13 જાન્યુઆરીના રોજ ‘ધ દલિત વોઈસ’ નામક યુઝરે X પર એક પોસ્ટ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, મધ્ય પ્રદેશમાં હિંદુઓએ 20 દલિત પરિવારોનો દલિત વ્યક્તિ દ્વારા વહેંચવામાં આવેલ પ્રસાદ ખાવા બદલ બહિષ્કાર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ પણ થઈ ગયા હતા.
પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “દલિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો પ્રસાદ ખાવા બદલ હિંદુઓ દ્વારા 20 પરિવારોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, આ ઘટના મધ્ય પ્રદેશના છતરપુરમાં બની હતી.” જોકે, પોસ્ટમાં દાવાને સમર્થન આપવા માટે પૂરતા અહેવાલો કે પુરાવા નહોતા. અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ આવી જ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં કોઈ વિશ્વસનીય સ્ત્રોત કે પુરાવા વગર મોટા ઉપાડે આરોપો લગાવવામાં આવી રહ્યા હતા.

અન્ય એક યુઝરે નાદ્યાએ લખ્યું, “21મી સદીનું ભારત આવું છે. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના અતરાર ગામમાં, લગભગ 20 પરિવારો દલિત વ્યક્તિ પાસેથી પ્રસાદ સ્વીકારવા બદલ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે.” X યુઝરે પ્રોપગેન્ડા વેબસાઇટ મક્તૂબ મીડિયાનો ઉલ્લેખ કર્યો, જેમાં ‘ઉચ્ચ જાતિ’ પરિવારોએ બહિષ્કાર કર્યો હોવાનું કહેવાયું હતું. તેમાં લખ્યું હતું કે, “જ્યારે સમાચાર ફેલાયા કે ઉચ્ચ જાતિના પરિવારોએ દલિત પાસેથી પ્રસાદ સ્વીકાર્યો છે, ત્યારે સરપંચે કથિત રીતે સામેલ બધા લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની ઘોષણા કરી.”
India 21st century looks like this 👇
— Nadya (@JUS_FANofRG) January 13, 2025
In Madhya Pradesh’s Chhatarpur district, around 20 families are facing a social boycott for accepting prasad from a Dalit man in Atrar village. https://t.co/zBsnlJOPRj
ડૉ. સિલ્વિયા કાર્પાગમે દલિત વોઇસના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “ભારતનો ભેદભાવ સાથેનો પ્રેમસંબંધ.” જોકે, આ પોસ્ટમાં પણ ન કોઈ સમાચાર અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ન કોઈ વિગતો આપવામાં આવી હતી.
India’s love affair with discrimination pic.twitter.com/VDDNTRLChC
— Dr. Sylvia Karpagam (@sakie339) January 13, 2025
ત્યારે X યુઝર આર્ય અન્વીક્ષા અને ડૉ. નેહા દાસ સહિતના લોકોએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ફેલાવવામાં આવતા ખોટા સમાચારના જૂઠને ઉઘાડું પાડવા પુરાવા રજૂ કર્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
આ ફેક ન્યુઝ છતરપુર જિલ્લાના અતરાર ગામના એક દલિત વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના અહેવાલમાંથી ઉપજ્યા છે, જ્યાં તેણે દાવો કર્યો હતો કે, તેના દ્વારા વહેંચવામાં આવતો પ્રસાદ (ધાર્મિક પ્રસાદ) ખાધા પછી તેને અને અન્ય પાંચ પરિવારોને સામાજિક કાર્યક્રમોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જોકે, પોલીસે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, ગામમાં બે જૂથો વચ્ચે લાંબા સમયથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.
જગત અહિરવાર નામના દલિત સમુદાયના વ્યક્તિએ 7 જાન્યુઆરીએ છતરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઑગસ્ટ 2024માં તેમણે સ્થાનિક મંદિરમાં પ્રસાદ તરીકે લાડુનું વિતરણ કર્યું હતું. તેમના કહેવા મુજબ, ગામના સરપંચ સંતોષ તિવારીએ ત્યારબાદ તેમના પરિવાર અને પ્રસાદ ખાનારા પાંચ અન્ય લોકોને બહિષ્કૃત કર્યા હતા. અહિરવારે દાવો કર્યો છે કે, આ પરિવારોને હવે લગ્ન અને અન્ય સામુદાયિક કાર્યક્રમો સહિતના સામાજિક કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવતા નથી.
વધુમાં, અહિરવારે તિવારી પર જાતિગત વિભાજનનો ઉપયોગ કરીને બહિષ્કાર લાગુ કરવાનો આરોપ લગાવતા કહ્યું, “જૂના જાતિગત પૂર્વગ્રહને કારણે અમને મૂળભૂત સામુદાયિક સંપર્કથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.”
પોલીસે રાજકીય દુશ્મનાવટના હવાલે આરોપોને નકાર્યા
નોંધનીય છે કે, સબ-ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ (SDOP) શશાંક જૈને આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી. તથા દાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે, “અમે ગ્રામજનો સાથે વાત કરીને આ મામલાની તપાસ કરી હતી, પરંતુ આ પ્રકારના બહિષ્કારના કોઈ પુરાવા મળ્યા નથી.”
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બે સમૂહો વચ્ચે રાજકીય દુશ્મનીનું પરિણામ છે, જે સ્થાનિક ચૂંટણીઓમાં અથડામણના કારણે ઉદ્ભવી હોય તેવું લાગે છે. SDOP જૈને જણાવ્યું હતું કે, આ આરોપો ભૂતપૂર્વ સરપંચ અહિરવાર અને વર્તમાન સરપંચ તિવારીને ટેકો આપતા બે જૂથોના વચ્ચેના તણાવના પગલે ઉદ્ભવ્યા હોય એવું લાગી રહ્યું છે.
સરપંચ તિવારીએ પણ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આ આરોપો પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત છે. અહિરવાર સરપંચની ચૂંટણી હારી ગયા હતા અને મને બદનામ કરવા આ કાવતરું રચવામાં આવ્યું છે.”
મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, આ બાબતે મીડિયા અહેવાલોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જે પરિવારોનો કથિત બહિષ્કાર કરવામાં આવ્યો છે તે દલિત અને ઉચ્ચ જાતિ બંને સમુદાયોના છે. આ કેસને સૌપ્રથમ કવર કરનારા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર “આ પ્રસાદ બ્રાહ્મણો અને અન્ય ઉચ્ચ જાતિઓ સહિત 20થી વધુ ગ્રામીણોને આપવામાં આવ્યો હતો. જ્યારે આ બાબત ફેલાઈ કે ઉચ્ચ જાતિના લોકોએ દલિત પાસેથી પ્રસાદ સ્વીકાર કર્યો છે, તો સરપંચે કથિત રીતે આ બધા જ પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો.”