Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્યના 251 તાલુકાઓમાં જળપ્રલય: 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ;...

    રાજ્યના 251 તાલુકાઓમાં જળપ્રલય: 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ; મેઘતાંડવની સ્થિતિ યથાવત રહેતા શાળા-કોલેજોમાં રજાના આદેશ

    બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં સતત મેઘમંડાણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 251 ગામોને સંપૂર્ણ રીતે ધમરોળી નાખ્યા છે અને હજુ પણ આગાહી યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં વરસ્યો હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ભારે જળપ્રલય (Heavy Rain In Gujarat) જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થતાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેવામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ પોતાનું રૌદ્રરૂપ ધારણ કર્યું છે. આખા ગુજરાતમાં વરસાદી આગાહી અને અતિભારે વરસાદના કારણે સરકારીતંત્ર વ્યવસ્થામાં લાગી ગયું છે. રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદે રમઝટ બોલાવી છે. રાજકોટનો (Rajkot) પ્રખ્યાત સાતમ-આઠમનો મેળો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, બુધવારે (28 ઓગસ્ટ) પણ રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ-કોલેજોમાં પણ રજાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

    બુધવારે (28 ઓગસ્ટ) રાજ્યના લગભગ 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red Alert) આપવામાં આવ્યું છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ખડેપગે છે. હવામાન વિભાગે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, નવસારી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય રાજ્યના અન્ય 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. જોકે, છેલ્લા 2 દિવસથી રાજ્યના લગભગ 251 તાલુકાઓમાં અતિભારે વરસાદના કારણે જળપ્રલયની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ આવીને ઊભી રહી છે.

    24 કલાકમાં 251 ગામોમાં જળપ્રલય, 3 દિવસમાં 15ના મોત

    બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં સતત મેઘમંડાણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 251 ગામોને સંપૂર્ણ રીતે ધમરોળી નાખ્યા છે અને હજુ પણ આગાહી યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં વરસ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. તે સિવાય કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ, લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઇંચ, કાલાવડમાં છ ઇંચ, ભાણવડમાં છ ઇંચ, લાલપુરમાં પાંચ ઇસ તેમજ જામનગરમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

    - Advertisement -

    રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત યથાવત છે. જન્માષ્ટમીના દિવસે ભયંકર વરસાદ વરસી પડ્યો હતો. હાલ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો 11 ટકા વરસાદ ખાબકી જતાં રાજ્યમાં ચાલુ સિઝનનો 100 વરસાદ વરસી ચૂક્યો છે. બાકીનો જે વરસી રહ્યો છે, તે ભારે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી રહ્યો છે. રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલા મેઘતાંડવના કારણે 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે સિવાય 23 હજારથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત પૂરની સ્થિતિમાં ફસાયેલા 318 લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પણ ખસેડાયા હોવાનું સામે આવ્યું છે.

    ભારે વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. જેના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે રોજિંદા જીવનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. વીજળી વિભાગ દ્વારા પણ સતત કામ કરવામાં આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ઇન્ટનરનેટ અને વીજળી સંબંધિત સમસ્યાઓ આવી રહી છે. તેવામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. જોકે, અનેક શાળાઓમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ અને જન્માષ્ટમીના કારણે બુધવાર સુધી સ્થાનિક રજા આપવામાં આવી હતી.

    તે સિવાય ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિના પગલે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 636 રસ્તાઓ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. 22 સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના 549 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ પણ અતિભારે વરસાદની આગાહી હોવાની તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં