Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતના 35 IPS અધિકારીઓની બઢતી/બદલી: સુરત-વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર

    ગુજરાતના 35 IPS અધિકારીઓની બઢતી/બદલી: સુરત-વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર

    વડોદરામાં પોલીસ કમિશનર તરીકે સેવા આપતા અનુપમસિંહ ગેહલોતને સુરત પોલીસ કમિશનરનો ચાર્જ આપવામાં આવ્યો છે. સાથે જ નરસિમ્હા કોમરને વડોદરાના CP તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    એક તરફ લોકસભા ચૂંટણી 2024ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં ચૂંટણી પંચે ગુજરાતમાં 35 જેટલા IPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપ્યા છે. આ આદેશો ઘણા લાંબા સમયથી લંબિત પડ્યા હતા, ત્યારે પેન્ડિંગ આદેશોના નિકાલ કરીને કેટલાક અધિકરીઓની બઢતી કરવામાં આવી છે અને અન્યોની બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સુરત અને વડોદરા બંને શહેરોને નવા પોલીસ કમિશનર મળ્યા છે.

    મળતી માહિતી અનુસાર, વડોદરામાં પોલીસ કમિશનર તરીકે સેવા આપતા અનુપમસિંહ ગેહલોતને સુરત પોલીસ કમિશનરનો ચાર્જ આપવામાં આવ્યો છે. સાથે જ નરસિમ્હા કોમરને વડોદરાના CP તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. નોંધવું જોઈએ કે સુરતના પોલીસ કમિશનર અજય તોમર વયનિવૃત્ત થયા બાદ આ પોસ્ટ ખાલી પડી હતી. આખરે વડોદરા સીપી અનુપમસિંહ ગેહલોતને અહીં નીમવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને અન્ય અધિકારી હશે.

    નોંધનીય છે કે રાજ્ય સરકારે ચૂંટણી પંચને IPS અધિકારીઓની પેનલની એક યાદી સોંપી હતી. ચૂંટણી પંચ દ્વારા વિચારણાઓ બાદ બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ દરમિયાન કેટલાક એવા અધિકારીઓ પણ છે જેમની બઢતી કરવામાં આવી છે.

    - Advertisement -

    કયા-ક્યા અધિકારીઓનો સમાવેશ?

    જાહેર કરવામાં આવેલી સૂચિ અનુસાર હસમુખ પટેલને બઢતી આપી DGP કક્ષાના અધિકારી બનાવાયા, જી એસ મલિકને પણ DGP કક્ષાના અધિકારી તરીકે બઢતી મળી છે. અજય ચૌધરી અને અભય ચુડાસમાને ADGP તરીકે બઢતી અપાઈ. આ સિવાય, SG ત્રિવેદીને પણ ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. એન એન કોમરને વડોદરા પોલીસ કમિશનર બનાવાયા જ્યારે અનુપમસિંહ ગેહલોતને સુરત શહેરના પોલીસ કમિશનર નીમવામાં આવ્યા છે. મનોજ અગ્રવાલને DGP હોમગાર્ડ બનાવાયા અને કે એલ એન રાવને DGP પ્રિઝન એન્ડ કરેક્શનલ એડમિન તરીકે નીમવામાં આવ્યા છે.

    આ સિવાય યાદી મુજબ જ જે.આર મોથાલિયાને અમદાવાદ રેન્જ IG બનાવાયા, પ્રેમવીરસિંહને સુરત રેન્જ IG તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નિલેશ જાઝડીયા, બીપીન આહીર અને શરદ સિંગલને પણ આઈજી કક્ષાના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ચિરાગ કોરડીયાને પણ IG તરીકે બઢતી આપીને કચ્છ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય વડોદરાના જોઇન્ટ સીપી મનોજ નિનામાની બઢતી પણ ઇન્સ્પેક્ટર જનરલ (IG) કકળાના અધિકારી તરીકે થઈ છે. 

    આ સિવાય પણ અનેક અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી. યાદીમાં કુલ 35 નામો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે મોડી રાત્રે ચૂંટણી પંચને પેનલનું લિસ્ટ મોકલ્યું હતું. આઆ યાદી મોકલવામાં આવ્યા બાદ જ બદલીઓના આદેશ જલદીથી થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી હતી. હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આદેશ પર અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં