Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'RSS નથી ઇચ્છતું જાતિગત જનગણના, પછાત સમુદાયોને નથી આપવા અધિકાર': કોંગ્રેસે ફરી...

    ‘RSS નથી ઇચ્છતું જાતિગત જનગણના, પછાત સમુદાયોને નથી આપવા અધિકાર’: કોંગ્રેસે ફરી ફેલાવ્યું જુઠ્ઠાણું, જાણો શું છે વાસ્તવિકતા

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આમ્બેકરે કહ્યું હતું કે, RSSએ આ અગાઉ પણ જાતિગત જનગણના પર નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હિંદુ સમાજમાં જાતિ અને જાતિઓ વચ્ચેનો સંબંધ એક સંવેદનશીલ મુદ્દો છે.

    - Advertisement -

    જાતિગત જનગણના વિપક્ષના પ્રતાપે ચર્ચાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સંસદથી લઈને તેમની મોટાભાગની સભાઓમાં જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જોકે, જ્યારે સંસદમાં રાહુલ ગાંધીની જાતિ પૂછવામાં આવી ત્યારે સપા (SP) સુપ્રીમો અખિલેશ યાદવ (Akhilesh Yadav) ગુસ્સે થઈ ગયા હતા. હવે કોંગ્રેસ પાર્ટીએ એક વિડીયો શેર કરીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (RSS) જાતિગત જનગણનાની વિરુદ્ધ છે. વર્તમાનમાં કેરળના પલક્કડમાં RSSની સમન્વય બેઠક ચાલી રહી છે. જેમાં સંઘની વિવિધ ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે.

    જાતિગત જનગણના મામલે કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં દાવો કર્યો છે કે, RSSએ જાતિ ગણતરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તથા કહ્યું હતું કે, જાતિગત જનગણનાથી સમાજની એકતા અને અખંડિતતા પર જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે કોંગ્રેસે ‘આજતક’ ન્યૂઝ ચેનલનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો. કોંગ્રેસે કહ્યું કે, આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે RSS અને BJP જાતિગત જનગણના કરાવવા માંગતા નથી, તેઓ દલિત, પછાત અને આદિવાસી સમુદાયોને તેમના અધિકારો આપવા માંગતા નથી.

    કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયોમાં રાહુલ ગાંધીનું એક નિવેદન પણ શેર કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, “હવે લખી રાખો. જો કોઈને લાગતું હોય કે જાતિગત જનગણના રોકી શકાય છે, તો તે સાંભળી લે કે, જાતિગત જનગણનાને રોકી શકાશે નહીં, તે ચોક્કસપણે થશે જ. ” આ વિડીયોમાં કોંગ્રેસે RSSના સરસંઘચાલક મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ શેર કરી છે. RSSને ખોટી રીતે દર્શાવતું કાર્ટૂન પણ તેમાં બતાવ્યું હતું. જોકે, હકીકત કોંગ્રેસના દાવાથી એકદમ વિપરીત છે.

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આમ્બેકરે કહ્યું હતું કે, RSSએ આ અગાઉ પણ જાતિગત જનગણના પર નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હિંદુ સમાજમાં જાતિ અને જાતિઓ વચ્ચેનો સંબંધ એક સંવેદનશીલ મુદ્દો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હિંદુ સમાજનો સંવેદનશીલ મુદ્દો જાતિ છે અને તે જ આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ. આ બાદ તેમણે નોંધવા જેવુ મહત્વનુ નિવેદન આપ્યું હતું. જે કોંગ્રેસના દાવાને ખોટો સાબિત કરે છે.

    RSS તરફથી પોતાના વિચારો વ્યક્ત કરતાં સુનીલ આમ્બેકરે સ્પષ્ટ કહ્યું કે, જાતિગત જનગણનાનો ઉપયોગ માત્ર ચૂંટણી અને ચૂંટણીના રાજકારણ માટે ન થવો જોઈએ. તેનો ઉપયોગ રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપો માટે ન થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, RSS માને છે કે, જન-કલ્યાણકારી યોજનાઓ માટે એ જાતિઓ/સમૂહો પર ધ્યાન આપવાની આવશ્યકતા છે, જે પછાત રહી ગયા છે. કેટલાક વર્ગો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, જેના માટે સરકારને ડેટાની આવશ્યકતા પણ રહે છે.

    RSSનું માનવું છે કે, સરકારને પછાત જૂથો સુધી લોક કલ્યાણ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે ડેટાની જરૂર હોય, તો તે આ ડેટા એકત્રિત કરી શકે છે. સંગઠને યાદ અપાવ્યું કે, આ પહેલાં પણ જાતિગત જનગણના થઈ ચૂકી છે. સુનીલ આમ્બેકરે કહ્યું કે, જાતિગત જનગણનાનો ચૂંટણી કે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં. તેમણે માત્ર લોકોને સાવચેત કર્યા હતા. એટલે કે, RSS પછાત રહી ગયેલા બધા જૂથોને લાભ મળે એ માટે જાતિગત જનગણનાના પક્ષમાં જ છે. પરંતુ કોંગ્રેસ તેના રાજકીય રોટલા શેકવા RSS પર ખોટા આક્ષેપો કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં