Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગાંધીનગર: ગરબા મહોત્સવમાં 51,000 દીવડાથી બનાવાઈ PM મોદીની અલૌકિક છબી, વર્લ્ડ બુક...

    ગાંધીનગર: ગરબા મહોત્સવમાં 51,000 દીવડાથી બનાવાઈ PM મોદીની અલૌકિક છબી, વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, લંડનમાં મળ્યું સ્થાન: ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજી ઉઠ્યું ગરબા ગ્રાઉન્ડ

    મહાઆરતી દરમિયાન દીવડાથી PM મોદીની અલૌકિક પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત મહાઆરતીમાં 3000 કિલો મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    દેશભરમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્વ જોવા મળે છે અને તેમાં પણ આઠમા નોરતાને ખૂબ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. નવરાત્રિના આઠમા નોરતે અનેક જગ્યાએ યજ્ઞ, હોમ-હવન વગેરેનું આયોજન થાય છે. ત્યારે ગાંધીનગર ખાતે કેસરિયા ગરબા મહોત્સવમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં 51,000 દીવડાથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે એ આરતી દરમિયાન જ દીવડાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. PM મોદીની આ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મહાઆરતીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પણ મળ્યું છે.

    રવિવારે (22 ઓક્ટોબરે) ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગના રામકથા મેદાન ખાતે આયોજિત કેસરિયા ગરબા મહોત્સવમાં 51,000 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતી દરમિયાન દીવડાથી PM મોદીની અલૌકિક પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત મહાઆરતીમાં 3000 કિલો મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉત્સવનો ડ્રોન નજારો પણ સામે આવ્યો હતો.

    વર્લ્ડ બુક ઓફ રેકોર્ટમાં મળ્યું સ્થાન

    ગાંધીનગરના કેસરિયા ગરબા મહોત્સવમાં 51,000થી વધુ દીવડાની મહાઆરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની અલૌકિક છબીનું નિર્માણ કરાયું હતું. આ મહાઆરતી અને PM મોદીની પ્રતિકૃતિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન પ્રાપ્ત થયું છે. કેસરિયા ગરબા મહોત્સવના આયોજક કેતન પટેલે જણાવ્યું હતું કે PM મોદીની આકૃતિ બનાવવા માટે લગભગ 10 કલાકથી વધુ તૈયારી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેસરિયા ગરબા મહોત્સવના ગ્રાઉન્ડ પર પધારેલા નાગરિકો માટે 3000 કિલો મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    PM મોદી-અમિત શાહના કટ સાથે ફોટા પડાવવાનું ભારે આકર્ષણ

    ઉલ્લેખનીય છે કે રામકથા મેદાનમાં વિશાળ LED સ્ક્રીન ઉપર PM મોદી પૌરાણિક મંદિરોમાં પૂજા-અર્ચના કરતાં હોય તેવા વિડિયોનું પણ સતત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. અહી મૂકવામાં આવેલા વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટા કટ આગળ ફોટા પડાવવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી. આ કટ ગરબા મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એ સિવાય ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં