Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતરઈસે ‘દુઃખ દૂર કરવાના’ નામે મહિલાને આંતરવસ્ત્રો સાથે એકાંતમાં બોલાવી, સ્થાનિકોની સતર્કતાથી...

    રઈસે ‘દુઃખ દૂર કરવાના’ નામે મહિલાને આંતરવસ્ત્રો સાથે એકાંતમાં બોલાવી, સ્થાનિકોની સતર્કતાથી બચાવી લેવાઈ: બારડોલી રૂરલ પોલીસને સોંપાયો આરોપી

    પીડિત મહિલા સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. થોડા સમયથી તેને શારીરિક અને માનસિક તકલીફ રહેતી હતી. આ દરમિયાન તે કડોદ-મઢી રોડ પર આવેલા શૉપિંગ સેન્ટરમાં ભાડે દુકાન રાખીને ફર્નિચરનું કામ કરતા રઈસ શેખના સંપર્કમાં આવી હતી.

    - Advertisement -

    સુરત જિલ્લાના બારડોલીના કડોદ ગામે એક ઇસમે જાદૂ-ટોણાંથી માનસિક દુઃખો દૂર કરવાનું કહીને એકાંતમાં બોલાવી હતી. જોકે, સ્થાનિક યુવકોને જાણ થઈ જતાં તેઓ દોડી ગયા હતા અને મહિલાને બચાવી લીધી હતી. આરોપીની ઓળખ રઈસ તરીકે થઈ છે. હાલ પોલીસે અરજી લઈને કાર્યવાહી શરૂ કરી છે.

    વધુ વિગતો અનુસાર, રઈસે અંધારી રાત્રે મઢી રોડ પર આવેલા કોમ્પ્લેક્સની એક દુકાનમાં મહિલાને આંતરવસ્ત્રો લઈને એકાંતમાં મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન આસપાસના લોકોને શંકા જતાં જઈને દુકાન ખોલી નાખી હતી, જ્યાં બંને મળી આવ્યાં હતાં. સ્થાનિકોની સતર્કતાના કારણે મહિલાની આબરૂ બચી ગઈ હતી. લોકોએ રઈસને પોલીસ હવાલે કરતાં બારડોલી રૂરલ પોલીસે અરજી લઈને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં FIR નોંધાઈ નથી.

    મળતી માહિતી અનુસાર પીડિત મહિલા સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. થોડા સમયથી તેને શારીરિક અને માનસિક તકલીફ રહેતી હતી. આ દરમિયાન તે કડોદ-મઢી રોડ પર આવેલા શૉપિંગ સેન્ટરમાં ભાડે દુકાન રાખીને ફર્નિચરનું કામ કરતા રઈસ શેખના સંપર્કમાં આવી હતી. રઈસ શેખે તેને જાદૂ-ટોણાં કરીને શારીરિક અને માનસિક દુઃખ દુર કરવાનું કહીને રાત્રે દુકાને બોલાવી હતી. આ દરમિયાન તેણે મહિલાને તેના આંતરવસ્ત્રો પણ સાથે લાવવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    બીજી તરફ ગામના કેટલાક લોકોને રઈસની હિલચાલ પર છેલ્લા કેટલાક સમયથી શંકા હતી જ. તેવામાં મહિલાના આવવા જવાથી તેઓ પરિસ્થિતિ પામી ગયા હતા. મહિલા મોડી રાત્રે દુકાને પહોંચી તેના થોડા સમયમાં જ ગામના જાગૃત લોકો પણ ત્યાં આવી ગયા હતા. ગ્રામજનોએ દુકાન ખોલાવીને જોતા અંદરથી મહિલા મળી આવી હતી. ગ્રામજનોની સતર્કતાના કારણે કશું અજુગતું બને તે પહેલાં જ મહિલા બચી ગઈ હતી.

    સાભાર- ગુજરાત ગાર્ડિયન

    ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં બારડોલી રૂરલ પોલીસ આવી પહોંચી હતી. જોકે આબરૂ જવાના ડરથી મહિલાએ પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું, પરંતુ ગામના લોકો ઘણા સમયથી રઈસની હરકતોથી ત્રાસેલા હતા, તેમનું કહેવું હતું કે તે અવારનવાર ગામની યુવતીઓને હેરાન કરતો રહે છે આ કારણોસર કડોદ ગામના લોકોએ રઈસ પ્રધાન શેખ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાં ફરજ પર હજર પોલીસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રઈસ વિરુદ્ધ ગ્રામજનોની અરજી અમને મળી છે, હાલ તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં