Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાત'મોહરમમાં મોડી રાત સુધી ડીજે અને સરસિયા તળાવમાં તાજીયાનું વિસર્જન કરાવો બંધ':...

    ‘મોહરમમાં મોડી રાત સુધી ડીજે અને સરસિયા તળાવમાં તાજીયાનું વિસર્જન કરાવો બંધ’: વડોદરા પોલીસ કમિશનર કચેરીએ VHPની રજૂઆત, કહ્યું- હિંદુ તહેવારોમાં લાગ્યા હતા આવા જ પ્રતિબંધો

    વડોદરા પ્રશાસને શહેરમાં ધાર્મિક ઉજવણીઓને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં ગણેશ વિસર્જનથી લઈને હિંદુ તહેવારોની શોભા યાત્રાઓ, નવરાત્રીના ગરબાઓ વગેરેને આવરીને કડક કાયદા છે. બીજી તરફ હિંદુ સંગઠનોનો આક્ષેપ છે કે પ્રશાસને હિંદુ તહેવારોને લઈને જે નિયમો બનાવ્યા છે તે આવકાર્ય છે પરંતુ આવા નિયમો બિનહિંદુઓ માટે નથી.

    - Advertisement -

    હાલ દેશભરમાં મોહરમને લઈને મુસ્લિમ સમાજમાં જુલૂસ સહિતના અનેક આયોજન થઈ રહ્યા છે. દેશ આખામાં જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ મુસ્લિમ સમુદાયમાં મોહરમને લઈને અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે. આ બધા વચ્ચે વડોદરાના હિંદુ સંગઠનોએ પોલીસ કમિશનરની કચેરી ખાતે કેટલીક રજુઆતો કરી છે. સંગઠને નારાજગી સાથે પાઠવેલા પત્રમાં વડોદરા તંત્ર વ્હાલા-દવલાની નીતિ રાખતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

    મહત્વનું છે કે, વડોદરા પ્રશાસને શહેરમાં ધાર્મિક ઉજવણીઓને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં ગણેશ વિસર્જનથી લઈને હિંદુ તહેવારોની શોભા યાત્રાઓ, નવરાત્રીના ગરબાઓ વગેરેને આવરીને કડક કાયદા છે. બીજી તરફ હિંદુ સંગઠનોનો આક્ષેપ છે કે પ્રશાસને હિંદુ તહેવારોને લઈને જે નિયમો બનાવ્યા છે તે આવકાર્ય છે પરંતુ આવા નિયમો બિનહિંદુઓ માટે નથી.

    આ પ્રકારના આક્ષેપો સાથે વડોદરા વિશ્વ હિંદુ પરિષદે પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે. ઑપઇન્ડિયાએ હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજુઆતને જાણવા માટે VHPના મંત્રી વિષ્ણુ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તેમણે સમગ્ર હિંદુ સમાજ વતી બળાપો ઠાલવતા ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે પ્રશાસન કાયદો બનાવે છે તેની સામે પરિષદને વાંધો નથી, પરિષદને વાંધો તે છે કે આ કાયદો કે નિયમ માત્ર હિંદુઓને અને તેમના તહેવારોને લઈને જ બનાવવામાં આવે છે.

    - Advertisement -

    તળાવમાં ગણપતિની મૂર્તિ પધરાવવાથી પાણી દુષિત થાય, તાજીયા પધરાવવાથી નહીં?

    તેમણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “વડોદરા પ્રશાસને પાણી દુષિત ન થાય તે માટે સરસ પગલા લીધા અને ગણેશોત્સવ વખતે સુરસાગર તળાવમાં ગણેશનજીની મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ લગાવ્યો. તેમણે કૃત્રિમ ખાડા બનાવ્યા અને તેમાં ભગવાનની મૂર્તિઓ પધરાવવાના નિર્દેશ આપ્યા. અમને ગમ્યું, આપણા જળસ્ત્રોતને દુષિત થતા અટકાવવા આ સારું પગલું છે એટલે આપણે બનાવટી તળાવ કે ખાડામાં ભગવાનને પધરાવીને સંતોષ માની લઈએ છીએ. પણ શું આ કાયદો ખાલી હિંદુઓને જ લાગુ પડે છે?”

    તેમણે કહ્યું કે, “હાલ મોહરમ ચાલે છે, તાજીયાના જુલૂસ નીકળશે અને આ તાજીયા અમારા વડોદરાના જ ઐતિહાસિક સરસિયા તળાવમાં પધરાવવામાં આવશે. તો શું તેનાથી સરસિયા તળાવનું પાણી દુષિત નહીં થાય? શું ખાલી સુરસાગર તળાવનું પાણી જ પાણી છે? સરસિયા તળાવનું પાણી અલગ પ્રકારનું છે? કે પછી કાયદાઓ માત્ર હિંદુઓ પર જ લાગુ પડે છે. મુસ્લિમો માટે નહીં? શું ખાલી ભગવાન ગણપતિની મૂર્તિ પધરાવવાથી જ તળાવ દુષિત થશે? તાજીયાથી પ્રદૂષણ નહીં ફેલાય?”

    ડીજેનો નિયમ માત્ર હિંદુઓ માટે જ?

    તેમણે હિંદુ ધાર્મિક તહેવારોમાં વગાડવામાં આવતા ડીજેને લઈને બનાવવામાં આવેલા નિયમો પર પણ નારાજગી જતાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આવું ખાલી ગણેશોત્સવ પર મૂર્તિ પધરાવવા બાબતે નહીં, ગણપતિ, રામનવમી કે અન્ય હિંદુ તહેવારો પર વગાડવામાં આવતા ડીજેને લઈને પણ કાયદા બનાવ્યા છે. ગયા વર્ષની વાત કરીએ તો રાતના દસ-સાડાદસ વાગ્યા સુધીનો નિયમ બનાવ્યો હતો કે તેનાથી મોડું ડીજે ન વગાડવું. એક વાર પોલીસ એક ડીજે ઉઠાવી ગઈ ને લગભગ 15 દિવસ સુધી જમા રાખ્યું હતું.”

    તેમણે આગળ જણાવ્યું કે, “પ્રશાસન એમ કહે છે કે ડીજેથી ધ્વનિનું પ્રદૂષણ થાય, લોકોને ખલેલ પહોંચે કે પછી ન્યુસન્સ થાય. તો શું આ બધું માત્ર હિંદુ તહેવારોમાં જ થાય છે? હમણાં ચાલી રહેલા મોહરમમાં મુસ્લિમ ભાઈઓ રાત્રે 11 વાગ્યા કે તેથી મોડા સુધી ડીજે વગાડે છે, તો શું ત્યારે ઉપરમાનું કશું જ નથી થતું? વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ ભાઈઓ જે પીટ ખેલે છે, ત્યારે તંત્રને ધ્વનિ પ્રદૂષણ યાદ નથી આવતું?”

    શોભાયાત્રાઓને પણ નિયમના દોરડે બાંધવામાં આવે છે: વિષ્ણુ પ્રજાપતિ

    શોભાયાત્રાઓમાં પણ આવા જ વેરાવાંચો અને વ્હાલા-દવલાની નીતિ વાપરવામાં આવતી હોવાની વાત કરીને વિષ્ણુ પ્રજાપતિ જણાવે છે કે, “વડોદરા શહેરમાં વસતા હિંદુઓ રામનવમી પર અને હનુમાન જયંતી પર ભવ્ય શોભાયાત્રાઓ કાઢે છે. અહીં શિવરાત્રી પર ભવ્ય ‘શિવજી કી સવારી’નું ભવ્ય આયોજન થાય છે અને તે આખા દેશમાં આકર્ષણનું કેન્દ્ર છે અને આવી પવિત્ર અને ધાર્મિક શોભાયાત્રાઓમાં પણ હિંદુઓ માટે અઢળક નિયમો બનાવવામાં આવ્યા છે.”

    તેમણે કહ્યું, “સુરસાગર તળાવ અને પાણીગેટ અડી-અડીને જ આવ્યા છે, ભગવાન શિવની સવારી હોય કે અન્ય ધાર્મિક શોભાયાત્રા દર વખતે અહીં કોઈ ને કોઈ નિયમો ઉભા કરી દેવામાં આવે છે. અહીં ટ્રાફિક નિયમનના નામે અમને કાયદામાં બાંધી દેવામાં આવે છે. બાકી આ જ પાણીગેટમાં વચ્ચોવચ્ચ રાજરાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર છે, દર રવિવારે હજારો હિંદુઓ અહીં આવે છે અને આ જ જગ્યાએ મુસ્લિમોના તાજીયા ઉતારવામાં આવે છે. શું એમની કોઈ મઝહબી જગ્યામાં અમને જવા દેવામાં આવશે?”

    હિંદુઓ પર જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે મુસ્લિમ અને અન્ય સમુદાય પર પણ લાગુ કરવામાં આવે: વિષ્ણુ પ્રજાપતિ

    નિયમો બધા માટે સરખા હોવા જોઈએની માંગ કરતા તેમણે જણાવ્યું કે, “અમારું કહેવું માત્ર એટલું જ છે કે અમે તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છીએ. અમે પ્રશાસનને દરેક જગ્યાએ પૂર્ણ સાથ સહકાર આપતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપતા રહીશું. પણ આ નિયમો માત્ર હિંદુઓ પૂરતા હોય તે મને મંજૂર નથી. અમને મુસ્લિમ ભાઈઓ સામે કોઈ જ વિરોધ કે વાંધો નથી. વાત કાયદા અને નિયમની છે અને તે બધા માટે સમાન છે. વડોદર શહેરમાં વસતા હિંદુ પર જે નિયમ લાગુ થાય, એ જ નિયમ મુસ્લિમ સમાજ માટે પણ થવો જોઈએ અને એ જ નિયમ શીખ અને ઈસાઈ સમુદાય માટે પણ લાગુ પડવો જોઈએ.”

    વિષ્ણુ પ્રજાપતિએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમ પણ જણાવ્યું હતું કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. જો તળાવમાં ગણપતિની મૂર્તિ ન પધરાવવાનો નિયમ હોય તો તાજીયા ન પધરાવવાનો નિયમ પણ હોવો જોઈએ. જો હિંદુઓને રાત્રે 10 વાગ્યે ડીજે બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવતી હોય તો આ કાયદો બધા પર લાગુ થવો જોઈએ. શોભા યાત્રાઓ દરમિયાન જે નિયમો હિંદુઓ પર લાગુ પડે તે અન્ય તમામ સમાજો પર પણ પડવા જોઈએ. વડોદરાના હિંદુ સંગઠનોએ પોલીસ પ્રશાસન પાસે બસ આટલી જ માંગ કરી હોવાનુ વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં