Monday, June 17, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાસ્થળે પહોંચ્યાં ફાયર ટેન્ડરો: રેસ્ક્યુ ઑપરેશન શરૂ,...

    રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાસ્થળે પહોંચ્યાં ફાયર ટેન્ડરો: રેસ્ક્યુ ઑપરેશન શરૂ, જાનહાનિ થયાની આશંકા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટનાને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, “રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે."

    - Advertisement -

    રાજકોટના કાલાવડ રોડ સ્થિત TRP ગેમઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ અમુક ફસાયા હોવાની આશંકા છે. સ્થળ પર ફાયર ટેન્ડરો હાજર છે અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ હાલ ચાલુ છે. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. 

    ઘટનાને લઈને ફાયર ઓફિસર IV ખેરે મીડિયાને જણાવ્યું કે, “આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અમને જાણ થતાં જ ફાયર ટેન્ડરો મોકલી આપવામાં આવ્યાં હતાં અને હાલ અમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કામચલાઉ બાંધકામ નષ્ટ થઈ ગયું છે અને પવન વધુ હોવાના  કારણે આગ ઓલવવામાં તકલીફ પડી રહી છે. અમે હાલ ફાયર ફાઇટિંગમાં જ લાગ્યા છીએ અને કોઈ લાપતા હોવાનું કે ફસાયું હોવાનું જણાવવામાં આવ્યું નથી.”

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટનાને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, “રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા માટે પણ સૂચના આપી છે.”

    - Advertisement -

    શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાણકારી આપતાં કહ્યું કે, “TRP મૉલમાં આગ લાગી છે અને જાનહાનિ થયાની આશંકા છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આગ ઓલવાય જાય ત્યારબાદ અમે અંદર જઈને તપાસ કરતાં જ વધુ જાણી શકાશે. રાજકોટનાં તમામ ગેમઝોન બંધ કરવણો આદેશ આપવામાં આવ્યો છે, તમામની તપાસ કરવામાં આવશે. હૉસ્પિટલોને પણ જાણ કરી દેવામાં આવી છે અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળશે. આ મામલે ફરિયાદ પણ નોંધાશે અને જવાબદારો સામે કાર્યવાહી પણ થશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં