Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતહવેથી ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, સરકારે જાહેર કર્યો આદેશ: કર્મચારીઓ...

    હવેથી ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, સરકારે જાહેર કર્યો આદેશ: કર્મચારીઓ અને માલિકોને અપાશે લિકર એક્સેસ પરમિટ

    આ આખી પ્રક્રિયામાં એફએલ 3 મેળવનાર એકમોએ ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગને લિકરના આયાત, સંગ્રહ તેમજ પીરસેલા લિકર અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ તમામ પ્રક્રિયાઓ આબકારી વિભાગની દેખરેખ હેઠળ થશે.

    - Advertisement -

    ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી (GIFT City) ખાતે લિકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય મુજબ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ગિફ્ટ સીટીની મુલાકાતે આવનારા લોકોને દારૂના સેવનની મંજૂરી આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતો આ આદેશ શુક્રવારે (22 ડિસેમ્બર) જાહેર કરવામાં આવ્યો હતો.

    આ અંગે ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા અખબારી યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ગિફ્ટ સીટીમાં કામ કરતા કાયમી કર્મચારીઓ ઉપરાંત માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. પત્ર મુજબ ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસિલિટી આપતી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને મુલાકાત લેતા મુલાકાતીઓ લિકર સેવન કરી શકશે. આ સિવાય, દરેક કંપની જેને અધિકૃત કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.

    પ્રેસનોટમાં જણાવ્યા મુજબ, ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે ‘એફએલ 3’ પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાત લેતા મુલાકાતીઓને હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લિકરનું સેવન કરી શખશે, પરંતુ તેઓ દારૂનું વેચાણ નહીં કરી શકે તેવો પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ આખી પ્રક્રિયામાં એફએલ 3 મેળવનાર એકમોએ ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગને લિકર આયાત, સંગ્રહ તેમજ પીરસેલા લિકર અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ તમામ પ્રક્રિયાઓ આબકારી વિભાગની દેખરેખ હેઠળ થશે.

    સરકારે અખબારી યાદીમાં જણાવ્યું કે, “GIFT સિટી એ ગ્લોબલ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજીનું અબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં