Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદ-જામનગર રૂટ પર ટ્રાયલ શરૂ: 24...

    ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદ-જામનગર રૂટ પર ટ્રાયલ શરૂ: 24 સપ્ટેમ્બરે PM મોદી બતાવશે લીલી ઝંડી

    ભલે ગુજરાતને મળનાર આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હોય, પરંતુ સૌરાષ્ટ્ર માટે આ પહેલી ટ્રેન હશે. આ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનને સૌરાષ્ટ્રના જામનગર સાથે જોડશે. શકયતા છે કે આ ટ્રેન સોમથી શનિ એટલે કે અઠવાડિયાના સાતેય દિવસ દોડશે. રવિવારે મેન્ટેનન્સ માટે ટ્રેનને આરામ અપાશે.

    - Advertisement -

    હાલ દેશ જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમા ગુજરાત ક્યાંય પાછળ રહી જવા નથી માંગતું. તે જ કડીમાં હવે ગુજરાતને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેન અમદાવાદ-જામનગર રૂટ પર દોડશે. આ પહેલા અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સફળતાપૂર્વક શરૂ થઈ ચૂકી છે.

    અહેવાલો અનુસાર અમદાવાદ-જામનગર રૂટ પર આગામી દિવસોમાં ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે. જેના માટે બુધવાર (20 સપ્ટેમ્બર)ના દિવસથી જ ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગુજરાતને અપાયેલા આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે 24 સપ્ટેમ્બરના દિવસે PM મોદી વર્ચ્યુઅલ રીતે આ ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે.

    - Advertisement -

    સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત એક્સપ્રેસ

    ભલે ગુજરાતને મળનાર આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હોય, પરંતુ સૌરાષ્ટ્ર માટે આ પહેલી ટ્રેન હશે. આ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનને સૌરાષ્ટ્રના જામનગર સાથે જોડશે. જે બાદ હવે સૌરાષ્ટ્ર પણ મુખ્યધારાના વિકાસથી વંચિત નહીં રહે.

    શકયતા છે કે આ ટ્રેન સોમથી શનિ એટલે કે અઠવાડિયાના છ દિવસ દોડશે. રવિવારે મેન્ટેનન્સ માટે ટ્રેનને આરામ અપાશે.

    ગુજરાતમાં દોડી રહી છે આમાંની 2 ટ્રેન

    ગુજરતમાં પહેલી વંદે ભારત ટ્રેન બરાબર એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડનાર આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

    જે બાદ આ વર્ષે (2023) 7 જુલાઇના PM મોદીએ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી હતી. આ ટ્રેન ગુજરાતના અમદાવાદને રાજસ્થાનના જોધપુર સાથે જોડે છે. હાલમાં આ બંને ટ્રેનો સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં