Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણ‘બિહારમાં RJDનો વોટશૅર વધુ તો બેઠકો કેમ ઓછી?’: જે ડેટા આપીને ‘વોટચોરી’નાં...

    ‘બિહારમાં RJDનો વોટશૅર વધુ તો બેઠકો કેમ ઓછી?’: જે ડેટા આપીને ‘વોટચોરી’નાં રોદણાં રડે છે વિપક્ષી પ્રોપગેન્ડાબાજો, તેની પાછળનું ગણિત સમજો

    મતવિસ્તારો પ્રમાણે વૉટની સંખ્યામાં પણ ફેરફારો જોવા મળે છે. કોઈ મતક્ષેત્ર પર મતદારોની સંખ્યા વધુ છે, ત્યાં પાર્ટી ઓછા માર્જિનથી જીતી ગઈ તો જેટલા મત મળ્યા તેનો મોટો હિસ્સો વોટશૅરમાં ઉમેરાઈ જાય છે પણ અંતિમ પરિણામ પર કોઈ અસર પડતી નથી.

    - Advertisement -

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં 234માંથી 202 બેઠકો પર NDAની ભવ્ય જીત બાદ હારનું ઠીકરું ફોડવા માટે બહાનાં શોધતી વિપક્ષી ઇકોસિસ્ટમે નવું તૂત ચલાવ્યું છે. વોટશૅરનો ડેટા શેર કરીને સોશિયલ મીડિયા પર પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે કે રાષ્ટ્રીય જનતા દળનો (RJD) વોટશૅર સૌથી વધુ છે તો પછી તેની બેઠકો ઓછી કેમ આવી અને ભાજપ અને JDU ઓછા વૉટશૅર સાથે પણ વધુ બેઠકો કેમ લઈ આવ્યાં? આ ડેટાના આધારે પછીથી એવું કહેવાય છે કે વોટચોરી થાય એવું અમે કહેતા હતા એ આ જ છે!

    આવી અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

    પહેલી નજરે આ બહુ ક્રાંતિકારી શોધ લાગી શકે પણ વાસ્તવિકતા એ છે કે આમાં કશું જ આશ્ચર્યજનક કે ખામીયુક્ત નથી. મૂળ કારણ એ છે કે JDU કુલ 143 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપ અને JDU બંને 101 બેઠકો લડ્યાં હતાં. એટલે RJDના કુલ વૉટમાં 42 બેઠકોના વોટ વધારે ઉમેરાયા હતા. પણ જો તમામ બેઠકોના પ્રતિ બેઠક સરેરાશ મતની ગણતરી માંડીએ તો સ્પષ્ટ જણાય છે કે JDU અને BJP બંનેના પ્રતિ સીટ એવરેજ વોટ RJD કરતાં વધારે છે. RJDનો ઓવરઓલ શેર એટલા માટે વધારે છે કારણ કે તેઓ વધારે બેઠકો લડ્યા હતા.

    - Advertisement -

    બીજું, ભારતની ચૂંટણી સિસ્ટમ કામ જ આ રીતે કરે છે. અહીં સંસદીય લોકતંત્ર છે. તેની ચૂંટણી ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ પ્રમાણે થાય છે. દરેક મતવિસ્તારનાં પરિણામો આંકડા પર આધારિત રહે છે. મતવિસ્તારમાં જે ઉમેદવારને વધારે મત મળે તે વિજેતા ઘોષિત થાય છે. તેના માટે માર્જિન અગત્યનું નથી. એક લાખના માર્જિનથી જીતનાર અને એક મતથી જીતનાર, બંને વિજેતા જ કહેવાય.

    ભારતમાં મોટેભાગે ચૂંટણીઓમાં ઘણા બધા ઉમેદવારો હોય છે. બિહારમાં પણ મુખ્ય પાર્ટીઓ, અન્ય નાની પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો મળીને દરેક બેઠક પર સરેરાશ આઠ-દસ ઉમેદવારો હતા. વિજેતા ઉમેદવાર હોય તેને સામાન્ય રીતે 30-35 ટકા મત વધુ મળે છે. તેમાં પચાસ ટકા મત કરતાં એક મત વધુ હોવો જોઈએ એવી કોઈ જરૂરિયાત રહેતી નથી.

    આપણે ત્યાં ચૂંટણીમાં પાર્ટી કુલ કેટલા મત મેળવે છે એ જ માત્ર અગત્યનું નથી, પણ આ પાર્ટી જે બેઠકો પર લડે ત્યાં મત કેવી રીતે વહેંચાય છે એ પણ જરૂરી છે. એટલે કોઈ પાર્ટી ઓછા મત મેળવીને પણ વધુ બેઠકો જીતી શકે કે તેનાથી વિપરીત પરિસ્થિતિ પણ સર્જાઈ શકે. આવું ભારતમાં જ નહીં જ્યાં ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ અમલમાં છે ત્યાં થતું રહે છે.

    ભારતમાં કારણ કે ગઠબંધન થતાં રહે છે અને પાર્ટીઓની સંખ્યા પણ વધુ હોય છે એટલે ફેરફારો સ્પષ્ટ દેખાય છે. અન્ય દેશોમાં વસતી પણ ઓછી છે, ચૂંટણીમાં મતદારો પણ ઓછા હોય અને પાર્ટીની સંખ્યા પણ ઓછી હોય છે.

    આમાં અન્ય પણ અમુક ફેક્ટરો કામ કરે છે. જેમકે કોઈ પાર્ટી હોય જે ઓછી બેઠકો પર ચૂંટણી લડે, પણ જ્યાં લડે ત્યાં મજબૂતીથી ચૂંટણી લડીને વધારે મત મેળવી લે એવું બને તો તેનો વોટશૅર સ્વાભાવિક રીતે વધી જાય. જો તમામ બેઠકો પર પાર્ટી ચૂંટણી લડે તો અમુક બેઠકો પર પાર્ટીની જીત નહીં થાય, પણ ત્યાં થોડાઘણા મત તો મળે જ અને આ મત પછીથી આખરે કુલ વોટશૅરમાં વધારો કરી દે છે.

    RJDના કિસ્સામાં એક ફેક્ટર એ પણ છે કે ગઠબંધનના અન્ય સાથીઓની સરખામણીએ તેનું પ્રદર્શન આ ચૂંટણીમાં સારું રહ્યું છે અને ઘણી બધી બેઠકો પર પાર્ટી બીજા ક્રમે આવી છે. એટલે કે તેને મત તો સારા એવા મળ્યા, પણ વિજેતા ઉમેદવાર કરતાં ઓછા મળ્યા. પણ જેટલા મળ્યા એ આખરે વોટશૅરમાં યોગદાન તો આપે જ છે. પરંતુ બેઠકો વધતી નથી.

    બીજું, મતવિસ્તારો પ્રમાણે વૉટની સંખ્યામાં પણ ફેરફારો જોવા મળે છે. કોઈ મતક્ષેત્ર પર મતદારોની સંખ્યા વધુ છે, ત્યાં પાર્ટી ઓછા માર્જિનથી જીતી ગઈ તો જેટલા મત મળ્યા તેનો મોટો હિસ્સો વોટશૅરમાં ઉમેરાઈ જાય છે પણ અંતિમ પરિણામ પર કોઈ અસર પડતી નથી.

    આટલી વિગતોથી સ્પષ્ટ છે કે બિહારમાં RJDને ભલે વોટ વધારે મળ્યા હોય, પણ તેનાથી બેઠકોની સંખ્યા ન વધી. RJD વધારે વોટ મેળવીને 25 બેઠકો જ જીતી અને ભાજપ-JDU પ્રમાણમાં ઓછા વોટશૅરથી પણ વધુ બેઠકો લઈ આવ્યાં તેનાં કારણો આ ઉપર જણાવ્યાં. તેમ છતાં કોઈ ઉમેદવાર કે પાર્ટીને અફસોસ રહી ગયો હોય તો તેઓ કોર્ટ જઈ શકે છે. કોર્ટ તેમને આ જ બધું સમજાવશે તો સંતોષ થશે! અમુકને જોકે એમાં પણ સંતોષ થતો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં