Sunday, September 8, 2024
More
    હોમપેજદેશરસ્તા વચ્ચે પાણીનો ફુવારો ઊડવાના જે વિડીયોને શૅર કરીને મોદી સરકાર પર...

    રસ્તા વચ્ચે પાણીનો ફુવારો ઊડવાના જે વિડીયોને શૅર કરીને મોદી સરકાર પર ઉઠાવાયા સવાલ, તે વાસ્તવમાં કેરળનો, એ પણ જૂનો: GSTVએ ‘ઉત્તર પ્રદેશ’ના હૅશટેગ સાથે ચલાવ્યો વિડીયો

    લોકસભા ચૂંટણી વખતેથી શરૂ થયેલો ઈકોસિસ્ટમનો ફેક ન્યૂઝનો કારોબાર હજુ ચાલુ, કેરળના વિડીયોને શૅર કરીને મોદી સરકાર પર ઉઠાવાયા સવાલો.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી વખતેથી વધી ગયેલો વિપક્ષ અને તેમના સમર્થકોનો ફેક ન્યૂઝનો કારોબાર નવી સરકાર બન્યા પછી પણ થંભ્યો નથી અને બમણી ઝડપ પકડી રહ્યો છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો. જેમાં દાવો કરવામાં આવ્યો કે તે UPનો છે. વિડીયોમાં એક રસ્તાની વચ્ચે પાણીનો ફુવારો જોવા મળે છે અને વાહનોની અવરજવર વચ્ચે પાણી પૂરજોશથી બહાર લીક થતું દેખાય છે. 

    અગાઉ પણ ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલા કોંગ્રેસ સમર્થક અકાઉન્ટ શાંતનુએ આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, “કોંગ્રેસ સરકાર દરમિયાન લોકોને ન માત્ર સારી ગુણવત્તાના રસ્તા મળતા હતા, રસ્તા પર આવા સુંદર ફુવારા ન હતા. મોદીજી આવ્યા અને વિશેષ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને હવે લોકોને ભારતના રસ્તા પર જ ફુવારા જોવા મળે છે.” જોકે, પછીથી આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. 

    હાલ ડિલીટ થયેલી પોસ્ટ

    અન્ય એક કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “આ મોદીજીનું વિકાસ મોડેલ છે કે કોઇ ભૂત પ્રેતનું કામ છે?’

    - Advertisement -

    સમાજવાદી પાર્ટી સમર્થક IP સિંઘે લખ્યું કે, મોદીજીનો વિકાસ જ્વાળામુખીની જેમ ફાટી રહ્યો છે. 

    પ્રોપગેન્ડા ફેલાવનારાં અકાઉન્ટ તો ઠીક પરંતુ ગુજરાતી સમાચાર ચેનલો પણ બાકાત ન રાખી. GSTVએ આ વિડીયો ચલાવીને તેને ઉત્તર પ્રદેશનો ગણાવ્યો. શીર્ષકમાં લખવામાં આવ્યુ- ‘હાઇવે તોડીને જ્વાળામુખીની જેમ પાણીનો ફુવારો આવ્યો બહાર.’ સાથે ‘ઉત્તર પ્રદેશ’ લખેલા હૅશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો. 

    અહીં હકીકત એ છે કે આ વિડીયો ઉત્તર પ્રદેશ કે કોઇ ભાજપશાસિત રાજ્યનો નથી, પરંતુ કેરળનો છે, જ્યાં ભાજપની સરકાર ક્યારેય બની નથી. ફેબ્રુઆરી, 2025માં કેરળના કોઝીકોડમાં આ ઘટના બની હતી. જે-તે સમયે સ્થાનિક મીડિયાએ તેનું કવરેજ પણ કર્યું હતું અને આ જ વિડીયો ત્યારે પણ ફરતો થયો હતો. 

    મીડિયાવન ટીવી લાઇવની યુ-ટ્યુબ ચેનલ પર આ વિડીયો 25 ફેબ્રુઆરી, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક મલયાલમ ભાષામાં છે. ગુજરાતી ભાષાંતર આ પ્રકારે કરી શકાય- ‘ફુવારાની જેમ ઊછળ્યું પાણી, જ્યારે કોઝીકોડના કુંડમંગલમમાં ફાટ્યો હતો વૉટર સપ્લાય પાઈપ.’

    એ પણ નોંધવું જોઈએ કે ભારતમાં સરકારો જે રીતે કામ કરે છે તે અનુસાર પાણી પુરવઠો રાજ્ય સરકાર હેઠળ આવે છે, એટલે તેમાં કેન્દ્ર સરકારને લાગતું-વળગતું નથી. માત્ર કેન્દ્ર સરકાર યોજનાઓ મૂકે છે, જેનો પણ રાજ્ય અમલ કરે છે. વધુમાં, જે પાઇપલાઈન ફાટી હતી તે જાપાનીઝ પાઈપલાઇન નેટવર્કનો એક ભાગ હતી, જે યોજના વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી એ. કે એન્ટનીએ લૉન્ચ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં