Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતકંડલા બંદર વિસ્તારમાં ફર્યું ગુજરાત સરકારનું બુલડોઝર, દબાણો દૂર કરીને ખુલ્લી કરાઈ...

    કંડલા બંદર વિસ્તારમાં ફર્યું ગુજરાત સરકારનું બુલડોઝર, દબાણો દૂર કરીને ખુલ્લી કરાઈ સરકારી જમીન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી

    ગુજરાતના સૌથી મોટા એવા કચ્છના કંડલા પોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યાં હતાં. અહીં કેટલાક સ્થાનિક તો કેટલાક બહારથી આવેલા ઈસમોએ નાનાં-મોટાં છાપરાં ઊભાં કરી ઝૂંપડાં બાંધી દીધાં હતાં.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દાણચોરી સહિતની ગુનાખોરી વધી રહી છે. આટલું જ નહીં, છેલ્લાં બે વર્ષમાં હજારો કરોડોનું ડ્રગ્સ પણ ઘૂસાડવાના અનેક પ્રયત્નો કાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યા અને ગુજરાત પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ તેને નિષ્ફળ બનાવ્યા. માત્ર ગુનાખોરી જ નહીં, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરીને આવી પ્રવુત્તિઓને હવા આપવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાત સરકારે સીમા સુરક્ષાને ધ્યાને રાખીને કંડલા પોર્ટની આસપાસ કરવામાં આવેલાં દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ કાર્યવાહી ગુરુવારે (5 સપ્ટેમ્બર) હાથ ધરવામાં આવી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના સૌથી મોટા એવા કચ્છના કંડલા પોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યાં હતાં. અહીં કેટલાક સ્થાનિક તો કેટલાક બહારથી આવેલા ઈસમોએ નાનાં-મોટાં છાપરાં ઊભાં કરી ઝૂંપડાં બાંધી દીધાં હતાં. આમ પોર્ટની હજારો સ્ક્વેર ફૂટ જમીન પર દબાણો ઉભા કરી દેવામાં આવ્યાં હતાં. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ગુનાખોરી પણ વધી રહી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. દરમિયાન આ દબાણો દૂર કરવાની તાતી જરૂરિયાત લાગતાં પ્રશાસન હરકતમાં આવ્યું હતું.

    નોંધનીય છે કે અહીં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્રને ઘર્ષણની શક્યતા લાગતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છ પોલીસે અહીં 200થી વધુ પોલીસ જવાનો ખડકીને કાર્યવાહી આરંભી હતી. જોતજોતામાં આખા વિસ્તારમાં તાણી દેવામાં આવેલાં ઝૂંપડાં પર બુલડોઝર ફરેવી દેવામાં આવ્યું અને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. કાર્યવાહીમાં ગુજરાત પોલીસ સાથે CISFના જવાનોનો પણ એક સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    આ મામલે કચ્છના પોલીસ વડા સાગર બાગમારે એ ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “કંડલા પોર્ટ વિસ્તારમાં ઘણા સમયથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિઓ ગુનાહિત પ્રવૃતિ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છ પોલીસ દ્વારા પ્લાનિંગ કરીને કંડલા પોર્ટ વિસ્તાર નજીક ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. અહીં રહેતા અમુક લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. ઓઈલ ચોરીથી માંડીને લૂંટ અને મારામારી સહિતના અનેક ગુના બની રહ્યા હતા. પગલું સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. જે લોકો અહીં રહી રહ્યા હતા તે તમામની તપાસ કરવામાં આવશે કે તે લોકો કોણ છે અને ક્યાંથી આવીને અહીં વસવાટ કરી રહ્યા હતા.”

    કચ્છમાં જોવા મળ્યું હતું આ પહેલાં પણ બુલડોઝર એક્શન

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સરકારે દબાણો દૂર કરીને સુરક્ષા ઘેરો વધાર્યો હોય. કચ્છમાં આ પહેલાં પણ કોસ્ટલ એરિયામાં આ પ્રકારે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં ખાવડા વિસ્તારમાં કોમર્સિયલ દબાણો સહિત 6 મદરેસાઓ તેમજ અન્ય દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં, તે પહેલાં માંડવીના દરિયાકાંઠે પણ ઉભી કરી દેવામાં આવેલી મદરેસાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અબડાસાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ પ્રકારની જ કાર્યવાહી કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં