Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમરક્ષાબંધનના દિવસે બોરસદની નહેરમાં ગૌવંશ કાપીને નાખનાર મહંમદ વાસીમ સહિત ત્રણની ધરપકડ:...

    રક્ષાબંધનના દિવસે બોરસદની નહેરમાં ગૌવંશ કાપીને નાખનાર મહંમદ વાસીમ સહિત ત્રણની ધરપકડ: ઈમરાનની અટકાયત, સાજીદ અને હાસીમ ફરાર

    અલગ અલગ ટીમો તૈયાર કરીને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સને કામે વળગાડીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં પોલીસને કેટલાક નામ જાણવા મળ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ગૌવંશની હત્યા બોરસદના હજામ ટેકરા, મલેકવાડ હજામ ટેકરા ખાતે રહેતા મહંમદ વાસીમ મનસુરમિયાં ઈજાજોદ્દીન મલેક દ્વારા કરવામાં આવી હતી.

    - Advertisement -

    ગત રક્ષાબંધનના પવિત્ર દિવસે બોરસદના વનતળાવ પાસેથી ટેકરીયાપુરા જતી નહેરમાંથી મૃત ગૌવંશનું માથું મળી આવ્યું હતું. ઘટના બાદ 21 ઑગસ્ટના રોજ બોરસદમાં પ્રચંડ જન આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરીને બોરસદની નહેરમાં ગૌવંશ કાપીને નાખનાર મહંમદ વાસીમ સહિત ત્રણની ધરપકડ ધરપકડ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારથી નહેરમાંથી ગૌવંશના અંશ મળી આવ્યા હતા ત્યારથી બોરસદના સ્થાનિક હિંદુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ઘટનાને લઈને બોરસદ શહેર સહિત સમગ્ર વિસ્તારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને વિવિધ હિંદુ સંગઠનોએ ગૌવંશને બચાવવા અને આરોપીઓની તત્કાલીન ધરપકડ કરવાની માંગણી સાથે રેલી યોજી હતી અને બોરસદ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું. મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    આ આખા ઘટનાક્રમ વચ્ચે આરોપીઓને પકડવા પોલીસ માટે પડકારજનક હતું. કારણ કે, માત્ર ગૌવંશના અંશ સિવાય અન્ય કોઈ જ પુરાવાઓ પોલીસ પાસે નહતા. તેવામાં કેસની સંવેદનશીલતાને લઈને પોલીસે કમર કસી હતી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અલગ અલગ ટીમો તૈયાર કરીને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સને કામે વળગાડીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં પોલીસને કેટલાક નામ પણ જાણવા મળ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ગૌવંશની હત્યા બોરસદના હજામ ટેકરા, મલેકવાડ હજામ ટેકરા ખાતે રહેતા મહંમદ વાસીમ મનસુરમિયાં ઈજાજોદ્દીન મલેક દ્વારા કરવામાં આવી હતી.

    - Advertisement -

    જાણકારી મળતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન તપાસમાં એક તબેલાના માલિક રમેશ અને ઢોર લે-વેચનું કામ કરતા મુકેશ પટેલનું નામ ખૂલતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહંમદ વાસીમે ગાય ખરીદીને તેની હત્યા નીપજાવી હતી. આ સાથે જ તપાસમાં ઈમરાન ઉર્ફે અલાદીન ઇકબાલ સદરૂદ્દીન મલેકનું નામ ખુલતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી. આ દરમિયાન વધુ બે નામ સામેલ થયા અને પોલીસના ચોપડે સાજીદખાન ઉર્ફે લાલો રહેમતખાન પઠાણ અને હાસીમ મહોમ્મદ હનીફ મલેકના નામ નોંધાયા હતા. આ બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે, ગત રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે બોરસદના ટેકરીયાપુરા ખાતેની નહેરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બોરસદની આસપાસના અનેક ગામોમાં આ નહેર મારફતે પીવા તેમજ ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે જ નહેરમાંથી ગાયનું માથું મળી આવતા સ્થાનિક હિંદુઓની ધાર્મિક આસ્થા દુભાઈ હતી. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 299 અને 325 તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ 8 (2) મુજબ FIR નોંધી હતી.

    ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને હજારોની સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંદુઓએ બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે બોરસદમાં ગૌહત્યાને બંધ કરાવવા માટેની માંગણી પણ કરી હતી. ‘ગૌહત્યાને બંધ કરો’ તથા ‘જય જય શ્રીરામ’ના નારા સાથે મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને ઉગ્ર માંગણી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં