ગુજરાત સરકારે શુક્રવારે (22 ડિસેમ્બર) ગુજરાતના ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી (GIFT City) ખાતે દારૂના સેવનની મંજૂરી આપતો નિર્ણય જાહેર કર્યો હતો. નિર્ણય મુજબ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ગિફ્ટ સીટીની મુલાકાતે આવનારા લોકોને દારૂના સેવનની મંજૂરી આપવામાં આવશે. આ ચર્ચા ચાલી રહી છે ત્યાં એક ટ્વિટ સામે આવ્યું, જેમાં ભ્રામક દાવા કરવામાં આવ્યા.
મીડિયા ચેનલ News24એ લખ્યું કે ગુજરાતની હોટેલો, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂ પીરસવામાં આવશે અને રાજ્ય સરકારે દારૂબંધીના કાયદામાં ઢીલ મૂકી છે. ન્યૂઝ24ની પોસ્ટમાં શરાબની તસવીર મૂકીને લખવામાં આવ્યું કે, “ગુજરાતની હોટેલો, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં હવે દારૂ પીરસવામાં આવશે. રાજ્ય સરકારે દારૂબંધી કાયદામાં આપી ઢીલ.”
गुजरात के होटलों, रेस्टोरेंट औ क्लबों में अब शराब परोसी जाएगी
— News24 (@news24tvchannel) December 23, 2023
◆ राज्य सरकार ने शराबबंदी क़ानून में दी ढील #Gujarat | Gujarat pic.twitter.com/SI02xWoqqH
અહીં વાસ્તવિકતા તદ્દન અલગ છે. ગુજરાતના દારૂબંધીના કાયદામાં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નથી આવી. માત્ર ગિફ્ટ સિટી માટે જ લિકર પરમીશન આપવામાં આવી છે અને તે પણ માત્ર ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસીલીટી સાથે. એટલે કે ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલો અને રેસ્ટોરન્ટમાં ત્યાં બેસીને લિકર સેવન કરી શકાશે. ત્યાંથી ખરીદીને ઘરે લઈ જવા પર પ્રતિબંધ છે. બાકીના રાજ્યમાં દારૂબંધીનો કાયદો પહેલાંની જેમ જ અમલમાં રહેશે. આ નિર્ણય માત્ર એક ચોક્કસ વિસ્તાર પૂરતો જ લેવામાં આવ્યો છે.
યુઝરોએ જણાવી સાચી હકીકત
News24એ ફેલાવેલા ભ્રામક સમાચાર વચ્ચે સોશિયલ મીડિયામાં એક્ટિવ ઘણા યુઝરોએ આ વિશે સાચી માહિતી પણ આપી છે. એક સોશિયલ મીડિયા યુઝરે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “ફરી ફેક ન્યૂઝ. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જ છૂટ આપવામાં આવી છે, સમગ્ર ગુજરાતમાં નહીં. સાચું દેખાડો.”
फिर फेंक न्यूज. गांधीनगर की गिफ्ट सिटी में ही ढील दी गई है ना कि पूरे गुजरात में. सच दिखाईए. https://t.co/tj0l9KPfWy
— CHIRAG PARMAR🇮🇳 (@CHIRAGPARMAR82) December 23, 2023
આ સિવાય પણ ઘણા લોકોએ આ ‘ફેક ન્યૂઝ’ પર ધ્યાન દોર્યું હતું.
Fake News Alert 🚨
— Eminent Woke (@WokePandemic) December 23, 2023
It's only for GIFT City.
નોંધનીય છે કે, આ નિર્ણય માત્ર ગિફ્ટ સિટી માટે જ લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે ‘એફએલ 3’ પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાત લેતા મુલાકાતીઓને હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લિકરનું સેવન કરી શખશે, પરંતુ તેઓ દારૂનું વેચાણ નહીં કરી શકે. આ આખી પ્રક્રિયામાં એફએલ 3 મેળવનાર એકમોએ ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગને લિકર આયાત, સંગ્રહ તેમજ પીરસેલા લિકર અંગેની તમામ માહિતી આપવાની રહેશે. આ તમામ પ્રક્રિયાઓ સરકારના આબકારી વિભાગની દેખરેખ હેઠળ થશે.
ગિફ્ટ સિટીમાં શા માટે આપવામાં આવી લિકર પરમીશન?
ગિફ્ટ સિટીમાં લિકર પરમીશન અપાઈ તેના માટેનાં કારણો પણ સરકારે જણાવ્યાં છે. સરકારે અખબારી યાદીમાં જણાવ્યું કે, “GIFT સિટી એ ગ્લોબલ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.”