Thursday, November 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં મુસ્લિમ શખ્સ 'ગરબે રમતા' ઝડપાયો હોવાનો હિંદુ સંગઠનનો દાવો, પોલીસે ઑપઇન્ડિયાને...

    વડોદરામાં મુસ્લિમ શખ્સ ‘ગરબે રમતા’ ઝડપાયો હોવાનો હિંદુ સંગઠનનો દાવો, પોલીસે ઑપઇન્ડિયાને કહ્યું- બહાર ઊભો હતો, VHP- આરોપીને છાવરી રહી છે પોલીસ, રજૂ કરે CCTV

    વિશ્વ હિંદુ પરિષદ વડોદરાના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ ઑપઇન્ડિયાને કહ્યું કે, પોલીસ તે આરોપીને બચાવવા માટેના પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, "પોલીસનું કહેવું એવું હોય કે, આરોપી બહારથી મળી આવ્યો હતો તો પોલીસ આવા તત્વોને છાવરી રહી છે."

    - Advertisement -

    દેશભરમાં નવરાત્રિની (Navratri) રમઝટ બોલી રહી છે. ખાસ તો ગુજરાતના તમામ શહેરોમાં હિંદુઓ ગરબે રમીને માતાજીની આરાધના કરતાં જોવા મળે છે. પરંતુ, ઘણીવાર એવા સમાચાર પણ સામે આવે છે કે, ગરબા (Garba) પંડાલમાં કોઈ મુસ્લિમ શખ્સ ઘૂસી ગયો હોય. આવી જ એક ખબર વડોદરાથી (Vadodara) સામે આવી. હિંદુ સંગઠનોનો દાવો છે કે, વડોદરામાં એક ગરબા પંડાલમાંથી મુસ્લિમ શખ્સને (Muslim) ગરબે રમતો ઝડપવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જોકે, પોલીસ (Vadodara Police) એવું કહી રહી છે કે, આરોપી ગરબા પંડાલની બહાર ઊભો હતો.

    આ સમગ્ર ઘટના વિશેની માહિતી માટે ઑપઇન્ડિયાએ હિંદુ સંગઠન અને પોલીસ અધિકારી સાથે સંવાદ કર્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ મુસ્લિમ શખ્સને ઝડપ્યો હોવાની ઘટના વિશેની વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના શનિવાર (5 ઑક્ટોબર) વડોદરામાં આવેલા લક્ષ્મીપુરા વિસ્તારમાં બની હતી. હિંદુ સંગઠન અનુસાર, રાની કરીને એક ભૂતપૂર્વ કાઉન્સેલરે આ ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમના આયોજકે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળને આરતી માટેનું આમંત્રણ આપ્યું હતું.

    હિંદુ સંગઠને વધુમાં જણાવ્યું કે, આમંત્રણને સ્વીકારીને વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબા પંડાલમાં ગયા હતા અને તેમની શરત મુજબ તેમણે ત્યાં ચેકિંગ પણ હાથ ધર્યું હતું. પ્રજાપતિએ વધુમાં જણાવતા કહ્યું કે, “અમે ચેકિંગ કરતાં હતા તે દરમિયાન ત્યાં એક મુસ્લિમ શખ્સ ઝડપાયો અને તેને પકડીને અમે પોલીસને સોંપી દીધો હતો.” સંગઠને કહ્યું કે, તેની દાઢીના કારણે તેની ઓળખ શક્ય બની હતી અને આરોપીને એક વખત કોઈએ ના પાડી હોવા છતાં તે ફરી વાર આવ્યો હતો અને ગરબા રમી રહ્યો હતો. હિંદુ સંગઠનનો દાવો છે કે, તે એક હિંદુ છોકરી સાથે આવ્યો હતો અને ગરબા પણ રમી રહ્યો હતો.

    - Advertisement -

    આ સાથે જ વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રીએ ઑપઇન્ડિયાના માધ્યમથી ગરબા આયોજકોને પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “નવરાત્રિ એ માત્ર મનોરંજન નથી. તે આપણી આરાધનાનું પર્વ છે અને અનુષ્ઠાનનું પર્વ છે. ગરબો પણ ભક્તિ અને બ્રહ્માંડનું પ્રતિક છે. તેથી ગરબામાં માત્ર સનાતન સંસ્કૃતિને માનનારા લોકોનો જ પ્રવેશ થવો જોઈએ, અન્ય લોકોને તેમાં પ્રવેશવા દેવા ન જોઈએ.” આ સાથે તેમણે આયોજકોને ટકોર કરી હતી કે, એક ધાર્મિક અનુષ્ઠાનને તેઓ ફેસ્ટિવલ અને મનોરંજનનું સાધન ન બનાવે.

    પોલીસે હિંદુ સંગઠનોના આરોપ નકાર્યા, VHPએ કહ્યું- CCTV રજૂ કરે પોલીસ

    બીજી તરફ આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PI ડીએમ ચૌધરી સાથે પણ વાત કરી. મહિલા પોલીસ અધિકારીએ હિંદુ સંગઠનોના આરોપોને નકારી દીધા હતા. પોલીસે કહ્યું કે, ઝડપાયેલો મુસ્લિમ શખ્સ ગરબા પંડાલની બહાર રસ્તા પર ઊભો હતો અને ગરબા જોઈ રહ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે તેના ફોનની તપાસ કરી હતી અને કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળી આવતા તેને માફીપત્ર લખીને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જોકે, હિંદુ સંગઠને પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ આરોપીને છાવરી રહ્યા છે.

    વિશ્વ હિંદુ પરિષદ વડોદરાના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ ઑપઇન્ડિયાને કહ્યું કે, પોલીસ તે આરોપીને બચાવવા માટેના પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, “પોલીસનું કહેવું એવું હોય કે, આરોપી બહારથી મળી આવ્યો હતો તો પોલીસ આવા તત્વોને છાવરી રહી છે એવું મારુ માનવું છે. હું પોતે ઘટનાસ્થળે હાજર હતો. આરોપીની સાથે ભણતી હિંદુ છોકરીની ઓળખાણ દ્વારા તે ગરબામાં આવ્યો હતો અને ગરબા રમતો પણ હતો. અમે અંદરથી તેને બહાર કાઢ્યો છે. ફક્ત અંદર કોઈપણ જાતનો હોબાળો ન થાય અને ગરબામાં ખલેલ ન પહોંચે તે માટે અમે તેને શાંતિપૂર્વક બહાર લાવી પૂછપરછ કરી હતી. તો તેનો અર્થ એ નથી કે, તે બહાર હતો.”

    પ્રજાપતિએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, “પોલીસ આવા લોકોને છાવરવાનું બંધ કરે અને લોકોને સુરક્ષા પૂરી પાડે.” આ ઉપરાંત પોલીસે માફીપત્ર લખાવ્યો હોવાની ઘટના સાથે હિંદુ સંગઠને પણ સહમતી દર્શાવી હતી અને કહ્યું હતું કે, માફીપત્ર લખાવીને બાહેંધરી લેવામાં આવે કે, હવે ભવિષ્યમાં તેઓ ગરબામાં નહીં જાય તો તેમને મુક્ત કરવા જોઈએ. આ ઉપરાંત તેમણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “જો પોલીસે આરોપીને બહારથી જ ઝડપ્યો હોય તો તે ઘટનાના CCTV રજૂ કરે. હું સ્પષ્ટ નિવેદન આપું છું, વિશ્વ હિંદુ પરિષદ સ્પષ્ટ કહે છે કે, તે આરોપી ગરબા રમી પણ રહ્યો હતો. પોલીસ તેને છાવરી રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં