Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'ગુજરાતના દ્વારકામાં ભાજપ કાર્યકર્તાઓને સ્થાનિકોએ ફટકાર્યા'!!!: કોંગ્રેસીઓ સહિતના વિરોધીઓએ કર્યો દાવો, જાણો...

    ‘ગુજરાતના દ્વારકામાં ભાજપ કાર્યકર્તાઓને સ્થાનિકોએ ફટકાર્યા’!!!: કોંગ્રેસીઓ સહિતના વિરોધીઓએ કર્યો દાવો, જાણો વાઇરલ વિડીયોનું સત્ય

    સોશિયલ મીડિયામાં ભાજપ અને મોદી વિરોધી લોકો ધડાધડ એક વિદ્યો શેર કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા પર ભાજપના ઝંડા અને સ્પિકર લાગેલા છે. પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે આ રિક્ષા ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા નીકળી છે. એટલામાં એક ટોળું આવે છે અને રિક્ષામાં બેસેલા લોકો સાથે મારપીટ કરવા લાગે છે.

    - Advertisement -

    જ્યારથી ચૂંટણી પંચે 2024 લોકસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે, ત્યારથી વિપક્ષ અને વિરોધીઓ ભાજપ અને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. ક્યારેક તોછડી ભાષામાં અપમાનિત કરીને, તો ક્યારેક સોશિયલ મીડિયામાં ધડમાથા વગરના દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના દ્વારકામાં જનતાએ ભાજપનો પ્રચાર કરતા કાર્યકર્તાઓને માર મારીને ભગાડી મુક્યા.

    હાલ સોશિયલ મીડિયામાં ભાજપ અને મોદી વિરોધી લોકો ધડાધડ એક વિડીયો શેર કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા પર ભાજપના ઝંડા અને સ્પિકર લાગેલા છે. પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે આ રિક્ષા ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા નીકળી છે. એટલામાં એક ટોળું આવે છે અને રિક્ષામાં બેસેલા લોકો સાથે મારપીટ કરવા લાગે છે અને જોતજોતામાં તેમને ખદેડવા લાગે છે. વિડીયોમાં કેટલીક મહિલાઓ પણ નજરે પડી રહી છે, હુમલાખોર ટોળું તેમની સાથે પણ ઝપાઝપી કરી રહ્યું છે.

    શું કરવામાં આવી રહ્યા છે દાવા?

    આ વિડીયોને શેર કરીને કોંગ્રેસ સમર્થકો, ભાજપ અને મોદી વિરોધીઓ દાવા કરી રહ્યા છે કે આ વિડીયો ગુજરાતના દ્વારકાનો છે. કોંગ્રેસી કાર્યકર્તા અને રાહુલ ગાંધી સમર્થક પ્રહલાદ દલવાડીએ આ વિડીયો શેર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપના કાર્યકર્તાઓને મારીને ભગાવી રહી છે. તેમણે લખ્યું કે, “ગુજરાતમાં આ હાલ છે અને મોટા મોટા નીવેદનો કરે છે મોગલી જી.”

    - Advertisement -

    પોતાને સ્વતંત્ર પત્રકાર ગણાવતા સત્યપાલ અરોરાએ પણ આ જ વિડીયો શેર કર્યો, તેમણે પણ એ જ દાવો કર્યો કે ગુજરાતના દ્વારકામાં જનતાએ ભાજપના કાર્યકર્તાઓને માર માર્યો.

    મનીષ કુમાર નામના યુઝરે પણ આ રીતનો જ દાવો કરીને આ જ વિડીયો શેર કર્યો. મહત્વની વાત તે છે કે તમામની પોસ્ટમાં લખવામાં આવેલું કેપ્શન એક સમાન દેખાઈ રહ્યું છે. માત્ર કોંગ્રેસ સપોર્ટર્સ જ નહી, ઇસ્લામવાદીઓ પણ આ જ વિડીયો તે પ્રકારના જ દાવા સાથે વિડીયો શેર કર્યો હતો.

    શું છે વાયરલ વિડીયોની વાસ્તવિકતા?

    આવી અનેક પોસ્ટ ધ્યાને આવ્યા બાદ ઑપઇન્ડિયાએ તેની વાસ્તવિકતા જાણવા પ્રયત્ન કર્યો. અમારી ટીમે રિવર્સ ઈમેજ મેથડ દ્વારા આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે જાણવા શોધખોળ શરૂ કરી. તેવામાં પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેંદુ અધિકારીની એક પોસ્ટ અમારા ધ્યાને આવી. આ પોસ્ટ વર્ષ 2022ના ઓગસ્ટ મહિનાની 6 તારીખે સવારે 9 વાગીને 49 મીનીટે કરવામાં આવી હતી.

    આ પોસ્ટમાં સુવેંદુ અધિકારીએ લખ્યું હતું કે, “ગઈકાલે (5 ઓગસ્ટ 2022)ચિનસુરાહના TMC ધારાસભ્ય અસિત મજમુદારે લોકતાંત્રિક રીતે પ્રચાર કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી. પશ્ચિમ બંગાળમાં ‘શાસકનો કાયદો છે, કાયદાનું શાસન નથી’ બંગાળમાં ગુંડા રાજ છે.” તેમની આ પોસ્ટમાં આ જ વિડીયો અમને જોવા મળ્યો.

    આટલે ન અટકતાં અમે વધુ શોધખોળ કરી. દરમિયાન અમે આ વિડીયોને લગતો ટાઈમ્સ નાઉનો એક રીપોર્ટ પણ મળ્યો. આ રીપોર્ટની હેડલાઈન હતી કે, “શરમ જનક: TMC ધારાસભ્ય અસિત મજમૂદારે ભાજપ કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરતા રોષ ભડક્યો, વિપક્ષી નેતાઓએ મમતા બેનર્જીની સરકારની આલોચના કરી.”

    આ લેખમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ચિનસુરાહના ધારાસભ્ય અસિત મજમુદારે ભાજપનો પ્રચાર કરી રહેલા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. બીજી તરફ અમને યૂ-ટ્યુબ પર ટાઈમ્સ નાઉનો એક વિડીયો પણ મળ્યો જેમાં આ જ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    આ સિવાય પણ અન્ય અનેક એવા પુરાવાઓ મળ્યા જે તે સાબિત કરવા પૂરતા હતા કે કોંગ્રેસ સમર્થકો અને ભાજપ વિરોધીઓ દ્વારા કરવામાં આવતા દાવા તદ્દન જૂઠ્ઠા છે.

    તારણ- ગુજરાતના દ્વારકામાં સ્થાનિક લોકોએ ભાજપનો પ્રચાર કરી રહેલા કાર્યકર્તાઓને માર મારીને ભગાડ્યા હોવાના દાવા સાથે કરવામાં આવેલી આ પોસ્ટ ઑપઇન્ડિયાના ફેક્ટચેકમાં ખોટી સાબિત થઈ છે. આ માત્ર ભ્રમ ફેલાવવા માટે ચલાવવામાં આવેલા એક જૂઠ્ઠાણા સિવાય બીજું કશું જ નથી. વિડીયો વર્ષ 2022નો છે, પશ્ચિમ બંગાળનો છે અને તે સમયે TMC નેતા અને તેના સમર્થકો દ્વારા ભાજપનો પ્રચાર કરી રહેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં