રાહુલ ગાંધીએ કોલંબિયાની યાત્રા દરમિયાન એન્વિગાડોની EIA યુનિવર્સિટીમાં આપેલા ભાષણમાં કાર અને બાઈક વિશે કેટલાક વિચિત્ર દાવાઓ કર્યા છે. જેના કારણે ભાજપ અને નેટીઝન્સે તેમનો ભારે ઉપહાસ કર્યો છે. તેમણે વાહન એન્જિનિયરિંગ, અકસ્માત સલામતી અને ઇલેક્ટ્રિક મોટરના ફાયદાઓ વિશે અનેક દાવાઓ દ્વારા ‘વિકેન્દ્રીકરણ’ સમજાવવાનો પ્રયાસ કર્યો અને આ મુદ્દાઓ સમજાવવા માટે કાર અને મોટરસાઇકલની સરખામણીનો ઉપયોગ કર્યો.
રાહુલ ગાંધીએ પહેલાં પૂછ્યું કે કારનું વજન 3000 કિલો કેમ હોય છે? જ્યારે મોટરસાઇકલનું વજન માત્ર 100 કિલો હોય છે. તેમણે કહ્યું કે, “એક પેસેન્જરને લઈ જવા માટે કારમાં 3000 કિલો ધાતુની જરૂર પડે છે, જ્યારે 100 કિલોની મોટરસાઇકલ બે પેસેન્જરને લઈ જઈ શકે છે. તો શા માટે મોટરસાઇકલ 150 કિલો ધાતુ સાથે બે પેસેન્જરને લઈ જઈ શકે છે અને કારને 3000 કિલોની જરૂર પડે છે?”
પછી તેમણે પોતે જ આનો જવાબ આપતા કહ્યું કે કારનું વજન વધુ હોય છે કારણ કે અકસ્માતમાં એન્જિન ડ્રાઇવરને કચડી ન નાખે, જ્યારે મોટરસાઇકલનું એન્જિન આવી પરિસ્થિતિમાં વાહનથી અલગ થઈ જાય છે. તેમણે કહ્યું કે, “મોટરસાઇકલ જ્યારે ક્યાંય અથડાય છે ત્યારે તેનું એન્જિન અલગ થઈ જાય છે. તેથી એન્જિન વાહનચાલકને નુકસાન નથી પહોંચાડતું. કાર જ્યારે અથડાય છે ત્યારે એન્જિન કારની અંદર આવે છે. તેથી કાર એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે એન્જિન તમારો જીવ ન લઈ લે.”
I haven’t heard this much gibberish in one go. If anyone can decode what Rahul Gandhi is trying to say here, I would be glad to be enlightened. But if you are as amused as I am, rest assured, you are not alone! pic.twitter.com/DlECPO0tcU
— Amit Malviya (@amitmalviya) October 2, 2025
પછી તેમણે સલાહ આપી કે ઇલેક્ટ્રિક કાર આ સમસ્યાનું સમાધાન કરે છે, કારણ કે તેમાં બહુવિધ મોટર હોય છે. તેમણે કહ્યું, “ઇલેક્ટ્રિક વાહનમાં વિવિધ જગ્યાએ મોટરની સુવિધા હોય છે. તેથી, ઇલેક્ટ્રિક મોટર એ શક્તિનું વિકેન્દ્રીકરણ છે. તે ખરેખર તેની અસરકારકતા છે.”
રાહુલ ગાંધી અને તેમના સમર્થકોને લાગે છે કે આ ખૂબ તર્કસંગત સમજૂતી છે, પરંતુ હકીકતમાં, કોંગ્રેસ નેતાએ કરેલો આ દાવો અર્થહીન છે, અથવા જેમ ભાજપે કહ્યું તેમ ‘બકવાસ’ છે.
વાહનનાં વજનની વાત કરીએ તો
પહેલી વાત, ચાર પૈડાંવાળા અને બે પૈડાંવાળા વાહનોનાં વજનમાં તફાવત હોવો સામાન્ય બુદ્ધિની વાત છે, પરંતુ રાહુલ ગાંધીએ આ વાત ખૂબ અતિશયોક્તિ સાથે રજૂ કરી છે. તેમણે દાવો કર્યો કે એક સામાન્ય કારને એક પેસેન્જરને લઈ જવા માટે 3000 કિલો ધાતુની જરૂર પડે છે, જ્યારે મોટરસાઇકલ માત્ર 100 કિલો ધાતુ સાથે બે પેસેન્જરને લઈ જઈ શકે છે. હકીકતમાં સામાન્ય પેસેન્જર કારનું વજન ઘણું ઓછું હોય છે, સામાન્ય રીતે 1000થી 2000 કિલોની વચ્ચે, નહીં કે 3000 કિલો. 3000 કિલો વજન ભારે વાહનોનું હોય છે જે માલ-સમાન વહન કરતા હોય છે.
ઉદાહરણ તરીકે, ભારતીય બજારમાં મારુતિ સુઝુકી અલ્ટોનું વજન લગભગ 680-800 કિલો હોય છે, જ્યારે ટાટા નેનો, જે એક સમયે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે બજારમાં આવી હતી, તેનું વજન 600-800 કિલો હતું, જે શહેરી ગતિશીલતા માટે અસરકારક હતું. હાલના લોકપ્રિય મોડલ્સ જેમ કે સુઝુકી સ્વિફ્ટ, ટાટા નેક્સન, હ્યુન્ડાઇ ક્રેટા વગેરેનું વજન 1500 કિલોથી ઓછું હોય છે. કેટલીક મોટી SUV ભારે હોય છે, પરંતુ તેનું વજન પણ 2000 કિલોથી વધુ નથી હોતું. ફક્ત કેટલીક અમેરિકન મસલ કાર જેમ કે હમર જ 3000 કિલોથ વધુ વજનની હોય છે.
આ ઉપરાંત, મોટાભાગની મોટરસાઇકલનું વજન 100 કિલોથી વધુ હોય છે, જેનું સરેરાશ વજન 150-300 કિલોની વચ્ચે હોય છે. ઉદાહરણ તરીકે, ભારતમાં બેસ્ટસેલર હીરો સ્પ્લેન્ડરનું વજન લગભગ 110-120 કિલો હોય છે અને બજાજ પલ્સર શ્રેણીનું વજન 140-160 કિલોની વચ્ચે હોય છે. મોટાભાગની રોયલ એનફીલ્ડ મોટરસાઇકલનું વજન લગભગ 200 કિલો હોય છે અને સ્કૂટર્સનું વજન પણ 100 કિલોથી વધુ હોય છે.
કારનું વજન વધુ હોય છે કારણ કે તેનું એન્જિન ડ્રાઇવરને મારી નાખે છે?
રાહુલની આ વજનના તફાવતની સમજૂતી—કે કારનું વજન વધુ હોય છે કારણ કે અકસ્માતમાં એન્જિન ડ્રાઇવરનો ‘જીવ ન લે’, જ્યારે મોટરસાઇકલનું એન્જિન ‘અલગ થઈ જાય’ છે—સામાન્ય સમજ અને અકસ્માતની ગતિશીલતાની ખોટી રજૂઆત કરે છે. રાહુલ ગાંધીની આ ખોટી ધારણા છે કે જ્યારે કાર અકસ્માતનો ભોગ બને છે ત્યારે તેનું એન્જિન કેબિન તરફ આવે છે. વાસ્તવમાં તેનાથી વિપરીત થતું હોય છે.
ન્યૂટનનો પ્રથમ ગતિનો નિયમ અથવા જડત્વના નિયમ અનુસાર જ્યારે કાર ચાલે છે, ત્યારે તેમાંની દરેક વસ્તુ એ જ ઝડપે આગળ વધે છે. જ્યારે કાર અચાનક અકસ્માતને કારણે અથવા બ્રેક લાગવાથી રોકાય છે, ત્યારે કારની અંદરના મશીન આગળ જવાનો પ્રયાસ કરે છે. આ જ કારણે કારના અકસ્માતમાં ડેશબોર્ડ પર પેસેન્જરોના ચહેરા અથડાય છે. એન્જિન સાથે પણ આવું જ થાય છે.
પરંતુ પેસેન્જરો અને અન્ય વસ્તુઓ, જે વાહન સાથે ચોક્કસ રીતે જોઈન્ટ નથી હોતી, તે ઘટનાથી પ્રભાવિત થાય છે, એન્જિન તો ચેસિસ સાથે જોડાયેલું હોવાનું આગળ ન વધી શકે કે પાછળ પણ ન ધકેલાઇ શકે. તેથી રાહુલ ગાંધીના દાવા મુજબ, કારના ભાગો, જેમાં એન્જિનનો સમાવેશ થાય છે, તે અકસ્માત સમયે મુક્તરીતે હલનચલન નથી કરી શકતા કારણ કે કારનું એન્જિન ચેસિસ સાથે ખૂબ જ મજબૂત રીતે બોલ્ટથી જોડાયેલું હોય છે. આ સિવાય તે ગિયરબોક્સ જેવા અન્ય ઘટકો સાથે પણ જોડાયેલું હોય છે, જે તેને ખતરનાક અકસ્માત પછી પણ ચેસિસ સાથે જોડી રાખે છે.
એ જ રીતે, મોટરસાઇકલનું એન્જિન પણ ફ્રેમ સાથે મજબૂતીથી જોડાયેલું હોય છે. તે કોઈ સેફ્ટી મિકેનિઝમ નાથી કે ટક્કર સામે એન્જિન ‘ઊડી જશે’ અથવા ઓ અલગ થઈ જશે. સામાન્ય અકસ્માતોમાં મોટરસાઇકલનું એન્જિન પોતાની જગ્યા પર જ પડ્યું રહે છે, ભલે પછી ટક્કર ગમે તેટલી મોટી કેમ ન હોય.
ન્યુટનના નિયમ અનુસાર બે પૈડાંવાળા વાહનચાલક અકસ્માત પછી એન્જિન સાથે અથડાતા નથી કારણ કે રાઇડર સામાન્ય રીતે ઝટકાના કારણે બહાર ફેંકાઈ જાય છે. ફક્ત થોડા MotoGP રેસના અકસ્માતોમાં એન્જિન અલગ થતું જોવા મળે છે, પરંતુ સામાન્ય મોટરસાઇકલના રોડ ટ્રાફિક અકસ્માતોમાં એન્જિન ફ્રેમ સાથે જોડાયેલું રહે છે.
કાર અને મોટરસાઇકલ બંનેના એન્જિન સ્થિરતા, પ્રદર્શન અને સલામતી માટે ચેસિસ સાથે ચુસ્તપણે જોડાયેલા હોય છે. તે ન તો દરેક અકસ્માતમાં ડ્રાઇવરોને અથડાય છે કે ન તો રાહુલ ગાંધીના દાવા મુજબ અલગ થાય છે.
આ ઉપરાંત આધુનિક કારમાં ક્રમ્પલ ઝોન, ફાયરવોલ અને બ્રેકઅવે માઉન્ટ હોય છે, જે એન્જિનને કેબિનથી દૂર રાખે છે, ઊર્જા શોષી લે છે. ભારતમાં હવે ઘણા વાહનોમાં આવી સુરક્ષા ટેકનોલોજીઓ હોય છે, જે ખાતરી કરે છે કે કાર અથડાય ત્યારે એન્જિન નીચેની તરફ જાય અને પેસેન્જરોને જોખમમાં ન મૂકે.
મોટરસાઇકલ કાર કરતાં વધુ સલામત?
ભાષણમાં વધુ વિચિત્ર દાવો એ છે કે- મોટરસાઇકલ અકસ્માત દરમિયાન એન્જિન અલગ થઈ જાય છે, જેનાથી ડ્રાઈવરનું નુકસાન ટળે છે, જેનો અર્થ એ થાય છે કે મોટરસાઇકલ વધુ સલામત છે. આ દાવો ગેરમાર્ગે દોરનારો છે, કારણ કે ભારતમાં રોડ અકસ્માતના લગભગ 50% મૃત્યુ બે પૈડાંવાળા વાહનચાલકોના હોય છે. તે પછીનો સૌથી મોટો હિસ્સો પગપાળા ચાલનારાઓનો હોય છે.
કારણ સ્પષ્ટ છે કારના પેસેન્જરો મજબૂત માળખામાં બંધ હોય છે, જ્યારે બે પૈડાંવાળા વાહનચાલકને આવું કોઈ રક્ષણ નથી. મોટરસાઇકલ રાઇડર્સ અકસ્માતમાં ઘણી વખત બહાર ફેંકાઈ જાય છે અને અન્ય ચાલતા વાહનોના પૈડાં નીચે આવી જાય છે. જો અન્ય વાહનથી અથડાય નહીં તો પણ રોડની સપાટી પર અથડાવાથી ગંભીર ઈજાનો ભોગ બને છે. કારમાં એરબેગ્સ જેવી સલામતી સુવિધાઓ પણ હોય છે.
સામાન્ય રીતે અકસ્માતના કિસ્સામાં કાર બે પૈડાંવાળા વાહનો કરતાં ઘણું વધુ સલામત પરિવહન માધ્યમ છે. કાર પેસેન્જરોને વરસાદ અને તડકા જેવા તત્વોથી પણ રક્ષણ આપે છે, જે બે પૈડાંવાળા વાહનોમાં નથી મળતું.
કાર મોટરસાઇકલ કરતાં ભારે શા માટે?
એ તો સ્પષ્ટ વાત છે કે બંને વાહનો મુખ્યત્વે સ્ટીલ અને અન્ય ધાતુઓથી બનેલા હોય છે અને કાર મોટરસાઇકલ કરતાં ઘણી મોટી હોય છે. કારમાં મોટું ચેસિસ, વધુ પૈડાં જેમાં સ્પેર ટાયર, વધુ સીટો અને સામાન્ય રીતે વધુ સિલિન્ડરવાળું મોટું અને ભારે એન્જિન, મોટી ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે. કારમાં બે પૈડાંવાળા વાહનોમાં ન હોય તેવી ઘણી સુવિધાઓ હોય છે, જે વજનમાં ઉમેરો કરે છે, જેમ કે વિન્ડશીલ્ડ અને બારીઓ, એર કન્ડિશનિંગ, મ્યુઝિક સિસ્ટમ, સલામતી સુવિધાઓ અને સામાન્ય રીતે વધુ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ઘટકો, જેમાં ઘણી મોટી બેટરીનો સમાવેશ થાય છે.
જોકે, મોટરસાઇકલ બે લોકોને લઈ જઈ શકે છે અને કાર ઘણીવાર એક વ્યક્તિ દ્વારા વપરાય છે, કાર ખરેખર 4થી 5 વ્યક્તિઓ અને સામાનને લઈ જવા માટે બનાવવામાં આવી છે. તેથી, આ સરખામણી સંપૂર્ણપણે અર્થહીન છે.
ઇલેક્ટ્રિક મોટરની તાકાત ‘શક્તિનું વિકેન્દ્રીકરણ’ છે?
રાહુલે ગાંધી પોતાના ભાષણમાં એવું પણ કહ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોની તાકાત ‘શક્તિના વિકેન્દ્રીકરણ’થી આવે છે, પણ આ સંપૂર્ણ સાચું નથી. કેટલીક EVsમાં, જ્યાં દરેક પૈડાંને એક અલગ મોટરથી જોડવામાં આવે છે, તે ટ્રેક્શન અને કાર્યક્ષમતામાં ફાયદો આપે છે. જોકે દરેક EVsમાં આવું નથી હોતું, ફક્ત કેટલીક હાઇ-એન્ડ કારમાં જ 4 પૈડાં પર 4 મોટર આવે છે, બાકીની કારો 1 કે 2 મોટર સાથે આવે છે. જેમાં વધુ મોટર હોય તો તેના માટે વધુ કિંમત ચૂકવવી પડે છે અને પાવર પણ વધુ જાય છ. દરેક EV ખરીદનારને 4 મોટરવાળી કારની જરૂર નથી હોતી.
ઇલેક્ટ્રિક વાહનોની મજબૂતાઈ અન્ય ઘણા પાસાંઓમાંથી પણ આવે છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક મોટર્સ ખૂબ જ કાર્યક્ષમ રીતે ઊર્જાનું રૂપાંતર કરે છે (તેની કાર્યક્ષમતા 80-90% હોય શકે છે, જ્યારે પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન માટે ફક્ત 25% છે). વધુમાં, ઇલેક્ટ્રિક મોટર્સ તાત્કાલિક ટોર્ક આપે કરે છે, જે વાહનને ઝડપી ગતિ આપે છે અને પ્રદૂષણ પણ ઘટાડે છે.
આ ઉપરાંત, EVs કાર વજનમાં રાહુલ ગાંધીના દાવા જેટલી હળવી નથી હોતી. તેમાં રહેલ બેટરી પેક ઘણીવાર તેને પેટ્રોલના વાહન જેટલી જ કે તેના કરતાં પણ વધારે વજનદાર બનાવે છે. ઉદાહરણ તરીકે, ટાટા નેક્સનના સ્ટાન્ડર્ડ પેટ્રોલ મોડલનું વજન લગભગ 1300 કિલો છે, જ્યારે ટાટા નેક્સન EVનું વજન લગભગ 1400 કિલો છે. EV મોટર આંતરિક કમ્બશન એન્જિન અને જોડાયેલ ટ્રાન્સમિશન સિસ્ટમની સરખામણીમાં ઘણી હળવી હોય છે પરંતુ તેના ભારે બેટરી પેકના કારણે વજન વધી જાય છે.
આ લેખ મૂળ અંગ્રેજીમાં રાજુ દાસ દ્વારા લખાયેલ છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


