Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતભ્રામક દાવા, ખોટા આરોપો, નફરત: અમેરિકન રેસિસ્ટો 'બેન્ક ઑફ ટેક્સાસ'ને લઈને ગુજરાતીઓને...

    ભ્રામક દાવા, ખોટા આરોપો, નફરત: અમેરિકન રેસિસ્ટો ‘બેન્ક ઑફ ટેક્સાસ’ને લઈને ગુજરાતીઓને કરી રહ્યા છે ટાર્ગેટ: શું છે હકીકત

    સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસને લઈને સોશિયલ મીડિયા પર જે નેરેટિવ ચલાવવામાં આવી રહ્યો છે, તે તથ્યો પર નહીં, પરંતુ વંશીય પૂર્વગ્રહ પર આધારિત છે. એક ખાનગી બેન્કનું ભારતીય-અમેરિકનો દ્વારા સ્થાપિત અને સંચાલિત થવું, અથવા કોઈ સમુદાયનું કોઈ ઉદ્યોગમાં સફળ થવું તેને 'અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્ર' કહેવું ગેરવાજબી અને ખોટું છે.

    - Advertisement -

    હમણાં અમેરિકાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસ’ને લઈને એક સંગઠિત નસ્લવાદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા અમેરિકી એકાઉન્ટ્સ ‘બેન્ક ઑફ ટેક્સાસ’ને લઈને ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને બેન્ક ભ્રષ્ટાચારથી ચાલતી હોવાનો દાવો કરી રહ્યા છે. વધુમાં એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ બેન્ક સંપૂર્ણપણે ભારતીયો, ખાસ કરીને ગુજરાતી મૂળના લોકો દ્વારા સંચાલિત છે અને તે અમેરિકનોના પૈસાથી માત્ર ગુજરાતીઓ અને ભારતીયોને લૉન આપવામાં મદદ કરી રહી છે. 

    આ પોસ્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મૂળના લોકોએ ટેક્સાસની 89 ટકા હોટલો પર ‘કબજો’ કરી લીધો છે અને તેની પાછળ બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલીક પોસ્ટ્સમાં તો એવું પણ કહેવાયું છે કે બેન્ક ટેક્સાસના નેતાઓને પૈસા આપીને ભેદભાવ-વિરોધી કાયદાઓથી બચી નીકળે છે. જોકે, આ તમામ દાવા પાયાવિહોણાં અને ભ્રામક છે. 

    Pamela Hensley નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટે પોસ્ટ કરીને દાવો કર્યો છે કે સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસ સંપૂર્ણપણે ભારતીયો દ્વારા સંચાલિત છે અને આ બેન્ક SBAની (Small Bussiness Administration) લૉન માત્ર ભારતીયોને જ આપે છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લૉનની મદદથી જ ભારતીયોએ ટેક્સાસમાં 89% હોટેલ પ્રોપર્ટી પર ‘કબજો’ કરી લીધો છે. આગળ તે એવું પણ કહે છે કે ‘હવે અમેરિકાની ધરતી પર જ અમેરિકનોનું શોષણ થઈ રહ્યું છે અને બીજા લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.’ 

    - Advertisement -

    અન્ય એક એકાઉન્ટે પણ દાવો કર્યો છે કે સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસ ભારતીયોના કબજામાં છે અને અમેરિકનો બીજા દરજ્જાના નાગરિકો બની ગયા છે. આગળ તે કોઈપણ આધાર-પુરાવા વગર દાવો ઠોકી બેસાડે છે કે બેન્ક ટેક્સાસના નેતાઓને પૈસા આપીને કેસોમાંથી બચી નીકળે છે અને ‘સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી’નાં નામે માત્ર ભારતીયોને લાભ પહોંચાડે છે.

    તે સિવાય અન્ય એક એકાઉન્ટમાં પણ આવા જ દાવા કરવામાં આવ્યા છે. પોસ્ટમાં સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું છે કે બેન્કના તમામ બોર્ડ ડિરેક્ટર્સ ‘ભારતથી આવેલા પટેલો’થી ભરાયેલા છે અને આ જ આધારે તે નોકરીઓમાં પણ ભેદભાવ કરે છે. ત્યારબાદ એવો દાવો કરવામાં આવે છે કે SBAની લૉન માત્ર ભારતીયોને આપવામાં આવે છે, જેથી તેઓ અમેરિકામાં બિઝનેસ ખરીદી શકે છે. અંતમાં તે મીડિયા પર પણ સવાલ ઉઠાવે છે. 

    અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. Truth Partisan નામનાં એક યુઝરે તો પોતાનું જ નામ લજવ્યું છે. ‘સત્યનો પક્ષધર’ આ બાબતે ‘અસત્યનો પક્ષધર’ બનીને ખોટા આરોપો લગાવે છે અને અમેરિકી ન્યાય વિભાગને ટેગ કરીને બેન્કની તપાસ કરવા માટેની માંગણી કરી છે. 

    આ સિવાય અન્ય ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ જોવા મળી રહી છે, જેમાં આ જ દાવાને પુનરાવર્તિત કરવામાં આવ્યા છે અને ખોટા, ભ્રામક આરોપો જોડવામાં આવ્યા છે. આ તમામ આરોપોની ભાષા, ટોન અને રજૂઆત સ્પષ્ટપણે વંશીય ભેદભાવ સાથેની છે. મૂળ પ્રશ્ન એ છે કે આ તમામ દાવા પાછળની હકીકત શું છે? 

    શું છે હકીકત? 

    જે મુદ્દાને લઈને સૌથી વધુ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે તે એ છે કે ‘સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસ’ સાર્વજનિક કે સરકારી બેન્ક છે. પણ અહીં આ આરોપો તદ્દન ગેરવાજબી અને ખોટા ઠરે છે. હકીકત એ છે કે સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસ એક ખાનગી માલિકીની, પટેલ પરિવારની કમ્યુનિટી બેન્ક છે. તેની સ્થાપના વર્ષ 1987માં ટેક્સાસમાં થઈ હતી. આ બેન્ક ન તો ટેક્સાસ સરકારની છે, ન અમેરિકી ફેડરલ સરકારની. હકીકત એ છે કે આ બેન્કને સરકાર ફંડ આપતી નથી, એટલે અમેરિકનોના પૈસાનો સવાલ જ પેદા નથી થતો.

    બેન્કની આધિકારિક વેબસાઇટના ‘About Us / History’ વિભાગમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આ એક ખાનગી બેન્ક છે, જે અમેરિકી બેન્કિંગ નિયમો હેઠળ કાર્ય કરે છે. તેથી એવું કહેવું કે ‘અમેરિકનોના પૈસા’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે ખોટું અને ભ્રામક છે. 

    સોશિયલ મીડિયા પર બીજો મોટો હુમલો બેન્કના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને લઈને કરવામાં આવી રહ્યો છે. બેન્કની વેબસાઇટ પરથી બોર્ડ સભ્યોની તસવીરો બતાવીને એવો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે ‘બધા પટેલ છે’ અને તેથી બેન્ક ‘ભેદભાવ’ કરી રહી છે. આ દલીલ ન માત્ર આધારવિહીન છે, પરંતુ અમેરિકી કોર્પોરેટ કાયદાઓની મૂળભૂત સમજના અભાવને પણ દર્શાવે છે. અમેરિકામાં ખાનગી કંપનીઓ અને ખાનગી બેન્કોને પૂર્ણ અધિકાર હોય છે કે તેઓ પોતાના બોર્ડમાં કોને રાખે અને કોને નહીં. જ્યાં સુધી બેન્ક ફેડરલ અને રાજ્યના નિયમોનું પાલન કરી રહી હોય, ત્યાં સુધી બોર્ડની જાતીય કે વંશીય પૃષ્ઠભૂમિ કોઈ કાનૂની મુદ્દો નથી બનતી.

    જો કોઈ બેંકમાં યહૂદી મૂળના લોકો વધુ હોય, આઇરિશ હોય કે લેટિનો હોય તો તેને ક્યારેય ‘ભેદભાવ’ નથી કહેવામાં આવતું, પરંતુ ભારતીય મૂળના લોકોના કિસ્સામાં આ જ વાત અચાનક ‘ષડયંત્ર’ બની જાય છે.

    SBA લૉન શું છે અને શું બેન્ક મનમાની કરે છે?

    તમામ પોસ્ટમાં વારંવાર SBA લૉનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જાણે બેન્ક પોતાની મરજી મુજબ આ લૉન વહેંચી રહી હોય. વાસ્તવિકતા તેનાથી બિલકુલ અલગ છે. SBA લૉન બેન્ક સીધી રીતે આપતી નથી. આ લૉન અમેરિકી સરકારના Small Business Administration દ્વારા ગેરંટી સાથેની હોય છે અને તેને આપવાની પ્રક્રિયા કડક નિયમો તેમજ ઑડિટ હેઠળ થાય છે. બેન્ક માત્ર એક મધ્યસ્થી (ઇન્ટરમીડિયરી) તરીકે કામ કરે છે.

    SBA લોનમાં પાત્રતા, ક્રેડિટ સ્કોર, બિઝનેસ મૉડલ, રિપેમેન્ટ ક્ષમતા અને કાનૂની અનુપાલન જેવા અનેક માપદંડો હોય છે. વંશ, જાતિ કે મૂળ દેશ આમાં ક્યાંય આધાર બની શકતા નથી. જો એવું થતું હોત તો અત્યાર સુધીમાં અમેરિકી નિયમનકારી એજન્સીઓ FDIC, Federal Reserve કે DOJ કાર્યવાહી કરી ચૂકી હોત.

    બીજું, બેન્ક ભારતીયોને લૉન આપે છે તો એમાં ફ્રોડ ક્યાં થયું? એ કોઈ કહેતું નથી. અત્યાર સુધી સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસ વિરુદ્ધ કોઈ પ્રકારનો ભેદભાવ કે છેતરપિંડીનો મામલો સામે આવ્યો નથી, ન તો અદાલતમાં, ન તો નિયમનકારી સંસ્થાઓ પાસે. 

    વધુમાં બધી પોસ્ટમાં ગુજરાતી મૂળના લોકોએ 89 ટકા હોટેલો પર ‘કબજો’ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડો ન તો કોઈ સરકારી રિપોર્ટમાંથી લેવામાં આવ્યો છે, ન કોઈ વિશ્વસનીય અભ્યાસમાંથી. હકીકત એ છે કે અમેરિકામાં, ખાસ કરીને હોટેલ અને મોટેલ સેક્ટરમાં, ભારતીય ગુજરાતી સમુદાયની ઐતિહાસિક ભાગીદારી રહી છે. આ ઉદ્યમશીલતા, પારિવારિક શ્રમ મોડલ અને રીઇન્વેસ્ટમેન્ટ કલ્ચરનું પરિણામ છે, ન કે કોઈ ‘ષડ્યંત્ર’નું. ખુદ અમેરિકી ફાઇનાન્શિયલ અને હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ કહે છે કે કોઈ ખાસ સમુદાયનું કોઈ સેક્ટરમાં વધુ પ્રતિનિધિત્વ હોવું ન તો ગેરકાનૂની છે અને ન તો ખોટું. 

    બેન્કનો ઇતિહાસ

    સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસની સ્થાપના વર્ષ 1987માં ટેક્સાસમાં કરવામાં આવી હતી. આ બેન્ક એક ખાનગી, કમ્યુનિટી-આધારિત છે, જેનો પાયો એક ભારતીય-અમેરિકન ઉદ્યમી ચેન પટેલે નાખ્યો હતો. બેંકની સ્થાપનાનો હેતુ ટેક્સાસમાં નાના અને મધ્યમ સ્તરના વ્યવસાયોને પરંપરાગત બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો, ખાસ કરીને તે વિસ્તારોમાં, જ્યાં મોટી કોર્પોરેટ બેંકો પૂરતું ધ્યાન નહોતી આપતી. શરૂઆતથી જ આ બેન્ક અમેરિકી બેન્કિંગ કાયદાઓ તેમજ રાજ્ય અને કેન્દ્રીય નિયમનકારી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહી છે.

    બેન્કની વેબસાઇટ અને જાહેર દસ્તાવેજો અનુસાર, આ ન તો કોઈ સરકારી યોજનાથી સીધી રીતે વિત્તપોષિત છે અને ન તેને કોઈ પ્રકારનો જાહેર ફંડ મળે છે. અન્ય અમેરિકી ખાનગી બેન્કોની જેમ તેનું સંચાલન બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને વ્યવસ્થાપનના નિર્ણયો પર આધારિત છે. બીજું એ કે આજદિન સુધી બેન્ક વિરુદ્ધ કોઈ પ્રકારની છેતરપિંડી, ભેદભાવ કે ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કોઈ કાનૂની કાર્યવાહી સામે આવી નથી.

    સ્ટેટ બેન્ક ઑફ ટેક્સાસને લઈને સોશિયલ મીડિયા પર જે નેરેટિવ ચલાવવામાં આવી રહ્યો છે, તે તથ્યો પર નહીં, પરંતુ વંશીય પૂર્વગ્રહ પર આધારિત છે. એક ખાનગી બેન્કનું ભારતીય-અમેરિકનો દ્વારા સ્થાપિત અને સંચાલિત થવું, અથવા કોઈ સમુદાયનું કોઈ ઉદ્યોગમાં સફળ થવું તેને ‘અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્ર’ કહેવું ગેરવાજબી અને ખોટું છે.

    અત્યાર સુધી કોઈ કાનૂની, નિયામક કે ન્યાયિક પુરાવો નથી જે દર્શાવે કે બેન્કે કાયદો તોડ્યો છે કે ભેદભાવ કર્યો છે. આવી સ્થિતિમાં આ આખો મામલો ફેક્ટ નહીં, પરંતુ ફેક નેરેટિવનું ઉદાહરણ બની ગયો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં