Monday, February 3, 2025
More
    હોમપેજદેશબજેટમાં કાપડ ઉદ્યોગને મળ્યું પ્રોત્સાહન: બાંગ્લાદેશમાં ચાલી રહેલ ઉથલપાથલનો ભારતને મળી શકે...

    બજેટમાં કાપડ ઉદ્યોગને મળ્યું પ્રોત્સાહન: બાંગ્લાદેશમાં ચાલી રહેલ ઉથલપાથલનો ભારતને મળી શકે છે લાભ, જાણો કેવી રીતે બની શકે ગેમ ચેન્જર

    મહત્વની વાત એ છે કે, પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે ભારતના કાપડ ઉદ્યોગને નિકાસ વધારવામાં મદદ મળી રહી છે. એક સમયે સૌથી વધુ કાપડ નિકાસ કરવામાં બંગ્લાદેશનો બીજો ક્રમ આવતો હતો.

    - Advertisement -

    શનિવાર, 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રજૂ કરેલ કેન્દ્રીય બજેટમાં કાપડ ઉદ્યોગને (Textile Industry) મોટો વેગ મળ્યો અને નાણાકીય વર્ષ 2026-27 માટે બજેટ (Budget) અંદાજમાં 19% વધારાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતૃત્વ હેઠળની ભારત સરકારે નાણાકીય વર્ષ 2024-25માં ₹4417.03 કરોડની સરખામણીમાં આ વર્ષે કાપડ મંત્રાલયને ₹5272 કરોડ ફાળવ્યા છે.

    આ ઉપરાંત, સરકારે કપાસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય પણ લીધો છે અને પાંચ વર્ષીય કપાસ મિશનની જાહેરાત પણ કરી દીધી છે. દરમિયાન, સરકારે કપાસની સ્થિર ઉત્પાદકતાના પડકારો જેવા કે, એક્સ્ટ્રા-લોંગ સ્ટેપલ વેરાઈટીમાં આવતા પડકારોનો સામનો કરવાનો નિર્ણય લીધો છે,.

    આ મામલે કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ મિશન હેઠળ ખેડૂતોને વિજ્ઞાન અને ટેકનોલોજી સહાય પૂરી પાડવામાં આવશે. આ મિશન ખેડૂતોની આવક વધારશે અને ગુણવત્તાયુક્ત કપાસનો પુરવઠો સતત વધારશે.” ઉલ્લેખનીય છે કે, ભારતના પરંપરાગત કાપડને પુનર્જીવિત કરવાનું ભારતનું મિશન એવા સમયે શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે દેશમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રમાં કોઈ સરપ્લસ નથી. હાલમાં, દેશની ઉપજ પ્રતિ હેક્ટર 450 કિલો છે, જે વૈશ્વિક સરેરાશ કરતા ઘણી ઓછી છે. વૈશ્વિક સરેરાશ પ્રતિ હેક્ટર 800 કિલોથી વધુની છે.

    - Advertisement -

    ટેકનોલોજી અપગ્રેટ માટે ભંડોળ

    કાપડ ઉદ્યોગ માટે 2025-26ના બજેટમાં ફાળવવામાં આવેલા ₹5272 કરોડમાંથી, ₹635 કરોડ એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમને (ATUFS) ફાળવવામાં આવ્યા છે. જે હેઠળ કાપડ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત, નાણામંત્રીએ કાપડ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી મશીનરી અને લૂમ્સની છૂટ આપવાની યાદી જાહેર કરીને ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપ્યું છે.

    ATUFSની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી અને હવે તેને મોડિફાઇડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (MTUFS), રિસ્ટ્રક્ચર્ડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (RTUFS) અને રિવાઇઝ્ડ રિસ્ટ્રક્ચર્ડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (RRTUFS) તરીકે પણ ઓળખવામાં આવે છે.

    આ યોજનાનો ઉદ્દેશ્ય ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અને નિકાસને વેગ આપવાનો તથા મહિલાઓ માટે રોજગાર સર્જન કરીને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાનો તથા મેન્યુફેક્ચરિંગમાં ઝીરો ઈફેક્ટ અને ઝીરો ડિફેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય અન્ય દેશોમાંથી આયાત પરનો ભાર ઘટાડવાનો છે, જે કાપડ પર પ્રોસેસ કરવાની સારી ગુણવત્તાને પ્રોત્સાહન આપશે.

    બાંગ્લાદેશની રાજકીય ઉથલપાથલ ભારતને કાપડ ક્ષેત્રમાં કેવી રીતે કરી શકે મદદ?

    મહત્વની વાત એ છે કે, પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે ભારતના કાપડ ઉદ્યોગને નિકાસ વધારવામાં મદદ મળી રહી છે. એક સમયે સૌથી વધુ કાપડ નિકાસ કરવામાં બંગ્લાદેશનો બીજો ક્રમ આવતો હતો. જોકે, હવે નાણાકીય કટોકટી, વીજળીની સમસ્યા અને હિંસાને કારણે આ ક્ષેત્ર અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી, ભારત પાસે યુએસ, યુકે, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ વગેરેમાં કપાસની નિકાસ વધારવાનો અવકાશ છે.

    ચાલુ રાજકીય ઉથલપાથલના કારણે તેના કાપડ ઉદ્યોગ પર અસર પડી છે, જેના કારણે બાંગ્લાદેશમાંથી આયાત કરનારા દેશોને વૈકલ્પિક સ્ત્રોતો શોધવાની ફરજ પડી છે. આ બધી બાબતોનો લાભ ભારતને મળી શકે એમ છે અને તેના જ કારણે તેના કાપડ અને વસ્ત્રોના ઉત્પાદનોમાં વૃદ્ધિ જોવા મળી છે. અહેવાલો અનુસાર, જાન્યુઆરી અને નવેમ્બર 2024 વચ્ચે, ભારતે અમેરિકામાં કરેલ કાપડની નિકાસ 4.25%થી વધીને એટલે કે $4.4 બિલિયન થઈ, જ્યારે બાંગ્લાદેશની અમેરિકામાં નિકાસ 0.46% ઘટીને $6.7 બિલિયન થઈ.

    દરમિયાન, ભારત સરકાર કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત નાણાકીય સહાય પૂરી પાડવી, કાચા માલ અને મશીનરી પરના ટેરિફ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવો વગેરેનો સમાવેશ થાય છે. 1 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલા આર્થિક સરવે મુજબ, ભારત વૈશ્વિક સ્તરે કાપડ અને વસ્ત્રોનો છઠ્ઠો સૌથી વધુ નિકાસ કરતો દેશ છે, જે દેશના GDP, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

    આ સરવેમાં એવો પણ ઉલ્લેખ છે કે, “ભારતે 2023માં 34 અબજ ડોલરના ટેક્સટાઇલ માલની નિકાસ કરી હતી, જેમાં વસ્ત્રોનો હિસ્સો 42% હતો, ત્યારબાદ રો મટિરિયલ, સેમી-ફિનિશ્ડ મટિરિયલ 34% અને ફિનિશ્ડ નોન અપારેલ વસ્તુઓ 30% હતી.” અમેરિકા અને યુરોપમાં ભારતનો કાપડ નિકાસનો 66%, નોન-ગાર્મેન્ટ વસ્તુઓનો 58% અને 12% રો મટિરિયલ તથા સેમી ફિનિશ્ડ મટિરિયલનો 12% હિસ્સો હતો. આ સિવાય અન્ય દેશોમાં યુકે (8%) અને યુએઈનો (7%) સમાવેશ થાય છે. સરવે અનુસાર કોવિડ-19 (2020થી 2022) દરમિયાન કાપડની નિકાસ સ્થિતિસ્થાપક રહી.”

    જોકે, 2024માં સરકારે જણાવ્યું હતું કે, ભારતનો કાપડ ઉદ્યોગ 2030 સુધીમાં $350 બિલિયન સુધી વધી શકે તેવી સંભાવના છે. આ સાથે જ 35 મિલિયન રોજગારી સર્જાવાની સંભાવના પણ છે.

    શનિવાર, 1 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-2026 માટેનું બજેટ રજૂ કર્યું. મધ્યમવર્ગના લાભ માટે તૈયાર થયેલું આ બજેટ અનેક ક્ષેત્રોના વિકાસ માટે મુખ્ય દરખાસ્તો અને યોજનાઓને પ્રકાશિત કરે છે. તેમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા, નાણાં, વેપાર, માળખાગત સુવિધાઓ અને અન્ય પણ ઘણું-બધું સામેલ છે. આ અંગેનો વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં