Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાત4 હજારથી વધુ જવાનો રહેશે ખડેપગે, વધારાની AMTS-BRTS બસ દોડાવાશે: વર્લ્ડ કપ...

    4 હજારથી વધુ જવાનો રહેશે ખડેપગે, વધારાની AMTS-BRTS બસ દોડાવાશે: વર્લ્ડ કપ ફાઈનલ માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક

    રાજ્ય સરકાર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જેની પરથી એ પણ નક્કી થઈ ગયું છે કે મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. તેમની સાથે ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચાર્ડ માર્લ્સ પણ સ્ટેડિયમમાં બેસીને મેચ જોશે.

    - Advertisement -

    આગામી રવિવારે (19 નવેમ્બર, 2023) યોજાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટની સમીક્ષા કરી હતી. 

    રાજ્ય સરકાર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જેની પરથી એ પણ નક્કી થઈ ગયું છે કે મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. તેમની સાથે ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચાર્ડ માર્લ્સ પણ સ્ટેડિયમમાં બેસીને મેચ જોશે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બનીઝને પણ મેચ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પરંતુ તેઓ આવી શકે તેમ ન હોઈ તેમના ડેપ્યુટી અમદાવાદ આવશે.

    સરકાર અનુસાર, મુખ્યમંત્રીએ સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકો અને VVIPને અવરજવરમાં કોઇ તકલીફ ન પડે તે માટે પૂરતું ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે સૂચના આપી છે અને જરૂર જણાય તો રૂટ ડાયવર્ઝન માટે પણ કહેવામાં આવ્યું છે. મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો સીએમને બેઠકમાં આપવામાં આવી હતી. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે મેચના દિવસે BRTSની રૂટીન બસ 45 અને એકસ્ટ્રા 46 એમ કુલ 91 બસ ઉપલબ્ધ રહેશે. જ્યારે AMTS દ્વારા કુલ 119 બસ વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. 

    સીએમ પટેલે અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી. આ ઉપરાંત, મેચ શરૂ થતાં પહેલાં અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

    DGP વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે બેય ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત 4,500થી વધુ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રાખવામાં આવશે તેની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. આ સિવાય, કેન્દ્ર સરકારના મંત્રીઓ, અન્ય રાજ્યના મુખ્યમંત્રીએ સહિત મેચ જોવા આવનારા VVIPની સુરક્ષાને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ આગામી 19 નવેમ્બરે અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે તો સ્ટેડિયમમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, વિશેષ એર શો માટેની તૈયારીઓ પણ પુરજોશથી ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં