Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ થયા બ્રહ્મલીન?: સોશિયલ મીડિયા પર વાયરલ...

    રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ થયા બ્રહ્મલીન?: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સમાચાર, અહીં જાણો વાસ્તવિકતા

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત સ્વામી નૃત્યગોપાલ દાસજી બ્રહ્મલીન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. અનેક યુઝરોએ આ અંગેની પોસ્ટ પણ કરી હતી અને તે વાયરલ પણ થઈ રહી હતી. ઘણા ભક્તોએ આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પલેફોર્મ કરી હતી.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ અને મહંત સ્વામી નૃત્યગોપાલ દાસજી બ્રહ્મલીન થઈ ગયા છે. અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મીડિયાએ આ સમાચાર જાહેર કર્યા છે. સોશિયલ મીડિયામાં લોકો તેને વારંવાર શેર પણ કરી રહ્યા છે. મીડિયામાં પણ આવા સમાચાર સામે આવી રહ્યા હતા. જોકે, હમણાં સુધીમાં ઘણી મીડિયા ચેનલોએ તે સમાચાર હટાવી પણ દીધા છે. પરંતુ, રામ મંદિરના અયોધ્યા ટ્રસ્ટના અધ્યક્ષ અને રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્વામી મહંત નૃત્યગોપાલ દાસજીના દેહાંતના સમાચાર સાંભળીને ભક્તો હતાશ પણ થયા છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત સ્વામી નૃત્યગોપાલ દાસજી બ્રહ્મલીન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. અનેક યુઝરોએ આ અંગેની પોસ્ટ પણ કરી હતી અને તે વાયરલ પણ થઈ રહી હતી. ઘણા ભક્તોએ આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પલેફોર્મ કરી હતી. જોકે, થોડી જ વારમાં પોસ્ટ વાયરલ થયા બાદ લોકોમાં દુઃખની લાગણી પણ વ્યાપી ગઈ હતી. અનેક રામભક્તો આ સમાચાર સાંભળીને દુઃખી થયા હતા.

    શું છે વાસ્તવિકતા?

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારની અમે પણ તપાસ કરી હતી. તપાસ કરતાં અમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલું એક સ્પષ્ટીકરણ પણ મળ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચારનું સંપૂર્ણપણે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, મહંત સ્વામી નૃત્યગોપાલ દાસજી એકદમ સ્વસ્થ છે. સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હાલ તેઓ પોતાના નિવાસસ્થાન મણિરામ દાસ છાવણી અયોધ્યામાં જ છે.

    - Advertisement -

    ટ્રસ્ટે વધુમાં જણાવ્યું હતું કે, આવા ખોટા સમાચાર સમાજમાં ભ્રાંતિ અને ચિંતાનું કારણ બની રહે છે. આ સાથે જ તેમણે અપીલ પણ કરી હતી કે, તમામ લોકો આવા ખોટા સમાચારો પર ધ્યાન ન આપીને આધિકારિક નિવેદનો પર જ વિશ્વાસ કરે. તમામ લોકોની ફરજ છે કે, શાંતિ અને સદભાવ બનાવી રાખે અને તમામ પ્રકારની અફવાઓ ફેલાવવાનું સદંતર બંધ કરે. આ સાથે જ ટ્રસ્ટે તે સ્પષ્ટીકરણ અન્ય લોકો સુધી પહોંચાડવા માટેની પણ અપીલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં