Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતભંડોળ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે, ઈકોસિસ્ટમે ઓલમ્પિક્સ સાથે જોડીને ગુજરાતને ભાંડવાનું શરૂ...

    ભંડોળ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે, ઈકોસિસ્ટમે ઓલમ્પિક્સ સાથે જોડીને ગુજરાતને ભાંડવાનું શરૂ કર્યું: એ વાતો વાંચો જે એજન્ડાબાજ ટોળકી તમને નહીં કહે

    ઘણી પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબથી 19 ખેલાડીઓ અને હરિયાણાથી 24 ખેલાડીઓ પેરિસ ઓલમ્પિક્સમાં ગયા, જ્યારે ગુજરાતથી માત્ર 2 ગયા. પરંતુ ગુજરાતને ₹426 કરોડ આપવામાં આવ્યા અને પંજાબ-હરિયાણાને માત્ર અનુક્રમે ₹78 કરોડ અને ₹66 કરોડ ફાળવવામાં આવ્યા. આવા દાવા સાથે મોદી સરકાર પર ભંડોળ આપવામાં ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો.

    - Advertisement -

    મુદ્દો સામાજિક હોય, રાજકીય હોય કે બિનરાજકીય, ગમે તેમ કરીને ગુજરાત અને ગુજરાતીઓને ભાંડવાની તક એક ઈકોસિસ્ટમ ચૂકતી નથી. ભૂતકાળમાં પણ આવું અનેક વખત બની ચૂક્યું છે. INDI ગઠબંધનના નેતાઓ ગુજરાતીઓને ‘ઠગ’ કહી ચૂક્યા છે તો રાહુલ ગાંધી જેવા નેતાઓએ પણ અનેક વખત જાહેર મંચ પરથી ગુજરાતીઓ વિશે નિવેદનો આપ્યાં છે. નાની-મોટી ઘટનાઓને ગુજરાત અને ગુજરાતીઓ સાથે જોડીને રાજ્યને બદનામ કરવાની તક મળે કે તરત ઝડપી લેવામાં આવે છે. હમણાં ઓલમ્પિક્સ ચાલી રહ્યો છે, તેમાં પણ અમુકે ગુજરાતદ્વેષ છતો કરવા માંડ્યો છે. 

    સોશિયલ મીડિયા પર એક ફરફરિયું ફેરવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના અમુક નેતાઓ અને તેમના સમર્થકોની આખી એક ટોળકી આ ફેરવીને કહી રહી છે કે ગુજરાતને રમત ક્ષેત્રે સૌથી વધુ ફંડ આપવામાં આવે છે, પણ ઓલમ્પિક્સમાં તેમના કોઈ ખેલાડી જોવા મળતા નથી. ઉત્તર પ્રદેશને મળતા ફંડ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ટૂંકમાં સાબિત એવું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે કે મોદી સરકાર ભાજપશાસિત રાજ્યોને વધુ ભંડોળ આપીને ભેદભાવ કરી રહી છે. આમાં ગુજરાત પ્રત્યે ‘લગાવ’ વધુ હોવાના કારણે એવું પણ પૂછવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાંથી કેટલાં મેડલ આવ્યાં? 

    કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ‘આજતક’નું એક ઇન્ફોગ્રાફિક X પર પોસ્ટ કરીને લખ્યું કે, પ્રતિભા પૈસાની મોહતાજ નથી, પણ પૈસા એક જ રાજ્યમાં જાય, જ્યાં પરિણામ નહિવત હોય તો પ્રશ્નો ઉઠશે. આ ઈન્ફોગ્રાફિકમાં જણાવવામાં આવ્યું છે કે ખેલો ઇન્ડિયાના ફન્ડિંગમાં ગુજરાત રાજ્ય સૌથી આગળ છે. જેને 606 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારબાદ UPને 501 કરોડ મળ્યા છે. પછી હિમાચલ અને અરુણાચલ પ્રદેશ અનુક્રમે 193 અને 180 કરોડ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે. 

    - Advertisement -

    આ સિવાય હમણાં થોડા દિવસોની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોશો તો આ મુદ્દે ગુજરાતને ટાર્ગેટ કરતી અનેક પોસ્ટ જોવા મળશે. મૂળ નેરેટિવ એવો ચલાવવામાં આવી રહ્યો છે કે ગુજરાતને કરોડો રૂપિયા રમતના નામે આપવામાં આવી રહ્યા છે, પરંતુ ઓલમ્પિક્સમાં રાજ્યમાંથી ખેલાડીઓ જ જઈ રહ્યા નથી. જ્યારે પંજાબ-હરિયાણા વગેરે રાજ્યોમાંથી, જ્યાંથી વધુ ખેલાડીઓ ભાગ લે છે ત્યાં ગુજરાત કરતાં અનેકગણું ઓછું ભંડોળ આપવામાં આવી રહ્યું છે. 

    ઘણી પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબથી 19 ખેલાડીઓ અને હરિયાણાથી 24 ખેલાડીઓ પેરિસ ઓલમ્પિક્સમાં ગયા, જ્યારે ગુજરાતથી માત્ર 2 ગયા. પરંતુ ગુજરાતને ₹426 કરોડ આપવામાં આવ્યા અને પંજાબ-હરિયાણાને માત્ર અનુક્રમે ₹78 કરોડ અને ₹66 કરોડ ફાળવવામાં આવ્યા. આવા દાવા સાથે મોદી સરકાર પર ભંડોળ આપવામાં ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. બહારનાં રાજ્યો તો ઠીક પણ અમુક ગુજરાતમાં રહેતા અને મોદીવિરોધમાં ડૂબેલા રહેનારાઓને પણ ચિંતા પેઠી છે કે આવું શા માટે થઈ રહ્યું છે!

    TMC નેતા કીર્તિ આઝાદે આવી જ એક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, “મણિપુર અને હરિયાણાએ ભારતને સૌથી વધુ પ્રમાણમાં ઓલમ્પિક્સ મેડલ આપ્યા છે. પરંતુ વિચારો કે કયા રાજ્યને રમતના વિકાસના નામે સૌથી વધુ ફંડ મળ્યું? ગુજરાત. એવું રાજ્ય, જેને રમત કે સશસ્ત્ર સેનાઓ સાથે કશું લાગતું-વળગતું નથી. પણ બજેટનો સૌથી વધુ હિસ્સો મળે છે.”

    આ પોસ્ટ બીજું કશું જ નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેનો દ્વેષ દર્શાવે છે. કારણ પણ સમજવા જેવું છે. આ એવું રાજ્ય છે, જેણે ત્રણ દાયકાથી એક ઈકોસિસ્ટમને સત્તામાં ફાવવા દીધી નથી. જે વ્યક્તિ સામે આ આખી ટોળકીને સૌથી મોટો વાંધો છે એ નરેન્દ્ર મોદી ગુજરાતી છે અને 13 વર્ષ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતીઓને ‘નરેન્દ્રભાઈ’ માટે વિશેષ આદરભાવ છે અને પ્રજા અને નેતા વચ્ચેનો એક એવો સંબંધ સ્થાપિત થઈ ચૂક્યો છે, જે રાજકારણથી પણ ઉપર છે. એટલે ગુજરાતને નફરત કરવાના આ લોકો પાસે ઘણાં કારણો છે. પરંતુ એ વાતમાં બિલકુલ તથ્ય નથી કે ગુજરાતને રમત અને સશસ્ત્ર સેનાઓ સાથે લાગતું-વળગતું નથી. 

    ગુજરાતમાંથી અનેક જવાનો આજે પણ સેનામાં ફરજ બજાવે છે. રમત ક્ષેત્રે પણ ગુજરાતીઓ આગળ પડતા છે જ. આ ક્ષેત્ર પહેલેથી વેપાર-ધંધાવાળું રહ્યું છે એટલે તેમાં ગુજરાતીઓનું પ્રમાણ વધુ હોય તે સમજવા જેવી વાત છે. આવું તો દરેક ક્ષેત્ર સાથે હોય છે. તો જ દેશ પણ ચાલે છે. પરંતુ એવું કહેવું કે ગુજરાતીઓને સ્પોર્ટ્સ કે આર્મી સાથે નિસબત નથી, દ્વેષ સિવાય બીજું કશું નથી. 

    હવે તથ્યો પર ધ્યાન આપીએ તો સમજવા જેવી પહેલી વાત એ છે કે આ રાજ્યોને મળેલા ફંડની યાદી અને ઓલમ્પિક્સને કશું લેવાદેવા નથી. કારણ કે આ રકમ ઓલમ્પિક્સમાં ખેલાડીઓને મોકલવા કે તેમની તાલીમ માટે ચૂકવવામાં નથી આવી. એટલે તેની સરખામણી ખેલાડીઓની સંખ્યા સાથે કરવી એ મૂર્ખામી છે. વાસ્તવમાં આ રકમ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ચૂકવવામાં આવી છે. જે યાદી ફરી રહી છે તે 22 જુલાઈ, 2024ના રોજ યુવા-રમતગમત મંત્રાલયે બહાર પાડી હતી. 

    જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ‘ખેલો ઈન્ડિયા’ સ્કીમ હેઠળ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રકમની ફાળવણી કરવામાં આવી છે. ખેલો ઈન્ડિયા વર્ષ 2018માં મોદી સરકારે લૉન્ચ કરેલો એક કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં જમીની સ્તરે રમત સંસ્કૃતિ વિકસાવવાનો, રમત સ્પર્ધાઓને પ્રોત્સાહન આપવાનો, ટેલેન્ટ ઓળખીને તેમને તક આપવાનો અને સ્પોર્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનો છે. 

    હવે હરિયાણા અને પંજાબ જેવાં રાજ્યો સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગુજરાત-UP કરતાં આગળ છે. જ્યારે ગુજરાતમાં હજુ સ્પોર્ટ્સની બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું વિકસ્યું નથી. બીજું એ ન ભૂલવું જોઈએ કે 2036માં ઓલમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે ભારત દાવો કરી ચૂક્યું છે. જેના માટે તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે અને અમદાવાદમાં બહુ મોટાપાયે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ કામ ચાલી રહ્યું છે. હવે કોઈને એવો પ્રશ્ન હોય કે ઓલમ્પિક્સનું આયોજન કરવાની શું જરૂર છે? તો તેનો કોઇ ઉપાય નથી. આવી જ દલીલો G20 વખતે પણ થતી હતી. પછી શું થયું એ દુનિયાએ જોયું. 

    ખેલો ઈન્ડિયાની વાત કરવામાં આવે તો તેમાં કેવા પ્રકારનાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભંડોળ આપવામાં આવશેથી લઈને કયા એકમ માટે કેટલું ફંડ અપાશે અને પ્રક્રિયા શું રહેશે તે તમામ દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જે-તે રાજ્ય પ્રસ્તાવ કરે ત્યારે તેણે આગળ રમત મંત્રાલયની ગ્રાન્ટનો કેવો ઉપયોગ કર્યો હતો અને કેટલા સમયમાં કામ પૂરાં કર્યાં હતાં, કેટલી અસરકારક રીતે કર્યાં હતાં, તે પણ ધ્યાને લેવામાં આવશે. ધ્યાન રહે કે ગુજરાત આ બાબતોમાં પહેલેથી આગળ પડતું રહ્યું છે. 

    રહી વાત ઓલમ્પિક્સની તો, તેમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે અનેક બીજી યોજનાઓ છે અને તેમાં રાજ્ય કે અન્ય કોઇ ભેદભાવ વગર છૂટા હાથે સરકારે રૂપિયા ખર્ચ્યા હતા. તેને રાજ્ય સરકારને મળતા ફંડ સાથે કોઇ સંબંધ નથી. ઇન્ડિયા ટુડેનું એક ઇન્ફોગ્રાફિક જણાવે છે કે પેરિસ ઓલમ્પિક્સના ખેલાડીઓ માટે સરકારે કુલ ₹470 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં દરેક રમત માટે કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા તે પણ જણાવ્યું હતું. અહીં ક્યાંય કોઇ રાજ્ય જોઈને, ખેલાડી જોઈને કે બીજાં કોઈ પણ કારણોસર ભેદભાવ કરવામાં આવ્યો નથી.

    ગુજરાતને ખેલો ઈન્ડિયા સ્કીમમાં વધુ પૈસા મળવાનું કારણ એક જ છે કે ત્યાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવાનો છે, જે બીજાં રાજ્યોમાં ઠીકઠાક પ્રમાણમાં થયો છે. વધુમાં 2036 ઓલમ્પિક્સનું આયોજન પણ એક કારણ ખરું. પણ જે રીતે પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, તેવું કશું જ નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં