Thursday, March 27, 2025
More
    હોમપેજરાજકારણઅનામત વિશેના રાહુલ ગાંધીના નિવેદનનો ગુજરાતમાં વિરોધ, અમદાવાદમાં યોજાઈ રેલી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

    અનામત વિશેના રાહુલ ગાંધીના નિવેદનનો ગુજરાતમાં વિરોધ, અમદાવાદમાં યોજાઈ રેલી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા

    આ રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ ગોરધન ઝડફિયા સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. સુભાષ બ્રિજ ખાતે આ નેતાઓ હાથ પર કાળી પટ્ટી લગાવીને વિરોધ કરતા નજરે પડ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના અમેરિકા પ્રવાસ (US Visit) દરમિયાન અમુક ટિપ્પણીઓ કરી હતી, જેને લઈને ભારતમાં સતત તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનામતને (Reservation) લઈને તેમણે કરેલી ટિપ્પણીઓના વિરોધમાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) ગુજરાતમાં પણ પ્રદર્શનો થયાં હતાં અને તેમાં સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ભાજપ દ્વારા ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી સુભાષ બ્રિજ સુધી પદયાત્રા આયોજિત કરવામાં આવી હતી. ‘અનામત વિરોધી કોંગ્રેસ…દેશ વિરોધી કોંગ્રેસ’ના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી આ રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ ગોરધન ઝડફિયા સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. સુભાષ બ્રિજ ખાતે આ નેતાઓ હાથ પર કાળી પટ્ટી લગાવીને વિરોધ કરતા નજરે પડ્યા હતા.

    શાનો છે આખો વિવાદ?

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં જ્યારે સ્થિતિ સમાન થઈ જશે ત્યારે અમે અનામત હટાવવા અંગે વિચારીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, “આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળતી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ અને તેમાં મને આદિવાસીઓ અને દલિતોનાં નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો.”

    - Advertisement -

    બસ રાહુલ ગાંધીના આ જ અનામત હટાવવા અંગેના નિવેદન બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશમાં લગભગ દરેક જગ્યાએ આ વિરોધની જ્વાળા જોવા મળી રહી છે. ત્યારે શુક્રવારે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના ફોટા અને “કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો” તેમજ “SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે” જેવાં સૂત્રો લખેલાં બેનરો સાથે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં