Sunday, October 27, 2024
More
    હોમપેજરાજકારણક્યારેક કર્યું ભગવાનનું અપમાન તો ક્યારેક PM માટે ઓક્યું ઝેર: ભાજપ કાર્યકર્તા...

    ક્યારેક કર્યું ભગવાનનું અપમાન તો ક્યારેક PM માટે ઓક્યું ઝેર: ભાજપ કાર્યકર્તા પર હુમલો કર્યા બાદથી ફરાર કોંગ્રેસ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જારી, જાણો કોણ છે રોશની જાયસ્વાલ

    સમગ્ર ઘટનાની શરૂઆત 15 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. તે દિવસે રોશની કુશલ જાયસ્વાલ વારાણસીના પાંડેયપુર વિસ્તારની પ્રેમચંદ નગર કોલોનીમાં રાજેશ કુમાર નામના એક ભાજપ કાર્યકર્તા પર હુમલો કરતાં જોવા મળ્યા હતા.

    - Advertisement -

    વારાણસીમાં કોંગ્રેસ નેતા (Congress Leader) રોશની કુશલ જાયસ્વાલની (Roshni Kushal Jaiswal) મુશ્કેલીઓમાં વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. તેના પર ગંભીર આરોપો લાગેલા છે. વારાણસી શહેરની એક સ્થાનિક કોર્ટે ગત મહિલાથી ફરાર કોંગ્રેસ નેતા રોશની જાયસ્વાલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ (Non-Bailable Warrant) જારી કર્યું છે. બીજી તરફ, ઘટનાને વધતી જોઈને કોંગ્રેસ નેતા રોશનીએ ‘વિકટીમ કાર્ડ’ રમવાનું પણ શરૂ કરી દીધું છે અને વિડીયો વાયરલ કરીને માફી પણ માંગી છે.

    રોશની જાયસ્વાલ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના બાયો અનુસાર ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે. તેના પર આરોપ છે કે, તેણે પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એક ભાજપ કાર્યકર્તા પર હુમલો કર્યો હતો. તે ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. હવે તે જ કેસમાં સિવિલ જજ યુગલ શંભુએ પોતાના આદેશમાં રોશની કુશલ જાયસ્વાલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 84 હેઠળ બિનજામીનપાત્ર વૉરંટ જારી કર્યું છે.

    પોલીસની એક ટીમ વારાણસીના ભેલપુર સ્થિત કોંગ્રેસ નેતાના ઘરે ગઈ હતી અને દીવાલ પર કોર્ડ ઓર્ડરની નકલ પણ લગાવી હતી. ફરાર આરોપી કોંગ્રેસ નેતા કુશલ જાયસ્વાલ અને તેમના પરિવારના સભ્યો પર ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં BNSની કલમ 3(5), 76, 109(1), 115(2), 117(4), 191(2), 324(2), 333, 351(2) અને 352નો સમાવેશ થાય છે.

    - Advertisement -

    શું છે સમગ્ર ઘટના?

    સમગ્ર ઘટનાની શરૂઆત 15 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. તે દિવસે રોશની કુશલ જાયસ્વાલ વારાણસીના પાંડેયપુર વિસ્તારની પ્રેમચંદ નગર કોલોનીમાં રાજેશ કુમાર નામના એક ભાજપ કાર્યકર્તા પર હુમલો કરતાં જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાયું હતું કે, પીળા રંગના કપડાં પહેરેલા ભાજપ કાર્યકર્તાને બે લોકોએ પકડેલા હતા અને કોંગ્રેસ નેતા તથા તેમના પતિ અને ભાઈ તેમને તમાચા પર તમાચા મારી રહ્યા હતા.

    હુમલા દરમિયન ભાજપ કાર્યકર્તાના પત્ની પણ વચ્ચે આવતા નજરે પડી રહ્યા હતા. આરોપીઓએ તેમના પત્ની અને પુત્રી પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. પ્રોપગેન્ડા પોર્ટલ ‘બોલ હિન્દુસ્તાન’માં કામ કરનારા ‘પત્રકાર’ સમર રાજે ઘટનાનો વિડીયો શૅર કરીને આરોપ લગાવ્યો હતો કે, ભાજપ કાર્યકર્તા સોશિયલ મીડિયા પર મહિલાઓને ‘બળાત્કારની ધમકીઓ’ આપતા હતા. જોકે, તેણે પોતાના દાવાના પુરાવા તરીકે બળાત્કારની ધમકીઓ અથવા સોશિયલ મીડિયા પર વાતચીતનો એકપણ સ્ક્રીનશોટ શૅર કર્યો નહોતો.

    બીજી તરફ સોશિયલ મીડિયા પર રોશનીના સમર્થકોએ આ ઘટનાને લઈને ખૂબ ઉત્પાત મચાવ્યો હતો. ઘટના બાદ ભાજપ કાર્યકર્તા રાજેશ કુમારના પત્નીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીઓની ધરપકડને લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ નેતાના પતિ અને ભાઈને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ નેતા ભાગવામાં સફળ રહ્યા હતા અને ત્યારથી તેઓ ફરાર થઈ ગયા હતા.

    ઘટના બાદ હવે વારાણસીની એક કોર્ટે ફરાર હોવાના કારણે કોંગ્રેસ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જારી કર્યું છે. જે બાદ તરત જ રોશનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શૅર કરીને ‘વિકટીમ કાર્ડ’ ખેલવાનું શરૂ કરી દીધું છે.

    કોંગ્રેસ નેતાએ ખેલ્યું ‘વિકટીમ કાર્ડ’, કોંગ્રેસે આપ્યું સમર્થન

    3 મિનિટના વિડીયોમાં રોશની જાયસ્વાલે સ્વીકાર્યું છે કે, FIR નોંધાયા બાદ 40 દિવસોથી તેઓ ફરાર થઈ ચૂક્યા છે. તેમણે ભાજપ કાર્યકર્તા પર પોતાના હુમલાને યોગ્ય ઠેરવવા માટે સવાલ પૂછ્યો કે, “શું બળાત્કારના આરોપીને થપ્પડ મારવા માટે સજા મળવી જોઈએ?” જોકે, તેમણે પણ તે આરોપના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ઉપરાંત કોર્ટમાં પણ તેમના તરફથી બળાત્કારની ધમકીઓના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

    બીજી તરફ કોંગ્રેસે ફરાર આરોપી રોશની જાયસ્વાલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ સેવાદલના આધિકારિક હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે કે, “આ દુઃખદ વાત વારાણસીની છે. રોશની કુશલનો એકમાત્ર ગુનો તે છે કે, તેમણે ભાજપ નેતા રાજેશ સિંઘ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, જેમણે તેમને બળાત્કારની ધમકીઓ આપી હતી. પતિ, ભાઈ અને 5 અન્ય લોકો 40 દિવસથી જેલમાં છે, તેમના ઘરને જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.”

    પહેલાં પણ અનેક વિવાદોમાં ઘેરાયા હતા કોંગ્રેસ નેતા

    જોકે, આ પહેલી ઘટના નથી કે, કોંગ્રેસ નેતા રોશની જાયસ્વાલ વિવાદોમાં સપડાયા હોય. આ પહેલાં પણ અનેક વખત તેઓ વિવાદોમાં ઘેરાયા હતા. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં તેઓ એક અપમાનજનક કાર્ટૂન પોસ્ટ કરતાં જોવા મળ્યા હતા. જેમાં એક બળાત્કાર પીડિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લઈ જવામાં આવી રહી હતી. આ કાર્ટૂનમાં PM મોદી અને અમિત શાહને અનુક્રમે ભગવાન રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે પીડિત મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર તિરંગો દર્શાવવામાં આવ્યો હતો. હિંદુ દેવતાઓ અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ સોશિયલ મીડિયા પર તેમનો ભારે વિરોધ પણ થયો હતો.

    વિવાદિત પોસ્ટ

    તે ઉપરાંત યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવે ભાજપ નેતા સ્મૃતિ ઈરાની અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચૂડના પત્ની વિશે અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી.

    સ્મૃતિ ઈરાની પર વિવાદિત ટિપ્પણી
    ભારતના મુખ્ય ન્યાયાધીશના પત્ની પર વિવાદિત ટિપ્પણી

    તે સિવાય આ વર્ષે જ જુલાઈ મહિનામાં તેઓ કોંગ્રેસ પાર્ટીને સકારાત્મક રૂપમાં રજૂ કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવવા જોવા મળ્યા હતા. તેમણે ખોટો દાવો કર્યો હતો કે, UPAના સમયમાં BSNL ખૂબ કમાણી કરી રહ્યું હતું. જોકે, પત્રકાર વિજય પટેલે તરત જ તેમનું જુઠ્ઠાણું પકડી પાડ્યું હતું અને તેમના દાવાની પોલ ખોલી નાખી હતી.

    ત્યારબાદ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વિડીયોમાં તેઓ મુસ્લિમ ‘વિકટીમ કાર્ડ’નો ઉપયોગ કરતાં નજરે પડ્યા હતા. જે બાદ પત્રકાર સુશાંત સિન્હાએ રોશની જાયસ્વાલને સવાલ પણ કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે, “તમારા કહેવા મુજબ, હિંદુઓ કાંડ કરે છે અને મુસલમાનોથી ‘ભૂલથી’ કાંડ થઈ જાય છે. આ શું છે?”

    અન્ય એક વિડીયોમાં તેઓ વડાપ્રધાન વિશે ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરતાં નજરે પડ્યા હતા. વિડીયોમાં તેઓ વડાપ્રધાન મોદીના ‘પુરુષત્વ’ પર સવાલ કરતાં નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ” જે સાહેબ વિવાહ બાદ પોતાને પુરુષ સાબિત ન કરી શક્યા, તેમને અંધભક્તો મળીને મહાપુરુષ સાબિત કરવા મથી રહ્યા છે.” આ વિડીયો બાદ પણ તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં