Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકકચ્છના DDO દ્વારા સ્પષ્ટતા કરાતાં જ આજતકના રિપોર્ટરના દાવાની પોલ ખુલી: સ્પષ્ટતા...

    કચ્છના DDO દ્વારા સ્પષ્ટતા કરાતાં જ આજતકના રિપોર્ટરના દાવાની પોલ ખુલી: સ્પષ્ટતા બાદ પણ અર્ધસત્યનો જ સ્વીકાર કર્યો

    કચ્છના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલાની સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ પશુઓ લમ્પીના કારણે મૃત્યુ પામ્યા નથી.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ કચ્છ જિલ્લાના ભુજ શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છનું ડમ્પિંગ યાર્ડ દર્શાવીને દાવો કરવામાં આવ્યો તો કે લમ્પી રોગને કારણે મૃત્યુ પામેલી ગાયોને ખુલ્લામાં છોડી દેવામાં આવી હતી. આ વિડીયો આજતકના એક પત્રકારે શૅર કર્યો હતો. 

    કૌશિક કંટેચા નામના આજતકના પત્રકારે ટ્વિટર પર 30 જુલાઈના રોજ એક વિડીયો શૅર કરીને દાવો કર્યો હતો કે, ‘આ ભયાનક તસ્વીરો કચ્છ ભુજના ડમ્પિંગ યાર્ડ ખાતેની છે અને ત્યાં લમ્પી રોગના કારણે ગાયો મૃત થયા બાદ મૃતદેહોને ખુલ્લામાં કૂતરા અને સમડી-કાગડા માટે છોડી દેવામાં આવે છે.’

    આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જે બાદ આ અંગે કચ્છના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલાની સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ પશુઓ લમ્પીના કારણે મૃત્યુ પામ્યા નથી તેમજ વરસાદના કારણે ડિસ્પોઝલ નહતું થઇ શક્યું, જે કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    કચ્છના ડીડીઓના આધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું કે, ‘વિડીયોમાં પણ સ્પષ્ટ સંભળાય છે કે આ (ગાયો) લમ્પીની નથી અને જોઈ પણ શકાય કે તેમની ઉપર ‘લમ્પસ્’ પણ નથી.’ તેમણે આગળ જણાવ્યું કે, આ વિડીયો ચાર દિવસ અગાઉનો છે, જ્યારે વરસાદના કારણે સરખું ડિસ્પોઝલ થઇ શક્યું ન હતું, જે હવે થઇ રહ્યું છે અને તંત્ર કામ કરી રહ્યું છે. 

    જોકે, પોલ ખુલ્યા બાદ પણ આજતક પત્રકારે દાવો કર્યો હતો કે આ વિડીયો જૂનો નથી. પરંતુ અગાઉના ટ્વિટમાં કરેલા દાવા અનુસાર આ મૃત પશુઓના મોત લમ્પી રોગના કારણે થયાં હતાં કે કેમ તે બાબતે ખુલાસો કરવાનું ટાળ્યું હતું. જ્યારે વિડીયો જૂનો નથી તે બાબતની સ્પષ્ટતા સ્વયં DDO પણ કરી ચૂક્યા છે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરીને ઉમેર્યું હતું કે આ પશુઓ લમ્પી રોગના કારણે મૃત્યુ પામ્યા નથી.

    કચ્છના DDO અનુસાર, કચ્છની ડમ્પિંગ સાઈટ પર દરરોજ 30થી 35 મૃત પશુ આવે છે. વાયરલ વિડીયોમાં પણ 40-45 પશુઓના મૃતદેહ જોવા મળે છે. 29 જુલાઈની રાત્રે વરસાદના કારણે આ મૃતદેહોનો નિકાલ થઇ શક્યો ન હતો. જેથી જે મૃતદેહોનો નિકાલ 29 જુલાઈની રાત્રે થઇ શક્યો ન હતો તેનો વિડીયો લઈને 30મી જુલાઈના રોજ વાયરલ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મૃતદેહોને યોગ્ય રીતે દફનાવી દેવામાં આવ્યા હતા. 

    હાલ લમ્પી વાયરસ ફેલાઈ રહ્યો હોવાના કારણે આ વિડીયોને પણ તેની સાથે જોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર અને અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે તેને રોગ સાથે કોઈ સબંધ નથી અને માત્ર ખરાબ હવામાનના કારણે મૃતદેહોનો નિકાલ થઇ શક્યો ન હતો, જે બીજા દિવસે કરી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં