Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘મેં 2015માં રાજીનામું આપ્યું છતાં 2024માં પ્રમોશન મળ્યું’: સવારે ઉઠીને ગોપાલ ઈટાલિયાએ...

    ‘મેં 2015માં રાજીનામું આપ્યું છતાં 2024માં પ્રમોશન મળ્યું’: સવારે ઉઠીને ગોપાલ ઈટાલિયાએ કરી દીધી પોસ્ટ, આખો દિવસ ‘પત્રકારો’ સરકારને પૂછતા રહ્યા સવાલો, આખરે ખુલી ગઈ પોલ

    આમ તો આ બાબતના ફેક્ટચેક માટે અન્ય કોઇ વધારાની માહિતીની જરૂર નથી. અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, નામો દર્શાવતા પત્રકામાં કોઇ વિરૂધ્ધ ખાતાકીય તપાસ/ફોજદારી/ACB કેસ ચાલુ છે કે બાકી છે કે વિચારણા હેઠળ છે કે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હોય તો તેની માહિતી અને કારણદર્શક નોટિસ કે અંતિમ હુકમની વિગત કે શિક્ષાની અમલવારી ચાલુમાં હોય તો તેની વિગત આપવી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ગુરુવારે (3 સપ્ટેમ્બર) X પર એક પોસ્ટ કરીને ગુજરાત પોલીસ વિભાગ વિશે અમુક દાવા કર્યા હતા. ઈટાલિયાએ કહ્યું હતું કે, તેમણે 2015માં ગુજરાત પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી દીધા હોવા છતાં 2024ના પ્રમોશન લિસ્ટમાં તેમનું નામ જોવા મળ્યું છે. 

    ગોપાલ ઈટાલિયાએ બે તસવીરો પોસ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરીને લખ્યું હતું કે, ‘વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.’

    ગોપાલ ઈટાલિયાએ જે બે તસવીરો અપલોડ કરી હતી, જેમાં એકમાં અમદાવાદ પોલીસ વિભાગનો એક પરિપત્ર જોવા મળે છે અને બીજામાં એક યાદી છે, જેમાં ગોપાલ ઈટાલિયાનું પણ નામ છે. પરિપત્રના વિષયમાં જણાવવામાં આવ્યું છે- ‘અ.પો.કો સંવર્ગમાંથી અ.હે.કો સંવર્ગમાં બઢતી આપવા બાબતે ખાતાકીય તપાસની માહિતી મોકલવા બાબત.’ પરંતુ ગોપાલે માત્ર ‘બઢતી આપવા બાબતે’ સુધીનો જ ભાગ હાઇલાઇટ કર્યો હતો. 

    - Advertisement -

    આમ તો આ બાબતના ફેક્ટચેક માટે અન્ય કોઇ વધારાની માહિતીની જરૂર નથી. અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, નામો દર્શાવતા પત્રકામાં કોઇ વિરૂધ્ધ ખાતાકીય તપાસ/ફોજદારી/ACB કેસ ચાલુ છે કે બાકી છે કે વિચારણા હેઠળ છે કે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હોય તો તેની માહિતી અને કારણદર્શક નોટિસ કે અંતિમ હુકમની વિગત કે શિક્ષાની અમલવારી ચાલુમાં હોય તો તેની વિગત આપવી.

    અહીં પરિપત્રનો અર્થ એ છે કે આટલાં નામોને બઢતી આપવાની હોઈ તેમની વિરુદ્ધ કોઇ ખાતાકીય તપાસ ચાલી રહી છે કે કેમ તે જણાવવામાં આવે. તેમાં એક વખત સરકારી ચોપડે ચડેલા તમામનાં નામો હતાં. એટલે ગોપાલ ઈટાલિયાનું નામ હોય તેમાં કોઇ શંકા ન થવી જોઈએ. તેમને પ્રમોશન આપવાની આમાં કોઇ વાત નથી. 

    પરંતુ આટલી સામાન્ય બુદ્ધિ ન દોડાવીને ગોપાલના આ દાવા બાદ અમુક ગુજરાતી ચેનલોના પત્રકારોએ પણ વાંચ્યા-સમજ્યા વગર આ દાવાને આગળ વધાર્યો હતો. 

    ઝી24 કલાકના જનક સુતરિયાએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ગુજરાતમાં ગંભીર છબરડો! રાજીનામું આપનાર આપના ગોપાલ ઇટાલિયાને આપ્યું પ્રમોશન…’ જોકે, આ પોસ્ટ હવે ડિલીટ થઈ ચૂકી છે. 

    જનક સુતરિયાની પોસ્ટ, જે હવે અસ્તિત્વ ગુમાવી ચૂકી છે!

    આ જ ચેનલનાં એક મહિલા ‘પત્રકાર’ નિધી પટેલે કટાક્ષ કરીને લખ્યું, ‘ગજબ છે સરકાર…જોઈએ છે એને નોકરી મળતી નથી અને રાજીનામું આપનારને પ્રમોશન. વાહ..’ 

    કલ્પેશ રાવલ નામના એક ‘પત્રકારે’ લખ્યું કે, ‘કદાચ ગુજરાત સરકાર એવું માની રહી હશે કે ગોપાલ આમ આદમી પાર્ટીમાં વધુ કામ કરે છે એટલે તેને ફરી પોલીસમાં પ્રમોશન આપીને ભરતી કરી દઇએ એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં નબળી પડી જાય.’  

    અખબાર ‘ગુજરાત સમાચાર’ પર એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક છે- ‘સરકારનું બુદ્ધિનું પ્રદર્શન: ગોપાલ ઈટાલિયાએ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હતું, છતાં બઢતીની યાદીમાં નામ’. અહીં ખરેખર બુદ્ધિનું પ્રદર્શન ઇટાલિયા અને ગુજરાત સમાચારે કર્યું છે. વાસ્તવમાં આ યાદી ‘બઢતીની’ છે જ નહીં. જોકે, પછીથી સમાચારે ગુજરાત પોલીસની સ્પષ્ટતા પણ નીચે ઉમેરી દીધી હતી, પરંતુ હેડલાઈન જેમની તેમ છે.

    ગુજરાત સમાચારનો રિપોર્ટ

    આ સિવાય પણ અમુક આમ આદમી પાર્ટી કાર્યકરોએ ગોપાલ ઈટાલિયાની આ પોસ્ટ જાણ્યા-સમજ્યા વગર દાવો આગળ વધાર્યો હતો.

    અમદાવાદ પોલીસે ખોલી પોલ

    આખરે અમદાવાદ પોલીસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી પડી હતી. પોલીસે સ્પષ્ટ જણાવ્યું કે, ઈટાલિયાનો દાવો સદંતર ખોટો છે અને સમજવામાં ભૂલ કરવામાં આવી છે. સરકારના આદેશમાં કોઇ ખામી નથી. 

    પોલીસે જણાવ્યું કે, તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી હતી અને પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક સૂચના ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી બઢતી આપવા માટે કુલ 887 નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન અનુસાર વિગત મંગાવવામાં આવી હતી, જે બઢતી પ્રક્રિયાનો એક ભાગ હતો. 

    પોલીસે આગળ કહ્યું કે, બઢતી આપવા માટે આ 88૭ કર્મચારીઓ વિરુદ્ધ કોઇ ખાતાકીય તપાસ/ફોજદારી/ACB કેસ ચાલુ છે કે કેમ તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા 2 ઑગસ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ યાદીમાં 11 જાન્યુઆરી, 2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલનાં નામોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલા ગોપાલ ઈટાલિયાનું પણ નામ છે. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી. 

    પોલીસે અંતે સ્પષ્ટતા સાથે કહ્યું કે, ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ચાલતા મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. તેમણે જે પત્ર મૂક્યો છે, તે વ્યવસ્થિત રીતે વાંચવામાં આવેલ નથી તેમ જણાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં