Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતમુફ્તી સલમાન અઝહરીની ફરી ધરપકડ, મોડાસા પોલીસે પકડીને કોર્ટમાં રજૂ કરતાં 5...

    મુફ્તી સલમાન અઝહરીની ફરી ધરપકડ, મોડાસા પોલીસે પકડીને કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર: ભડકાઉ ભાષણથી લઈને ફન્ડિંગ સુધીની તપાસ થશે

    મોડાસા પોલીસે અઝહરીની ધરપકડ કરી લીધી છે અને તેને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. હવે જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને તેને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    - Advertisement -

    ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાતમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરતા મુફ્તી સલમાન અઝહરીની ફરી ધરપકડ કરી લેવામાં આવી છે. કચ્છની ભચાઉ કોર્ટે તેને જામીન આપ્યા બાદ 24 કલાકમાં જ મોડાસા પોલીસે તેની ધરપકડ કરી છે. તેની સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે આ કાર્યવાહી કરવામાં આવી. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

    કચ્છમાં જામીન મળતાંની સાથે જ મોડાસા પોલીસે કાર્યવાહી હાથ ધરી લીધી હતી અને કચ્છ પોલીસ પાસેથી મુફ્તી સલમાન અઝહરીનો કબજો લઈ લીધો હતો. અરવલ્લી પોલીસે અઝહરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

    પોલીસે કોર્ટ સમક્ષ અલગ-અલગ 10 જેટલા મુદ્દાઓ રજૂ કરીને મુફ્તી અઝહરીના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ભડકાઉ ભાષણ ઉપરાંત મુફ્તીના ટ્રસ્ટના ફન્ડિંગ વગેરે વિષયોને લઈને પણ તપાસ કરશે. ફરી તેને 17 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

    - Advertisement -

    24 ડિસેમ્બરે મોડાસામાં કર્યું હતું ભડકાઉ ભાષણ

    મુફ્તી સલમાન અઝહરીએ ગત 24 ડિસેમ્બર, 2023ના રોજ મોડાસામાં એક ભાષણ આપ્યું હતું, જેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેની વિરુદ્ધ એટ્રોસિટીની પણ કલમ ઉમેરવામાં આવી છે. પોલીસ સ્વયં ફરિયાદી બની હતી અને આરોપીઓમાં આયોજક ઈશાક નામના શખ્સનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે FIR નોંધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પહેલાં જૂનાગઢ અને કચ્છમાં તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ કોર્ટે તેને જામીન આપ્યા બાદ કચ્છ પોલીસે તેની ધરપકડ કરી હતી અને ભચાઉ કોર્ટમાં હાજર કર્યો હતો. ભચાઉ કોર્ટે રવિવારે (11 ફેબ્રુઆરી) તેના શરતી જામીન મંજૂર કર્યા હતા. જે બાદ હવે અરવલ્લી પોલીસ તેને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી છે. હવે અઝહરીને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    મુફ્તી અઝહરીનું ભડકાઉ ભાષણ અને સંપૂર્ણ કેસ 

    મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરી, 2024ના રોજ જૂનાગઢમાં એક ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે સંજ્ઞાન લઈને જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    ગુનો દાખલ થયા બાદ ગુજરાત ATS મુફ્તીની ધરપકડ માટે મુંબઈ પહોંચી હતી અને ઘાટકોપર સ્થિત તેના ઘરેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યાંથી જૂનાગઢ લાવીને રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ફરી રજૂ કરવામાં આવતાં કોર્ટે જામીન આપ્યા હતા. જોકે તે દરમિયાન તેની વિરુદ્ધ કચ્છમાં ગુનો નોંધાઇ ચૂક્યો હોવાથી કચ્છ પોલીસ તેને પકડીને લઇ ગઈ હતી. ભચાઉ કોર્ટે પણ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે હવે મોડાસામાં પણ તેની વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો હતો, તેથી મોડાસા પોલીસે તેની ધરપકડ કરી છે.

    બીજી તરફ, ગુજરાત ATS તેનાં ટ્રસ્ટથી માંડીને તેને ભંડોળ ક્યાંથી મળે છે અને કોઇ આતંકવાદી કનેક્શન છે કે કેમ તે બાબતની તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં