Tuesday, September 17, 2024
More
    હોમપેજક્રાઈમબોરસદમાં નહેરમાંથી સતત મળી રહેલા ગૌવંશના અંગોને લઈને પ્રચંડ જનાક્રોશ: મોટી સંખ્યામાં...

    બોરસદમાં નહેરમાંથી સતત મળી રહેલા ગૌવંશના અંગોને લઈને પ્રચંડ જનાક્રોશ: મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હિંદુઓ, ત્વરિત કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર

    ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ મંત્રી મેહુલ પટેલેનો સંપર્ક કરીને ઘટના વિશેની માહિતી મેળવી હતી. મેહુલ પટેલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઘટનાને પગલે બોરસદના હિંદુઓમાં વિરોધનો આખો જુવાળ ઊભો થયો છે. તેથી હિંદુઓએ એક થઈને આ મામલે આવેદનપત્ર આપ્યું છે."

    - Advertisement -

    રક્ષાબંધનના પવિત્ર દિવસે બોરસદના વનતળાવ પાસેથી ટેકરીયાપુરા જતી નહેરમાંથી મૃત ગૌવંશનું માથું મળી આવ્યું હતું. જે બાદ સ્થાનિક હિંદુઓ નહેર પાસે એકઠા થયા હતા અને આ મામલે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી. પરંતુ તેમ છતાં સતત બીજા દિવસે એટલે કે મંગળવારે (20 ઑગસ્ટ) પણ બોરસદમાં આવી જ ઘટના બની હતી. જ્યાંથી ગાયનું માથું મળી આવ્યું હતું, તેના થોડે દૂર જ કોઈ ગાયનું ચામડું પણ ફેંકી ગયું હતું. નોંધનીય છે કે, વનતળાવ પાસેની આ નહેરથી જ આસપાસના ઘણા ગામોને પીવાનું પાણી મળે રહે છે અને તેમાં જ ગૌવંશનું માથું મળી આવતા આસપાસના હજારો હિંદુ પરિવારોની આસ્થાને ઠેસ પહોંચી છે. હવે આ જ મામલે બુધવારે (21 ઑગસ્ટ) બોરસદમાં પ્રચંડ જન આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.

    બોરસદમાં ગૌવંશ હત્યા અને તેના માથાને નહેરમાં ફેંકવાની ઘટનાને લઈને બોરસદ શહેર સહિત સમગ્ર વિસ્તારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બુધવારે વિવિધ હિંદુ સંગઠનોએ ગૌવંશને બચાવવા અને આરોપીઓની તત્કાલીન ધરપકડ કરવાની માંગણી સાથે રેલી યોજી હતી અને બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    આ મામલે વિવિધ હિંદુ સંગઠનોએ એક થઈને બોરસદ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે બોરસદમાં ગૌહત્યાને બંધ કરાવવા માટેની માંગણી પણ કરી હતી. ‘ગૌહત્યાને બંધ કરો’ તથા ‘જય જય શ્રીરામ’ના નારા સાથે મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને ઉગ્ર માંગણી કરી હતી.

    - Advertisement -

    કતલખાના બંધ કરાવી તાત્કાલિક કાર્યવાહીની માંગણી

    વિવિધ હિંદુ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર આપીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે, આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ ન બને એ માટેના જરૂરી તમામ પગલાં લેવા જોઈએ. પત્રમાં વધુમાં લખ્યું છે કે, “હિંદુઓનો પવિત્ર મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. તેમાં આ ઘટનાથી સમગ્ર હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ છે. તેથી આ મામલે ગેરકાયદેસર કતલખાના તેમજ આબુબાજુના વિસ્તારમાં, ખુલ્લા ખેતરોમાં, અવાવરુ જગ્યાઓ કે અન્ય જગ્યાઓ પર ચાલી રહેલા કતલખાના બંધ કરવા હુકમ કરવામાં આવવો જોઈએ.”

    આ સાથે પત્રમાં કહેવાયું છે કે, અગાઉ પણ બોરસદ શહેરમાં આવી ઘટનાઓ બનવા પામી હતી. તેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કડક અને ત્વરિત કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. હિંદુ સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે તાલુકા મામલતદારને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો વહેલી તકે આ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હિંદુ સમાજ આંદોલન કરશે અને લોકો રસ્તા પર ઉતરી આવશે.

    પ્રશાસનને 10 દિવસનું આપ્યું અલ્ટિમેટમ

    ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ મંત્રી મેહુલ પટેલેનો સંપર્ક કરીને ઘટના વિશેની માહિતી મેળવી હતી. મેહુલ પટેલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ઘટનાને પગલે બોરસદના હિંદુઓમાં વિરોધનો આખો જુવાળ ઊભો થયો છે. તેથી હિંદુઓએ એક થઈને આ મામલે આવેદનપત્ર આપ્યું છે.” તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં બોરસદ બંધના એલાન વિશે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હિંદુ તહેવારોને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં હિંદુઓએ એકઠા થઈને આવેદનપત્ર આપવા જવાનો નિર્ણય લીધો હતો.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાને લઈને પ્રશાસનને 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું છે. તેમણે કહ્યું કે, “અમે પ્રશાસનને વિનંતી કરી છે કે, આ ઘટના મામલે ઝડપી તપાસ કરવામાં આવે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે અને હિંદુ તહેવારો વચ્ચે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે, તેને તત્કાલીન ધોરણે સજા મળે તે માટેની માંગણી પણ કરવામાં આવી છે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ અગાઉ પણ બોરસદમાં આવી ઘટનાઓ બનવા પામી હતી. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં બોરસદમાં ગૌરક્ષકો પર હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી હતી, હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રશાસન પાસે ફરતી પોલીસ ચોકીની પણ માંગણી કરવામાં આવી છે.

    મેહુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “રખડતાં પશુઓને પણ નિયંત્રણમાં લેવાની માંગણી કરી છે, જેના કારણે ગૌહત્યા કરી રહેલા લોકો પણ નિયંત્રણમાં આવે અને તેમને મોકળું મેદાન મળતું બંધ થઈ જાય. આ ઉપરાંત ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે.” આ સાથે તેમણે નહેરમાંથી મળી આવેલા ગૌવંશના અંગોને લઈને કહ્યું હતું કે, “હજારો હિંદુઓની લાગણીઓ દુભાવનારી તે ઘટનાને લઈને અમે કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સ્થાનિક હિંદુઓ અને હિંદુ સંગઠનો આ મામલે વધુ કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આખા આણંદ જિલ્લામાં સૌથી વધુ ગૌહત્યા બોરસદમાં થઈ રહી છે. બોરસદમાં આવા કેસ વધુ હોવાના કારણે વિશેષ ધ્યાન આપવાની પણ તેમણે માંગ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં