Saturday, June 22, 2024
More
    હોમપેજરાજકારણ'મંત્રી પદના શપથ લીધા બાદ તરત જ ભાજપ નેતાનું રાજીનામું'!: કોંગ્રેસ અને...

    ‘મંત્રી પદના શપથ લીધા બાદ તરત જ ભાજપ નેતાનું રાજીનામું’!: કોંગ્રેસ અને મીડિયાએ ફેલાવ્યું જૂઠ, BJP સાંસદે કરી દીધુ ફેક્ટચેક

    ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ, ETV ભારત ગુજરાતી, નવજીવન ન્યૂઝ, Zee 24 કલાક સહિત ઘણી ચેનલોએ કોઇ પુરાવા વગર આ સમાચાર ચલાવ્યા હતા.

    - Advertisement -

    રવિવારે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નવી NDA સરકારના મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં દેશના ખૂણેખૂણેથી ભાજપ અને સાથી પક્ષોના નેતાઓને સંમેલિત કરવામાં આવ્યા હતા. આ જ કડીમાં કેરળ ભાજપના એકમાત્ર BJP સાંસદ એવા સુરેશ ગોપી પણ મંત્રીપદના શપથ લીધા હતા. જે બાદ સોમવારે ઘટના મીડિયાહાઉસોએ તેમને લઈને અમુક અફવા ફેલાવી હતી જેના માટે તેઓએ પોતે સામે આવીને જવાબ આપ્યો છે.

    સૌપ્રથમ કેરળ કોંગ્રેસના આધિકારિક X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું કે, “અભિનેતા અને બીજેપી સાંસદ સુરેશ ગોપીએ ગઈકાલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને પોર્ટફોલિયો હજુ સોંપવાનો બાકી છે. આજે તે છોડવા માંગે છે કારણ કે તે ફિલ્મો કરવા માંગે છે! તેમને ખાતરી છે કે નેતૃત્વ તેમને ટૂંક સમયમાં રાહત આપશે.”

    બસ કોંગ્રેસે જેવી આ X પોસ્ટ કરી એવું તરત જ કેટલાક મેઈનસ્ટ્રીમ મીડિયા આઉટલેટ કોઇ પ્રકારની જાતતપાસ કર્યા વગર આ સમાચાર ચલાવવા માંડી હતી. આ જ ક્રમમાં ગુજરાતી મીડિયા પણ ઘેટાંદોડમાં લાગી ગઈ અને એક પછી એક કોઇ પણ એનાલિસિસ કર્યા વગર ખોટા સમાચારો છાપવા માંડી.

    - Advertisement -

    ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ, ETV ભારત ગુજરાતી, નવજીવન ન્યૂઝ, Zee 24 કલાક સહિત ઘણી ચેનલોએ કોઇ પુરાવા વગર આ સમાચાર ચલાવ્યા હતા.

    જે બાદ હવે ભાજપ નેતા અને કેરળના થ્રિસુરના સાંસદ સુરેશ ગોપીએ પોતે આ બાબતે નિવેદન આપીને ચોખવટ કરી છે.

    પોતાની X પોસ્ટમાં તેઓએ લખ્યું છે કે, “કેટલાક મીડિયા પ્લેટફોર્મ એવા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ એકદમ ખોટું છે. પીએમ મોદી જીના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ”

    આમ, ભાજપ નેતા સુરેશ ગોપીએ પોતે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેઓએ PM મોદીની આગેવાનીમાં કેરળના ઘર ઘર સુધી ભાજપને પહોંચાડવાની પણ વાત કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં