ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે સૌથી મહત્વનો નિર્ણય આવી રહ્યા છે. રાજ્યમાં અત્યંત સંવેદનશીલ ગણાતા આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. ચૂંટણી પહેલાં રાજ્યના બે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે.#Gujarat #ashantlaw #ZEE24Kalak #GujaratiNews #Election2022https://t.co/HmE0UEZXoo
— Zee 24 Kalak (@Zee24Kalak) October 17, 2022
આણંદ જીલ્લોએ કોંગ્રેસનો ગઢ છે. અને આ ગઢમા બીજેપી ગાબડું પાડવા માટે મહેનત કરી રહી છે. આ બેઠકો કબ્જે કરવા માટે જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ ખાતે જાહેર સભા સંબોધીને જનતાને કોંગ્રેસની વાતોમાં ન આવવા જણાવ્યુ હતુ. હવે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. એવામાં જિલ્લાના બે શહેર બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો આજે રાજ્યપાલ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.
લાંબા સમયથી ઉઠી રહી હતી માંગ
છેલ્લા ઘણાં સમયથી હિન્દુ સંગઠનોએ બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આ બંને વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણીને રાજ્યપાલે અંતિમ મહોર મારી દીધી છે. જે સાથે જ હવેથી બોરસદ અને પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે.
થોડાં મહિના અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી અહીં કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે આંજણા સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
તેમજ દોઢ સો વર્ષથી આ વિસ્તારમાં આંજણા પટેલ અને ચૌધરી સમાજના પરિવારો રહે છે. આ આંજણાવાડ વિસ્તારમાં 1970-71થી કોમી હુલ્લડો થતા આવ્યા છે. ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો આવનારી પેઢીને ન કરવો પડે તે હેતુને ધ્યાને રાખતા થોડાક મહિના અગાઉ પેટલાદના આંજણાવાડ વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરવાની રજૂઆત કરાઇ હતી.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમને અવર નવાર બન્ને શહેરોમાંથી સ્થાનિકો ધ્વારા અસરકારક અશાંતધારાનો કાયદો પેટલાદ અને બોરસદ શહેર માં પસાર કરવા માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલ દ્વારા મળેલી રજૂઆતોને સરકાર સુધી પહોંચાડી અસરકારક અમલીકરણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
અશાંત ધારાને જાણો
અશાંત ધારો એ એક એવો કાયદો છે કે જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મુકતા હોય છે.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેંચતા પહેલા કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની પુરી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીઓ ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.