રવિવારે રાતે સુરતના લાલગેટ પાસેના સૈયદપૂરા વિસ્તારના એક ગણેશ મંડપ પર મુસ્લિમ યુવાનોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ વિસ્તારમાં ભારે અશાંતિ વ્યાપી હતી. મધરાતે પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પહોંચીને આરતીમાં ભાગ લીધો હતો અને લોકોને વચન આપ્યું હતું કે ‘દિવસની પહેલી કિરણ જમીન પર પડે એ પહેલા આરોપીઓની ધરપકડ કરશે’. તાજી જાણકારી મુજબ સંઘવીએ પોતાનું વચન પાળીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમનો વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે.
जैसा कि मैंने वादा किया था, सूरज उगने से पहले हमने पत्थरबाजों को पकड़ लिया है!
— Harsh Sanghavi (@sanghaviharsh) September 9, 2024
6:30 am #सूरत अपडेट
यहाँ विवरण हैं:
⁃27 पत्थरबाज गिरफ्तार
⁃सीसीटीवी, वीडियो विजुअल्स, ड्रोन विजुअल्स और अन्य तकनीकी निगरानी कार्य अभी भी जारी है।
⁃सभी आरोपियों के खिलाफ सख्त कार्रवाई की जाएगी…
સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓએ જે વચન આપ્યું હતું તે મુજબ સવાર થતાં પહેલા પથ્થમારો કરનાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. સવારના સાડા 6 વાગે કરેલ પોસ્ટમાં જાણકારી આપતા તેઓએ લખ્યું છે કે 27 પથ્થરબાજોને પકડી પાડવામાં આવ્યા છે. આ માટે સંખ્યાબંધ CCTV, વિડીયો સર્વેલન્સ ઉપરાંત ડ્રોન સહિતની ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે પોલીસ રાતભરથી કામ કરી રહી છે અને હજુ પણ તેઓનું કામ ચાલુ છે. સાથે જ બાહેધરી આપી છે એ આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
गुजरात के सूरत मे गणेश पंडाल पर हमला करने वाले जिहादियों का हाल।
— Virat Chaudhary (@iViratChaudhary) September 9, 2024
Thank You @sanghaviharsh 💪🏾 pic.twitter.com/eEt1HTrwbY
સાથે જ સોશિયલ મીડિયામાં વહેલી સવારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે પોલીસની ગાડીમાંથી એક પછી એક પથ્થરબાજો ઉતરતા જોવા મળી રહ્યા છે. જેઓ સીધી રીતે ચાલવામાં અસમર્થ દેખાઇ રહ્યા છે.
સતત 2 દિવસથી ગણેશ મંડપ પર થઈ રહ્યો હતો પથ્થરમારો
આ ઘટના સુરત લાલગેટના વરિયાળી બજાર વિસ્તારના ગણેશ મંડપમાં બની હતી. અહીં અમુક સગીરોએ પથ્થરમારો કર્યો હતો. જે મુસ્લિમ સમુદાયના હોવાનું જાણવા મળ્યું હતું. ગણેશજી પર પથ્થરો ફેંકાયા બાદ હિંદુઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બીજી તરફ, પોલીસને જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી.
ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકવામાં આવ્યા હોવાની જાણ થતાં જ હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. લાલગેટ પોલીસ મથકે પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો. તાજી જાણકારી મુજબ હાલ પોલીસે પથ્થરબાજોની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.