Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમકચ્છની હિંદુ યુવતી બની લવ જેહાદનો શિકાર: ઓનલાઈન ગેઇમમાં મળેલો ‘જીગર’ નીકળ્યો...

    કચ્છની હિંદુ યુવતી બની લવ જેહાદનો શિકાર: ઓનલાઈન ગેઇમમાં મળેલો ‘જીગર’ નીકળ્યો જિયાદ, ભાંડો ફૂટતાં ધર્માંતરણ માટે દબાણ કર્યું હોવાની ફરિયાદ

    ઘટના બાદ પીડિતાએ તેને લગ્ન કરવા દબાણ કરતા અંતે તેણે પોતે જ ભાંડો ફોડી દીધો હતો. આરોપીએ તેને કહ્યું હતું કે તે જીગર નથી પરંતુ જિયાદ ઊર્ફે સમીર લતીફ શેખ છે અને પુણેના કાલથણનો રહેવાસી છે.

    - Advertisement -

    કચ્છના ભુજમાં એક હિંદુ યુવતી લવ જેહાદનો શિકાર બની હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપ છે કે જિયાદ નામના મહારાષ્ટ્રના પુણેના એક મુસ્લિમ યુવકે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર ‘જીગર’ બનીને હિંદુ યુવતીને ફસાવી હતી. આરોપ તેવો પણ છે કે તેણે યુવતી પર 2 વાર બળાત્કાર પણ ગુજાર્યો હતો. હાલ કચ્છ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ માંડવી તાલુકાના એક ગામનો હિંદુ પરિવાર વર્ષોથી મુંબઈ ખાતે રહેતો હતો. લગભગ ત્રણ વર્ષ અગાઉ પરિવારની દીકરી ઓનલાઈન મોબાઈલ ગેઇમ મારફતે જીગર’ નામની આઈડી ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને સામાન્ય રીતે સાથે ગેમ રમતા થયાં. થોડા સમય બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. સોશિયલ મીડિયા અકાઉન્ટ મારફતે આરોપી જિયાદ ઉર્ફે જીગર પોતે મંદિરમાં હોય અને ભગવાનમાં આસ્થા ધરાવતો હોય તેવા અનેક ફોટા યુવતીને મોકલતો રહેતો.

    બળાત્કાર બાદ ઇસ્લામ કબૂલવા દબાણ

    નોંધવું જોઈએ કે આ સમયે યુવતી સગીર વયની હતી. પરિવાર મુંબઈ રહેતો હોવાથી આરોપીએ બે વખત તેના ઘેર જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પીડિતાએ તેને લગ્ન કરવા દબાણ કરતા અંતે તેણે પોતે જ ભાંડો ફોડી દીધો હતો. આરોપીએ તેને કહ્યું હતું કે તે જીગર નથી પરંતુ જિયાદ ઊર્ફે સમીર લતીફ શેખ છે અને પુણેના કાલથણનો રહેવાસી છે. યુવતીને જેવી જાણ થઇ કે તે જેને જીગર સમજે છે તે મુસ્લિમ વ્યક્તિ છે અને તે લવ જેહાદનો શિકાર બની છે, તેણે તરત જ તેની સાથેના સંબંધોનો અંત આણ્યો. જોકે ફરિયાદ છે કે તેમ છતાં આરોપી તેને નિકાહ કરવા અને ઇસ્લામ કબૂલ કરી લેવા દબાણ કરી રહ્યો હતો.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, જિયાદનો ત્રાસ એ હદે વધી ગયો કે કંટાળીને યુવતીનો પરિવાર થોડા સમય પહેલાં કચ્છ પરત આવી ગયો. પરત આવ્યા બાદ પરિવારે પીડિતાની સગાઈ કરવી દીધી હતી અને આ જાણીને આરોપી ઉશ્કેરાયો હતો. તેણે યુવતીના ભાઈના નામનું સોશિયલ મીડિયા હેન્ડલ બનાવીને તેના જ ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટોગ્રાફ મોકલી વાયરલ કરી દીધા હતા. ફોટો વાયરલ થતાં પીડિત યુવતીની સગાઈ પણ તૂટી ગઈ હતી. અંતે કંટાળીને યુવતીએ તેના વિરુદ્ધ ભુજ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી.

    પોક્સો અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો

    જ્યારે જિયાદે તેનો બળાત્કાર કર્યો ત્યારે યુવતી સગીર હોવાના કારણે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021ની કલમ 4 અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 10 હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ ઈપીકોની કલમ 376(2)(N), 506 તથા યુવતી અનુસૂચિત જાતિની હોવાથી એટ્રોસિટી એક્ટની કલમો પણ લગાડવામાં આવી છે. ફેક આઈડી બનાવવાના ગુનામાં આરોપી વિરુદ્ધ IT એક્ટની કલમ 66C, 66D, 66E અને 67 અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવી છે.

    નોંધવું જોઈએ કે આ આખા કેસને એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન જોઈ રહ્યા છે. ઑપઇન્ડિયાએ કેસમાં વધુ વિગતો લેવા માટે તેમનો સંપર્ક સાધ્યો હતો પરંતુ થઇ શક્યો નહોતો. વધુ માહિતી મળતાંની સાથે જ આ લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં