Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગોધરા હિંદુ હત્યાકાંડના ગુનેગાર ફારૂક ભાણાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી: બાપની...

    ગોધરા હિંદુ હત્યાકાંડના ગુનેગાર ફારૂક ભાણાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી: બાપની બીમારીનું કારણ આપીને માંગી હતી રાહત, કોર્ટે કહ્યું- પરિવારમાં બીજા પણ સભ્યો છે

    ધરપકડ બાદથી જ ફારૂક જેલમાં બંધ છે. તાજેતરમાં તેણે પિતા બીમાર હોવાનું કહીને સારવારમાં મદદરૂપ થવા માટે હંગામી ધોરણે જામીન આપવાની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી.

    - Advertisement -

    ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતાં ગોધરા હિંદુ હત્યાકાંડના મુખ્ય ગુનેગાર પૈકીના એક ફારૂક મોહમ્મદ ભાણાની (Farooq Bhana) જામીન અરજી ફગાવી દીધી. ભાણા સાબરમતી એક્સપ્રેસ કાંડમાં દોષી છે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે ગોધરા કાંડના મુખ્ય સૂત્રધાર પૈકીનો એક છે. નિર્દોષ હિદુ કારસેવક જેમાં બેઠા હતા તે સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને સળગાવવાનું કાવતરું રચવામાં પણ તેની સંડોવણી હતી. આ ઘટનામાં 59 નિર્દોષ કારસેવકોનાં મોત થયાં હતાં.

    ધરપકડ બાદથી જ ફારૂક જેલમાં બંધ છે. તાજેતરમાં તેણે પિતા બીમાર હોવાનું કહીને સારવારમાં મદદરૂપ થવા માટે હંગામી ધોરણે જામીન આપવાની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી. બાપની બીમારીનો હવાલો આપીને તેણે કહ્યું હતું કે, સેવા-ચાકરી કરવા માટે તે મુક્ત થવા માંગે છે. આ અરજી પર પછીથી ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

    બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના જજ સંજીવ ઠાકરે ફારૂકની આ અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, ફારૂક મોહમ્મદ ભાણાના પરિવારમાં અન્ય સભ્યો પણ છે, જેઓ તેના અબ્બુની સારસંભાળ રાખી શકે તેમ છે. કોર્ટે તેમ પણ નોંધ્યું કે તે થોડા સમય પહેલાં જ 8 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો હતો.

    - Advertisement -

    કોર્ટે 7 નવેમ્બર 2024ના આદેશમાં અરજી ફગાવતા કહ્યું છે કે, “અરજદાર (મોહમ્મદ ભાણા) IPCની કલમ 302 અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યો છે અને હાલ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. એ તથ્યને ધ્યાનમાં લેતાં કે તેના અબ્બુની સંભાળ રાખવા પરિવારના અન્ય સભ્યો પણ છે, તેમજ તાજેતરમાં જ તેને 8 દિવસ માટે જેલમુક્ત કરવામાં આવ્યો હતો, તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.”

    ભાણાના વકીલની દલીલ ન આપવી શકી જામીન

    કોર્ટમાં ભાણાના વકીલે જણાવ્યું હતું કે, તેમનો અસીલ તેના 95 વર્ષીય અબ્બુની સારવાર માટે જામીન માંગી રહ્યો છે. કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી હતી કે, ભાણાના બાપને ડાયસ્ટોલિક ડિસફંક્શન અને કિડની સંબંધિત બિમારી છે. સામે પક્ષે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે ભાણાની અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ આપી હતી કે ભાણાના અબ્બુની સંભાળ રાખી શકે તેવા પરિવારના સભ્યો પણ છે અને તાજેતરમાં તેને 8 દિવસના સમયગાળા માટે જામીન આપવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે અંતે જામીન અરજી ફગાવી દીધી હતી

    ગોધરા હિંદુ હત્યાકાંડ બાદ ફારૂક ભાણા 14 વર્ષ સુધી ફરાર રહ્યો હતો. આખરે વર્ષ 2016માં ગુજરાત ATSએ મુંબઈથી ઝડપી લીધો હતો. તેના પર ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને સળગાવવા માટે અન્ય ગુનેગારો સાથે મળીને કાવતરું રચવાનો આરોપ હતો, જે પછીથી સિદ્ધ પણ થયો. ગુજરાત ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોધરામાં કાઉન્સિલર તરીકે કામ કરતો ભાણા તેની ધરપકડ ટાળવા માટે મુંબઈ ભાગી ગયો હતો.

    નોંધવું જોઈએ કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર ઉભેલી સાબરમતી એક્સપ્રેસના કોચ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને મુસ્લિમ ટોળાએ આગ લગાવી દીધી હતી. અયોધ્યાથી આવતી આ ટ્રેનમાં મોટાભાગના હિંદુ કારસેવકો હતા. આ ઘટનામાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 59 હિંદુઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના પડઘા સ્વરૂપે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં