અઅગ્નિપથ ભરતી યોજનામાં જાતિગત આરક્ષણ લાગુ પડે છે તેવા ખોટા સમાચાર સમાચાર એજન્સી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા ફેલાવવામાં આવ્યાં હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (20 જુલાઈ 2022) રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અથવા અર્ધલશ્કરી દળોમાં અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે 10% અનામત ક્ષૈતિજ રીતે લાગુ કરવામાં આવશે . નવી આરક્ષણ CAPF માં હાલના જાતિ-આધારિત ક્વોટા અને ભૌતિક પાત્રતાની જરૂરિયાતો સાથે ક્ષૈતિજ રીતે ફિટ થશે. ભારત સરકારની સ્પષ્ટતા બાદ પણ ઈન્ડિયન એક્સપ્રેસે સરકારના જવાબનો ઉપયોગ કરીને ખોટા સમાચાર ફેલાવ્યા હતા.
ઈન્ડિયન એક્સપ્રેસે ગુરુવારે (21 જુલાઈ 2022) એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અન્ય સેવાઓની જેમ ‘અગ્નિપથ’ યોજનામાં આરક્ષણ લાગુ છે. જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવેલા જવાબમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એવું નથી.
આ ઉપરાંત, મંત્રીએ રાજ્યસભામાં તેમના લેખિત જવાબમાં CAPFના વર્તમાન આરક્ષણ માળખાનો ઉલ્લેખ કર્યો છે, જેની સાથે અગ્નિવીર આરક્ષણ સંપૂર્ણ રીતે ફિટ થશે. પરંતુ આ જાતિ આધારિત અનામત આ યોજના માટે નથી.
ઈન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં ખોટો દાવો કર્યો હતો કે ‘અગ્નિપથ’ યોજનામાં અનુસૂચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારો માટે 15 ટકા બેઠકો, અનુસૂચિત જનજાતિ (ST) માટે 7.5 ટકા અને અન્ય પછાત વર્ગો(OBC) માટે 27 ટકા બેઠકો આરક્ષિત છે.
નોંધનીય છે કે સંરક્ષણ દળો- આર્મી, નેવી અને એરફોર્સમાં જાતિ આધારિત આરક્ષણ ક્યારેય લાગુ પડતું ન હતું. અગ્નિપથ યોજનામાં પણ આ સ્થિતિ બદલાઈ નથી. જો કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ભરતીમાં હંમેશા અનામતની જોગવાઈ હતી અને મંત્રીનો જવાબ તે જ પુનરોચ્ચાર કરે છે. જો કે, ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરક્ષણ જે CAPF માટે હતું તે વાસ્તવમાં અગ્નિપથ યોજના માટે છે. ઈન્ડિયન એક્સપ્રેસનો આ દાવો ગૃહમાં મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબથી બિલકુલ વિપરીત છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અગ્નિવીરોની ભરતી માટે ગત મહિને જ અગ્નિપથ યોજના શરૂ કરી હતી, ત્યારથી વિપક્ષ તેને અધોગતિ ગણાવીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ કરી રહ્યો છે. આ સાથે કેટલીક મીડિયા ચેનલો પણ આમાં સામેલ છે. સાથેજ ઇન્ડીયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલા દવાનું ખંડન થયું હતું. અને તેના સમાચાર ખોટા સાબિત થયા હતા.