Tuesday, April 23, 2024
More
  હોમપેજગુજરાત22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં,...

  22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ

  FIR દાખલ થતાં જ આમ આદમી પાર્ટી જેને નીડર અને બાહોશ નેતા ગણાવે છે તે ચૈતર વસાવાએ ચાલતી પકડી હતી, જ્યારે તેમની પત્ની, PA અને ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી. પછીથી આ ત્રણેયે જામીન અરજી પણ દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી ચૂકી છે.

  - Advertisement -

  ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. છેલ્લા 22 દિવસથી પોલીસ તેમને શોધી રહી છે, પણ હજુ પત્તો મળ્યો નથી. તેમની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘરાવવાનો આરોપ છે. જેને લઈને FIR દાખલ થયા બાદથી તેઓ ફરાર છે. પત્ની અને PA જેલમાં બંધ છે. જેમની જામીન અરજી ફગાવવામાં આવી ચૂકી છે, જ્યારે MLAની આગોતરા જામીનની અરજી પણ કોર્ટ રદ કરી ચૂકી છે. 

  આ મામલો ગત 31 ઓક્ટોબર, 2023નો છે. વન વિભાગના કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં સરકારી જમીન પર કરવામાં આવેલી ખેતી વિરુદ્ધ કાર્યવાહી કરીને પાક હટાવી દીધો હતો. જેના વિરૂદ્ધ ખેડૂતો ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચ્યા હતા. બીજા દિવસે MLAએ વનવિભાગના કર્મચારીઓને બોલાવતાં તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા. 

  આરોપ છે કે અહીં ચૈતર વસાવાએ કર્મચારીઓને ધમકાવીને ખેડૂતોને વળતર આપવા માટે કહ્યું હતું અને મારી નાખવાની પણ ધમકીઓ આપી હતી. ત્યારબાદ એક કર્મચારીને પકડીને લાફા મારી દીધા અને પછીથી પોતાની રિવોલ્વર મંગાવીને હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ઘટના બાદ વન વિભાગના કર્મચારીઓએ 3 નવેમ્બરના રોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચૈતર વસાવા, પત્ની શકુંતલા વસાવા, પીએ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશ વસાવા સહિતના વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો. 

  - Advertisement -

  FIR થયા બાદથી ફરાર છે આપ MLA

  FIR દાખલ થતાં જ આમ આદમી પાર્ટી જેને નીડર અને બાહોશ નેતા ગણાવે છે તે ચૈતર વસાવાએ ચાલતી પકડી હતી, જ્યારે તેમની પત્ની, PA અને ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી. પછીથી આ ત્રણેયે જામીન અરજી પણ દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી ચૂકી છે. બીજી તરફ, ફરાર ચાલતા MLAએ સેશન્સ કોર્ટમાં અરજી કરીને આગોતરા જામીનની માંગ કરી હતી. 

  ગત 21 નવેમ્બરે કોર્ટે ચુકાદો આપીને આ અરજી પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, હજુ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. ઉપરાંત, આરોપીનો ગુનાહીત ભૂતકાળ જોતાં અને કેસની હકીકત, સંજોગો અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતાં અરજી મંજૂર કરવાનું યોગ્ય જણાય આવતું નથી. જેથી ન્યાયના હિતમાં અરજી નામંજૂર કરવામાં આવે છે. કોર્ટના આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

  પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી, જમીનની માંગ

  બીજી તરફ, સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ ધારાસભ્યની પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની ઉપર હવે કોર્ટ આગામી 28 નવેમ્બરે સુનાવણી હાથ ધરશે. અગાઉ 10 નવેમ્બરના રોજ સેશન્સ કોર્ટે શકુંતલા વસાવાની જામીન અરજી રદ કરી હતી. કોર્ટે ત્યારે કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આરોપીની સંડોવણી જણાઈ આવે છે અને તેઓ સ્થળે હાજર હતાં કે નહીં કે ગુનામાં સંડોવણી હતી કે નહીં તે તપાસનો વિષય છે અને હમણાં નિર્ણય લઇ શકાય નહીં. વનકર્મીઓને ધમકી આપી, હવામાં ફાયરિંગ કરી, લાફા મારવાનાં અને સરકારી કામમાં દખલગીરી કરવાનાં કૃત્યો ગંભીર છે અને હળવાશથી લઇ શકાય નહીં. ઉપરાંત, ગુનાની તપાસ પણ ચાલી રહી છે અને અન્ય આરોપીઓને પકડવાના બાકી છે તેમજ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. આ સંજોગોમાં જામીન અરજી મંજૂર કરવી યોગ્ય નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં