલે જ સાંજે કીધું હતું કે જો તમને કોઈ જબરદસ્તી કરે તો મને 7 વાગે ફોન કરજો, તમારો વિમલ સવારે સાત વાગે ઉભો રહેશે. જે અધિકારી હોય, બુલડોઝર હોય કે જે કોઈ CRF કે SRP હોય એને એક વાર ‘રિવર્સમાં’ ના મોકલું તો મારું નામ વિમલ નહીં.” જોકે તેમણે અહીં CRF કોને ઉલ્લેખીને કહ્યું છે તે સ્પષ્ટ નથી થઇ શક્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં