Friday, September 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભયાનક પૂર અને 36 કલાક સુધી અતિભારે વરસાદ: હવામાન વિભાગે ગુજરાતને લઈને...

    ભયાનક પૂર અને 36 કલાક સુધી અતિભારે વરસાદ: હવામાન વિભાગે ગુજરાતને લઈને કરી મોટી આગાહી, 28થી 31 ઓગસ્ટ સુધીની તમામ સરકારી પરીક્ષાઓ રદ

    ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ યોજવાની હતી. વાતવરણમાં અચાનક આવેલા આ ફેરફારને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે પણ એક અગત્યની જાહેરાત બહાર પાડી છે.

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા 24-48 કલાકથી ખુબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. જાણે બારે મેઘ ખાંગા થયા હોય એમ વિરામ લીધા વિના વરસાદ વરસી (Heavy Rain in Gujarat) રહ્યો છે. આ પહેલા ગુજરાતના 2-3 જિલ્લાઓને છોડીને લગભગ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગે (IMB) સૂચના જાહેર કરી છે એ મુજબ આગામે 36 કલાકમાં ગુજરાતમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર પણ આવી શકે છે. સાથે આગામી પરીક્ષાઓ બાબતે પણ જાહેર સેવા આયોગે એક સૂચના બહાર પાડી છે.

    ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપતા તે વિસ્તારોની યાદી બહાર પાડી છે જ્યાં આજે અતિભારે વરસાદ થવાનો છે. ઉપરાંત તેઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે પૂર આવવાની સંભાવનાઓ પણ જારી કરી છે.

    હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ગંગાતટીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં પણ ભારે વરસાદની આગાહી છે.

    - Advertisement -

    હવામાન વિભાગની માનીએ તો ગુજરાતમાં આગામી 36 કલાકમાં હજુ 15 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. આ અગાઉ ગુજરાત હવામાન વિભાગ ઉપરાંત પ્રદેશના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતે દરેક નાગરિકોને પોતાના ઘરમાં રહેવા, કામ વગર બહાર ના નીકળવાની અપીલ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાત કરી હતી અને આ આપાત્કાલિત પરિસ્થિતિમાં ગુજરાતને તમામ સંભવિત મદદ કરવાની બાહેંધરી આપી હતી.

    28થી 31 ઓગસ્ટ સુધીની તમામ પરીક્ષાઓ રદ

    નોંધનીય છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ યોજવાની હતી. વાતવરણમાં અચાનક આવેલા આ ફેરફારને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે પણ એક અગત્યની જાહેરાત બહાર પાડી છે.

    આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે DYSO/નાયબ મામલતદારની વર્ગ 3ની મુખ્ય પરીક્ષા કે જે 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે યોજાવાની હતી, તેને હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષાઓ માટેની નવી તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં