Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી, સરકારનું નોટિફિકેશન રદ...

    ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી, સરકારનું નોટિફિકેશન રદ કરવાની માંગ

    અરજીમાં 22 ડિસેમ્બર, 2023ના રોજ ગુજરાત સરકારના આબકારી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું નોટિફિકેશન પરત ખેંચવાની માંગ કરી છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું કે દારૂબંધી જરૂરી છે માત્ર GIFT સિટીમાં જ નિયમો હળવા કરવા એ મોનોપૉલી છે. 

    - Advertisement -

    ગાંધીનગર સ્થિત ગુજરત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (GIFT સિટી)માં ગુજરાત સરકારે આપેલી દારૂની છૂટનો મુદ્દો હાલ ફરી ચર્ચામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર નજીકના ભવિષ્યમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. 

    ગીર-સોમનાથના ઈરફાન ભગાણી નામના એક વ્યક્તિએ આ અરજી દાખલ કરીને 22 ડિસેમ્બર, 2023ના રોજ ગુજરાત સરકારના આબકારી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું નોટિફિકેશન પરત ખેંચવાની માંગ કરી છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું કે દારૂબંધી જરૂરી છે માત્ર GIFT સિટીમાં જ નિયમો હળવા કરવા એ મોનોપૉલી છે. 

    અરજીમાં દલીલો કરવામાં આવી કે, NCRBના ડેટા જણાવે છે કે જે રાજ્યમાં દારૂબંધી નથી ત્યાં ગુનાઓનું પ્રમાણ પણ વધુ છે. જ્યાં દારૂબંધી કરવામાં આવી છે તે રાજ્યોની સરખામણીએ જ્યાં છૂટ છે તે રાજ્યોમાં દારૂના કારણે અકસ્માતો પણ વધુ થાય છે અને રેપ જેવા મહિલાઓ પર થતા અત્યાચારો અને ગુનાઓ પણ વધુ બને છે તેવી પણ અરજીમાં દલીલ કરવામાં આવી. 

    - Advertisement -

    અરજીમાં સરકાર પર આરોપો લગાવીને કહેવામાં આવ્યું છે કે, GIFT સિટીમાં દારૂ પર છૂટ આપવાનો સરકારનો નિર્ણય શ્રીમંત અને વગદાર વર્ગને લાભ પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે અને વિસ્તારમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ ઉંચે જાય તે માટે આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. 

    અરજીમાં દલીલ કરવામાં આવી કે જો સરકાર ખરેખર પછાત વર્ગના લાભ માટે વિચારતી હોય તો આદિવાસી વિસ્તારોમાં આ નિયમો હળવા કરવા જોઈએ, જ્યાં મહુડાનાં ઝાડ ઉછેરવામાં આવે છે. પરંતુ જો બાકીના વિસ્તારના લોકોને કોઇ લાભ ન હોય અને માત્ર GIFT સિટીમાં જ તે નિયમ અમલમાં મૂકવામાં આવે તો તે મોનોપૉલી (એકાધિકાર) છે. તેના કરતાં શ્રેષ્ઠ એ જ છે કે આખા રાજ્યમાં જ પ્રતિબંધ હોય.

    અરજીમાં દારૂ પર છૂટ આપવાના નિર્ણયને અત્યંત ગંભીર ગણાવીને દલીલ કરવામાં આવી કે GIFT સિટીમાં સામાન્ય જનતાનાં કોઇ હિત નથી અને માત્ર મોટા રાજકીય વગદાર માણસોને જ તેની સાથે સંબંધ છે. અરજીમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં કોર્ટ સુનાવણી હાથ ધરી શકે છે. 

    નોંધવું જોઈએ કે ગત 22 ડિસેમ્બરના રોજ ગુજરાત સરકારે એક આદેશમાં ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં દારૂની છૂટ આપતો નિર્ણય જાહેર કર્યો હતો. આ માટે હોટેલ-ક્લબ વગેરેને સ્પેશિયલ પરમિટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નિર્ણય જાહેર થયા બાદ આ પરમિટ આપવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં