રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડના CCTV સામે આવ્યા છે. ગેમઝોનની અંદર વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક તણખો નીચે ઝરતા આગ લાગી ગઈ હતી. ધીરે-ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું હતું. ગેમઝોનના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર સાધનોનો ઉપયોગ કરતાં પણ જોવા મળ્યા હતા. પરંતુ અગ્નિએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે ફાયર સાધનોની પણ કોઈ અસર થઈ શકી નહોતી.
રાજકોટ અગ્નિકાંડના સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, શેડમાં ઉપરના ભાગે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન શનિવારે (25 મે) 5.33 વાગ્યે તણખા પડવાના શરૂ થયા હતા. ધીમે-ધીમે આગ વધતી ગઈ હતી અને 5 જ મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દરમિયાન જ કર્મચારીઓએ ફાયર એસ્ટિન્ગ્યુશરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો. પળભરમાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.
CCTV फुटेज में सामने आया TRP ज़ोन में आग लगने का सही कारण–
— Nirnay Kapoor (@nirnaykapoor) May 26, 2024
पहली बार राजकोट स्थित TRP गेमिंग जोन के CCTV फुटेज सामने आये .. एक्सटेंशन एरिआ ने वेल्डिंग की वजह से ही लगी थी आग .. प्रीमाइसिस में मौजूद फायर एक्सटिंग्युशर्स का उपयोग भी किया गया था पर वो आग की इंटेंसिटी के आगे काम… pic.twitter.com/uHmLAsxy13
CCTV ફૂટેજથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, TRP ગેમઝોનમાં વેલ્ડિંગના તણખાના કારણે આગ લાગી હતી. આગ ઓલવવા માટે કેમ્પસમાં હાજર અગ્નિશામક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જોઈ શકાય છે. પરંતુ તે આગની તીવ્રતાનો સામનો કરી શક્યા નહોતા. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રિપેરિંગ કરતાં લોકો અને કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહીં.
ત્યારબાદ 30 મિનિટમાં આગ આખા ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. અનેક લોકોની ચિચિયારીઓ પણ સાંભળવા મળી હતી. જે લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા તેઓ બચી શક્યા હતા. પરંતુ જે લોકોને બહાર નીકળવા માટેની તક ના મળી શકી, તે લોકોના કરૂણ મોત નીપજ્યાં હતાં. આ આગની દુર્ઘટનામાં 25થી પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
નોંધવા જેવું છે કે, ગુજરાત હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલા ગેમઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા. ચાર શહેરોની નગરપાલિકાઓ હવે હાઈકોર્ટમાં તે અંગેના રિપોર્ટ રજૂ કરશે. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ આ કેસની સુનાવણી કરશે.